android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
IRCTC : રેલવે મુસાફરો માટે ખુશખબર, ટ્રેન ઉપડ્યા બાદ આ ફીચરથી દેખાશે કઇ સીટ ખાલી છે!
calendar_today June 11, 2026

IRCTC : રેલવે મુસાફરો માટે ખુશખબર, ટ્રેન ઉપડ્યા બાદ આ ફીચરથી દેખાશે કઇ સીટ ખાલી છે!

ભારતીય રેલવેમાં દરરોજ લાખો લોકો મુસાફરી કરે છે. ઘણી વખત અચાનક મુસાફરી કરવાની ફરજ પડે ત્યારે કન્ફર્મ ટિકિટ મળવી અશક્ય બની જાય છે. આવી સ્થિતિમાં મુસાફરોએ વેઇટિંગ લિસ્ટ અથવા આરએસી (RAC) ટિકિટ સાથે પ્રવાસ કરવો પડે છે. ટ્રેનમાં ચડ્યા પછી મોટાભાગના લોકો ખાલી સીટ મેળવવા માટે ટ્રેન ટિકિટ એક્ઝામિનર એટલે કે TTE નો પીછો કરતા જોવા મળે છે, છતાં ઘણીવાર નિરાશા જ હાથ લાગે છે. પરંતુ હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. IRCTC તેના મુસાફરોની સુવિધા માટે એક એવું શાનદાર ઓનલાઈન ફીચર આપે છે, જેનાથી તમે ઘરે બેઠા અથવા ચાલતી ટ્રેનમાં પણ કઈ સીટ ખાલી છે તેની લાઈવ માહિતી મેળવી શકો છો.શું છે IRCTC નું 'ચાર્ટ વેકેન્સી' ફીચર?આ ખાસ ડિજિટલ સુવિધાને 'ચાર્ટ વેકેન્સી' (Chart Vacancy) તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે કોઈપણ ટ્રેન ઉપડવાના થોડા કલાકો પહેલા તેનો ફાઈનલ રિઝર્વેશન ચાર્ટ તૈયાર થાય છે, ત્યારે આ ફીચર એક્ટિવ થઈ જાય છે. તે મુસાફરોને લાઈવ રિઝર્વેશન ચાર્ટ જોવાની મંજૂરી આપે છે. આ ફીચરની મદદથી તમે ટ્રેનના કયા કોચમાં (ડબ્બામાં), કઈ બર્થ (લોઅર, મિડલ કે અપર) અને કઈ સીટ ખાલી છે તેની સચોટ વિગતો તમારા મોબાઈલ પર જ જોઈ શકો છો.ખાલી સીટ શોધવાની અને બુક કરવાની સંપૂર્ણ પ્રક્રિયાજો તમારી પાસે વેઇટિંગ ટિકિટ છે અને તમે ખાલી સીટ મેળવવા માંગો છો, તો નીચેના સરળ સ્ટેપ્સ ફોલો કરો:સ્ટેપ 1: સૌપ્રથમ IRCTC ની સત્તાવાર વેબસાઇટ પર જાઓ અથવા તમારા મોબાઇલમાં 'IRCTC Rail Connect' એપ ઓપન કરો.સ્ટેપ 2: હોમ પેજ પર તમને 'Charts / Vacancy' નો એક ઓપ્શન દેખાશે, તેના પર ક્લિક કરો.સ્ટેપ 3: હવે એક નવું પેજ ખુલશે, જ્યાં તમારે ટ્રેન નંબર અથવા નામ, મુસાફરીની તારીખ અને બોર્ડિંગ સ્ટેશન (જ્યાંથી ટ્રેન પકડવાની છે) ની વિગતો ભરીને 'Get Train Chart' પર ક્લિક કરવાનું રહેશે.સ્ટેપ 4: આટલું કરતા જ તમારી સ્ક્રીન પર ટ્રેનનો ક્લાસ વાઈઝ (Sleeper, 3AC, 2AC) આખો લેઆઉટ ખુલી જશે.સ્ટેપ 5: તમે જે ક્લાસમાં મુસાફરી કરી રહ્યા છો તે સિલેક્ટ કરો. ત્યાં તમને ખાલી સીટોની આખી યાદી સ્ટેશન વાઈઝ જોવા મળશે.મહત્વની ટીપ:એકવાર તમને ખાલી સીટનો નંબર અને કોચની માહિતી મળી જાય, એટલે તરત જ ટ્રેનમાં હાજર TTE નો સંપર્ક કરો. રેલવેના નિયમો અનુસાર, TTE 'પહેલા આવો, પહેલા મેળવો' (First Come, First Served) ના ધોરણે નિયત ભાડું અથવા પેનલ્ટી લઈને તમને તે સીટ કાયદેસર રીતે ફાળવી દેશે અને તેની પાકી રસીદ આપશે. આ સુવિધાનો ઉપયોગ કરીને તમે તમારી મુસાફરીને ઝંઝટમુક્ત અને આરામદાયક બનાવી શકો છો.આ પણ વાંચોઃ Canada: ઓસ્ટ્રેલિયા બાદ હવે કેનેડાએ 16 વર્ષની નાના બાળકો માટે સોશિયલ મીડિયા પર લગાવ્યો પ્રતિબંધ

