android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gir Somnath : ઉનામાં હોસ્પિટલ નજીક મહિલા સહિત 5 લોકો વચ્ચે સરેઆમ તલવાર-લાકડીઓ ઉછળી, વિડીયો વાયરલ
calendar_today June 11, 2026

Gir Somnath : ઉનામાં હોસ્પિટલ નજીક મહિલા સહિત 5 લોકો વચ્ચે સરેઆમ તલવાર-લાકડીઓ ઉછળી, વિડીયો વાયરલ

ગીર સોમનાથ જિલ્લાના ઉના શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ઉનામાં ફરી એકવાર અસામાજિક તત્વો બેફામ બન્યા છે અને જાહેર રસ્તા પર જ કાયદો-વ્યવસ્થાના લીરેલીરા ઉડાડ્યા છે.એક મહિલા સહિત પાંચ લોકો વચ્ચે હિંસક ધીંગાણું શહેરની સરકારી હોસ્પિટલ નજીક ભરેલા બજારમાં એક મહિલા સહિત પાંચ લોકો વચ્ચે હિંસક ધીંગાણું ખેલાયું હતું. જાહેર માર્ગ પર હથિયારો સાથે થયેલી આ બબાલને પગલે આસપાસના સ્થાનિકો અને રાહદારીઓમાં ભારે નાસભાગ અને ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. જોકે, ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો દોડી ગયો હતો અને આ મામલે પાંચ શખ્સોની ધરપકડ કરી લીધી છે. ઘાતક હથિયારો સાથે એકબીજા પર તૂટી પડ્યા મળતી માહિતી અનુસાર, સરકારી હોસ્પિટલ જેવા સંવેદનશીલ અને વ્યસ્ત વિસ્તાર નજીક કોઈ સામાન્ય બાબતે બોલાચાલી થઈ હતી, જે જોતજોતામાં હિંસક ઝપાઝપીમાં ફેરવાઈ ગઈ હતી. અસામાજિક તત્વો ખુલ્લેઆમ છરી અને લાકડીઓ જેવા ઘાતક હથિયારો સાથે એકબીજા પર તૂટી પડ્યા હતા. આ ઘટનાને પગલે પોલીસ પેટ્રોલિંગના મોટા-મોટા દાવાઓની પોલ ખુલી ગઈ છે. સ્થાનીક લોકોમાં ચર્ચા છે કે છેલ્લા ત્રણ મહિનામાં જાહેરમાં ગુંડાગર્દી અને મારામારીની આ બીજી મોટી ઘટના છે, જે દર્શાવે છે કે ગુનેગારોમાં હવે પોલીસનો કોઈ ખોફ રહ્યો નથી.  પોલીસે ત્વરિત એક્શન લઈને મામલો થાળે પાડ્યો આ સમગ્ર હિંસક ઘટના બાદ ઉના પોલીસે ત્વરિત એક્શન લઈને મામલો થાળે પાડ્યો હતો. પોલીસે હુમલાખોરો પાસેથી ઘટનાસ્થળેથી જ છરી અને લાકડીઓ કબજે કરી લીધી છે અને એક મહિલા સહિત કુલ પાંચ આરોપીઓને જેલ ભેગા કરી દીધા છે. પોલીસે આ તમામ શખ્સો સામે જાહેર શાંતિ ભંગ અને હિંસક હુમલો કરવાનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પરંતુ વારંવાર બનતી આવી ઘટનાઓને કારણે ઉના શહેરની સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર પ્રશ્નાર્થચિહ્નો ઊભા થયા છે. આ પણ વાંચો----     Gujarat Latest News Live : બોર્ડર પર પોલીસનું મોટું ઓપરેશન, ઉચ્ચ IPS અધિકારીઓ સરહદી ગામોમાં ઉતર્યા

Read Full Story arrow_forward
Suratનું 'ભૂતિયા ડિમોલિશન' વિવાદોના વમળમાં, બિલ્ડરની કારમાં 'MLA ગુજરાત'ની પ્લેટ ખળભળાટ જોવા મળતા ખળભળાટ
calendar_today June 11, 2026

Suratનું 'ભૂતિયા ડિમોલિશન' વિવાદોના વમળમાં, બિલ્ડરની કારમાં 'MLA ગુજરાત'ની પ્લેટ ખળભળાટ જોવા મળતા ખળભળાટ