Read Full Story arrow_forward
Vadodara : કૌટુંબિક કલેશનો કરુણ અંજામ, "હું જિંદગીથી કંટાળ્યો છું..." છેલ્લો મેસેજ આપી આધેડે જીવન ટૂંકાવ્યું
calendar_today June 11, 2026

Vadodara : કૌટુંબિક કલેશનો કરુણ અંજામ, "હું જિંદગીથી કંટાળ્યો છું..." છેલ્લો મેસેજ આપી આધેડે જીવન ટૂંકાવ્યું

વડોદરાના કાળુપુરા વિસ્તારમાંથી એક અત્યંત ચોંકાવનારી અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં રહેતા એક આધેડ વયના વ્યક્તિએ પારિવારિક વિવાદ અને જિંદગીની મુશ્કેલીઓથી કંટાળીને આત્મહત્યા કરી લીધી છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. પ્રાથમિક વિગતો મુજબ, મૃતક આધેડ છેલ્લા કેટલાક સમયથી પત્ની સાથેના અણબનાવ અને સતત થતા ઝઘડાઓને કારણે ભારે માનસિક તણાવ અને હતાશામાં જીવી રહ્યા હતા.હું હવે આ જિંદગીથી કંટાળી ગયો છું. મળતી માહિતી અનુસાર, આપઘાત કરતા પહેલા આધેડે પોતાની વ્હાલસોયી પુત્રી સમક્ષ પોતાનું દુઃખ ઠાલવ્યું હતું. તેમણે પુત્રીને ગમગીન સાદે કહ્યું હતું કે, "હું હવે આ જિંદગીથી કંટાળી ગયો છું." પત્ની સાથે વિખવાદ પત્ની સાથેના રોજબરોજના ઝઘડા અને ગૃહકલેશના કારણે તેઓ અંદરથી તૂટી ગયા હતા, જેના કારણે તેમણે આ આત્યંતિક પગલું ભર્યું હોવાનું બહાર આવ્યું છે. પોલીસે તપાસ શરુ કરી ઘટનાની જાણ થતાં જ વડોદરાની સીટી પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહને કબજે લઈ પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે. પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આધેડે પત્ની સાથેના ઝઘડામાં કયા કારણોસર આટલું મોટું પગલું ભર્યું અને આપઘાત પાછળ અન્ય કોઈ દબાણ હતું કે કેમ, તે તમામ દિશાઓમાં સીટી પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. પિતાની છત્રછાયા ગુમાવતા પુત્રી સહિતના પરિવારજનોમાં ભારે આક્રંદ જોવા મળી રહ્યું છે.આ પણ વાંચો----    Gujarat Latest News Live : બોર્ડર પર પોલીસનું મોટું ઓપરેશન, ઉચ્ચ IPS અધિકારીઓ સરહદી ગામોમાં ઉતર્યા