સુરતના કતારગામ દરવાજા પાસે આવેલા નાસીરનગરના કથિત 'ભૂતિયા ડિમોલિશન'નો મામલો હવે ભારે ચર્ચાસ્પદ બન્યો છે અને તેમાં રોજ નવા ફણગા ફૂટી રહ્યા છે. આ સમગ્ર ડિમોલિશન પ્રક્રિયામાં નજીકના નિર્માણાધીન પ્રોજેક્ટના બિલ્ડરોની ભૂમિકા પહેલેથી જ શંકાના દાયરામાં છે. કારમાં 'MLA ગુજરાત' લખેલી નેમ પ્લેટ લગાવેલી જોવા મળી આ દરમિયાન બુધવારે બિલ્ડરો આ જમીનના મૂળ માલિક એવા વયોવૃદ્ધ પારસી મહિલાના ઘરે પહોંચતા રહસ્ય વધુ ઘેરાયું છે. સૌથી વધુ ચોંકાવનારી બાબત એ સામે આવી છે કે, આ મુલાકાત વખતે બિલ્ડર સંજય લાખાણીની લક્ઝુરિયસ કાર માં 'MLA ગુજરાત' લખેલી નેમ પ્લેટ લગાવેલી જોવા મળી હતી, જેણે તંત્ર અને રાજકારણમાં અનેક સવાલો ઊભા કરી દીધા છે. કરોડોની જમીન દાનમાં આપી બીજી તરફ, આ જમીનના મૂળ માલિક ગલુબેન પાલિયાએ એક વીડિયો જાહેર કરીને આખા મામલે પોતાની સ્પષ્ટતા રજૂ કરી છે. તેમણે જણાવ્યું કે, તેમના પરિવારે ભૂતકાળમાં શાળા બનાવવા સહિતના અનેક જાહેર અને સખાવતી હેતુઓ માટે મહાનગરપાલિકાને કરોડોની જમીન દાનમાં આપી છે. રાજકીય રોટલી શેકવા માટે આ મુદ્દાને ખોટી રીતે ચગાવી રહ્યા છે તેમણે ક્હયું કે પરંતુ આ ચોક્કસ જમીન પર છેલ્લા ઘણા વર્ષોથી ગેરકાયદેસર ઝૂંપડાં અને દબાણો વધી ગયાં હતાં. તેમણે આક્રોશ સાથે ઉમેર્યું કે, જ્યારે વર્ષોથી તેમની ખાનગી જમીન પર ગેરકાયદેસર દબાણો થતા રહ્યા ત્યારે કોઈ તેમની વહારે આવ્યું નહોતું, અને હવે કેટલાક તત્વો માત્ર પોતાની રાજકીય રોટલી શેકવા માટે આ મુદ્દાને ખોટી રીતે ચગાવી રહ્યા છે. શાસન સામે પણ ગંભીર સવાલો પારસી મહિલાના આ વીડિયો બાદ હવે સુરત મહાનગરપાલિકા અને સ્થાનિક પ્રશાસન સામે પણ ગંભીર સવાલો ઊઠી રહ્યા છે. જો પાલિકા તંત્રને પહેલેથી જ ખબર હતી કે આ વસાહતો સંપૂર્ણપણે ગેરકાયદેસર હતી, તો વર્ષો સુધી તંત્રએ ત્યાંથી પ્રોપર્ટી ટેક્સ (વેરાબિલ) અને લાઈટ બિલ કઈ રીતે વસૂલ્યા? તંત્ર દ્વારા આ ગેરકાયદે વસાહતો સામે અગાઉથી જ કાયદેસરની કાર્યવાહી કેમ ન કરવામાં આવી? હાલમાં બિલ્ડરોની શંકાસ્પદ ભૂમિકા, રાજકીય વગનો ઉપયોગ અને પાલિકાની બેધારી નીતિને કારણે નાસીરનગર ડિમોલિશનનો આ મામલો સુરતભરમાં ભારે ગરમાયો છે. આ પણ વાંચો---    Gujarat Latest News Live : બોર્ડર પર પોલીસનું મોટું ઓપરેશન, ઉચ્ચ IPS અધિકારીઓ સરહદી ગામોમાં ઉતર્યા

Read Full Story arrow_forward
Ahmedabad: વરસાદ પહેલાં જ એસ.જી. હાઈવે પર પડ્યો મોટો ભૂવો, ગોતા-સોલા સર્વિસ રોડ કરાયો બંધ
calendar_today June 11, 2026

Ahmedabad: વરસાદ પહેલાં જ એસ.જી. હાઈવે પર પડ્યો મોટો ભૂવો, ગોતા-સોલા સર્વિસ રોડ કરાયો બંધ

અમદાવાદ મહાનગરપાલિકા (AMC) દર વર્ષે ચોમાસા પહેલાં કરોડો રૂપિયાના ખર્ચે રોડ-રસ્તા અને ડ્રેનેજ લાઈનની મરામત કરવાના મોટા-મોટા દાવા કરે છે. પરંતુ આ દાવાઓ માત્ર કાગળ પર જ રહેતા હોવાનો જીવતો જાગતો પુરાવો એસ.જી. હાઈવે પર જોવા મળ્યો છે. અમદાવાદના પશ્ચિમ વિસ્તારના સૌથી વ્યસ્ત ગણાતા ગોતાથી સોલા જવાના સર્વિસ રોડ પર અચાનક રોડનો એક મોટો હિસ્સો જમીનમાં ગરકાવ થઈ ગયો હતો અને મોટો ભયાનક ભૂવો પડી ગયો હતો. સદનસીબે આ સમયે કોઈ વાહન ત્યાંથી પસાર ન થઈ રહ્યું હોવાથી મોટી દુર્ઘટના અને જાનહાનિ ટળી છે.ટ્રાફિકથી ધમધમતો રસ્તો બેરિકેડિંગ કરી સીલ કરાયોભૂવો પડવાની જાણ થતાં જ કોર્પોરેશનના પશ્ચિમ ઝોનનો સ્ટાફ દોડતો થયો હતો. ટ્રાફિકની ગંભીર સમસ્યા ન સર્જાય અને કોઈ વાહનચાલક તેમાં ખાબકે નહીં તે માટે તાત્કાલિક ધોરણે આખા સર્વિસ રોડ પર બેરિકેડ્સ ગોઠવીને વાહન વ્યવહાર માટે રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. હજુ તો આકાશમાંથી વાદળો બરાબર વરસ્યા પણ નથી, ત્યાં જ રસ્તો ધસી પડતાં સ્થાનિક રહીશો તંત્રના હલકા કક્ષાના રોડ કોન્ટ્રાક્ટ અને ભ્રષ્ટાચાર સામે સોશિયલ મીડિયા પર આક્રોશ ઠાલવી રહ્યા છે.મેયરે સવારે જ મોરચો સંભાળ્યો, અધિકારીઓ દોડતા થયાગોતાના આ સ્માર્ટ ભૂવાએ તંત્રને ઊંઘમાંથી જગાડ્યું છે. આ ઘટના સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ અમદાવાદના મેયર વહેલી સવારે જ એક્શન મોડમાં આવી ગયા હતા. તેમણે કોઈ પણ પૂર્વ સૂચના વિના એસ.જી. હાઈવે અને ગોતા સર્વિસ રોડનું સરપ્રાઈઝ નિરીક્ષણ કર્યું હતું. મેયરે સ્થળ પર જ એન્જિનિયરિંગ વિભાગના ઉચ્ચ અધિકારીઓને બોલાવીને સખત શબ્દોમાં ખખડાવ્યા હતા. તેમણે આદેશ આપ્યો છે કે યુદ્ધના ધોરણે આ ભૂવો પૂરવામાં આવે અને ચોમાસું શરૂ થાય તે પહેલાં શહેરના તમામ ખરાબ-તૂટેલા રસ્તાઓનું પેચવર્ક પૂરું કરવામાં આવે, નહીંતર જવાબદાર અધિકારીઓ સામે કડક શિક્ષાત્મક પગલાં લેવાશે.આ પણ વાંચો: Rajkot: આવતીકાલે શહેરના 2 વોર્ડના 20 વિસ્તારોમાં મોટો પાણીકાપ, પાઈપલાઈન રિપેરિંગ માટે RMC નો નિર્ણય 

Read Full Story arrow_forward