Read Full Story arrow_forward
Rajkot: આવતીકાલે શહેરના 2 વોર્ડના 20 વિસ્તારોમાં મોટો પાણીકાપ, પાઈપલાઈન રિપેરિંગ માટે RMC નો નિર્ણય
calendar_today June 11, 2026

Rajkot: આવતીકાલે શહેરના 2 વોર્ડના 20 વિસ્તારોમાં મોટો પાણીકાપ, પાઈપલાઈન રિપેરિંગ માટે RMC નો નિર્ણય

રાજકોટ મહાનગરપાલિકાના ઈજનેરી વિભાગ (વોટર વર્ક્સ) દ્વારા શહેરની પાણી વિતરણ વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવા માટે સમયાંતરે રિપેરિંગ કામગીરી કરવામાં આવતી હોય છે. જે અંતર્ગત ગુરૂકુળ હેડવર્ક ખાતેથી નીકળતી મુખ્ય પાઈપલાઈનમાં સર્જાયેલી ખામી અથવા લીકેજને દુરસ્ત કરવા માટે આવતીકાલે એક મોટો સેન્ટ્રલ પ્રોગ્રામ નક્કી કરાયો છે. આ કામગીરી સવારથી જ શરૂ કરી દેવામાં આવનાર હોવાથી, ગુરૂકુળ હેડવર્ક હેઠળ આવતા બે મુખ્ય વોર્ડના વિસ્તારોમાં આવતીકાલે સત્તાવાર રીતે પાણી વિતરણ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.હજારો નાગરિકોને થશે સીધી અસરમનપાના સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, આ સમારકામ અભિયાનને કારણે લોહાનગર વિસ્તાર, જૈન ચાલ અને પંચશીલ સોસાયટીમાં પાણી સપ્લાય થઈ શકશે નહીં. આ ઉપરાંત ગુણાતીત નગર અને નવલનગર સહિત આસપાસના અંદાજે ૨૦ જેટલા વિસ્તારો પાણીકાપથી સીધા પ્રભાવિત થવાના છે. સામાન્ય રીતે આ વિસ્તારોમાં વહેલી સવારે અથવા નિયત સમયે પાણી અપાતું હોય છે, પરંતુ આવતીકાલે રિપેરિંગના બહાને આખો દિવસ પાણી પુરવઠો બંધ રહેશે.નાગરિકોને અગાઉથી આયોજન કરવા વિનંતીઅચાનક જાહેર કરાયેલા આ પાણીકાપના કારણે સ્થાનિક રહીશો અને ખાસ કરીને ગૃહિણીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી શકે છે. આ બાબતને ધ્યાને રાખીને રાજકોટ મહાનગરપાલિકાએ સ્થાનિક લાઈવ મીડિયા મારફતે અપીલ કરી છે કે તમામ પ્રભાવિત ઘરના સભ્યો આજે જ જરૂરિયાત મુજબના પાણીનો સંગ્રહ કરી લે, જેથી આવતીકાલે દૈનિક કાર્યોમાં કોઈ અડચણ ન આવે. વન-ડે મેઇન્ટેનન્સ પૂર્ણ થયા બાદ, તેના પછીના દિવસથી નિયમિત અને પૂરતા ફોર્સથી પાણી વિતરણ પુનઃ શરૂ કરી દેવામાં આવશે તેવી ખાતરી પણ તંત્ર દ્વારા આપવામાં આવી છે. ખૂબ જ કટોકટીના સમયે સ્થાનિક વોર્ડ ઓફિસથી પાણીના ટેન્કર મંગાવી શકાશે.આ પણ વાંચો: Surat: અમરોલીમાં 14 વર્ષ પહેલાં મિત્રનું મર્ડર કરનાર હત્યારો બિહારમાંથી ઝડપાયો

Read Full Story arrow_forward