android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Weather Updates: એલર્ટ! આજથી 2 દિવસ 11 રાજ્યોમાં વાવાઝોડા અને કરા પડવાની ચેતવણી
calendar_today June 11, 2026

Weather Updates: એલર્ટ! આજથી 2 દિવસ 11 રાજ્યોમાં વાવાઝોડા અને કરા પડવાની ચેતવણી

સાવધાન! આજથી આગામી બે દિવસ દરમિયાન ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં હવામાનમાં મોટો પલટો જોવા મળી શકે છે. હવામાન વિભાગે દિલ્હી-NCR સહિત 11 રાજ્યો માટે વાવાઝોડા, ભારે વરસાદ અને કરા પડવાની ચેતવણી જાહેર કરી છે. છેલ્લા કેટલાક દિવસોથી તીવ્ર ગરમીનો સામનો કરી રહેલા લોકો માટે આ બદલાવ થોડી રાહત લાવી શકે છે, પરંતુ સાથે જ આંધીઓ અને વીજળીના કારણે મુશ્કેલીઓ પણ ઉભી થઈ શકે છે.11 રાજ્યોમાં વરસાદની આગાહીહવામાન વિભાગના જણાવ્યા મુજબ દિલ્હી-NCR, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીર જેવા વિસ્તારોમાં 11 અને 12 જૂન દરમિયાન વરસાદ સાથે જોરદાર પવન ફૂંકાવાની શક્યતા છે. કેટલીક જગ્યાએ કરા પડવાની પણ આગાહી કરવામાં આવી છે. પવનની ઝડપ 30 થી 50 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં 60 થી 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આંધીઓ ફૂંકાઈ શકે છે.રાજસ્થાનમાં માટે ખાસ ચેતવણી અપાઇદિલ્હીમાં છેલ્લા કેટલાક દિવસોથી તાપમાન 44 થી 45 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે. હવે હવામાનમાં બદલાવને કારણે લોકોને ગરમીમાંથી થોડી રાહત મળશે. હવામાન વિભાગે જણાવ્યું છે કે 13 થી 15 જૂન દરમિયાન દિલ્હી, હરિયાણા, ચંદીગઢ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં વરસાદના કારણે તાપમાનમાં ઘટાડો નોંધાઈ શકે છે. રાજસ્થાન માટે પણ ખાસ ચેતવણી આપવામાં આવી છે. પૂર્વ અને પશ્ચિમ રાજસ્થાનમાં 11 થી 16 જૂન દરમિયાન વરસાદ અને વાવાઝોડાની શક્યતા છે. હરિયાણા અને ચંદીગઢમાં પણ ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.પહાડી વિસ્તારોમાં હવામાન રહેશે ખરાબઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના પહાડી વિસ્તારોમાં પણ આગામી દિવસોમાં હવામાન ખરાબ રહેવાની સંભાવના છે. ઉત્તરાખંડમાં 11-12 જૂન અને 13 થી 16 જૂન દરમિયાન વરસાદની આગાહી છે, જ્યારે હિમાચલ પ્રદેશમાં પણ અનેક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં 12 થી 14 જૂન વચ્ચે હળવાથી ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ દરમિયાન ચોમાસું પણ ધીમે ધીમે આગળ વધી રહ્યું છે અને બિહાર, ઝારખંડ તથા છત્તીસગઢ તરફ આગળ વધતું જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગે લોકોને સાવચેત રહેવા અને ખરાબ હવામાન દરમિયાન ઘરની બહાર ન નીકળવાની સલાહ આપી છે.આ પણ વાંચોઃ Indian Railways : ભારતીય રેલવેનો મોટો નિર્ણય, દેશભરના રેલવે સ્ટેશનો પર થશે 'ફાયર સેફ્ટી ઓડિટ

Read Full Story arrow_forward
Gujarat Latest News Live : બોર્ડર પર પોલીસનું મોટું ઓપરેશન,  ઉચ્ચ IPS અધિકારીઓ સરહદી ગામોમાં ઉતર્યા
calendar_today June 11, 2026

Gujarat Latest News Live : બોર્ડર પર પોલીસનું મોટું ઓપરેશન, ઉચ્ચ IPS અધિકારીઓ સરહદી ગામોમાં ઉતર્યા

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 11JUNE ના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Tapi: નિઝરના સુલવાડા ગામે ભૂસ્તર વિભાગ અને સુરત ફ્લાઈંગ સ્ક્વોડની મધરાતે રેડ
calendar_today June 11, 2026

Tapi: નિઝરના સુલવાડા ગામે ભૂસ્તર વિભાગ અને સુરત ફ્લાઈંગ સ્ક્વોડની મધરાતે રેડ

તાપી જિલ્લાના નિઝર અને કુકરમુંડા તાલુકામાંથી પસાર થતી તાપી નદીનો પટ ઉચ્ચ ગુણવત્તાવાળી રેતી માટે જાણીતો છે. આ કુદરતી સંપત્તિ પર લાંબા સમયથી ખનીજ માફિયાઓએ મનસ્વી રીતે કબજો જમાવી રાખ્યો હોવાની ફરિયાદો ગાંધીનગર સુધી પહોંચી હતી. સ્થાનિક સ્તરે બાતમી લીક થઈ જતી હોવાના કારણે આ વખતે સુરત ફ્લાઈંગ સ્ક્વોડની સ્પેશિયલ ટીમને ઓપરેશનની જવાબદારી સોંપાઈ હતી. સુરત ખાણ વિભાગ અને તાપી ભૂસ્તર વિભાગની સંયુક્ત ટીમે ગઈકાલે મોડી રાત્રે ગુપ્ત આયોજન કરીને નિઝરના સુલવાડા ગામની સીમમાં રેડ કરી હતી.નાવડી અને હિટાચી મશીન વડે થતું હતું મોટું સ્કેમઅધિકારીઓ જ્યારે રાત્રે 1 થી 2 વાગ્યાની આસપાસ ખાનગી વાહનોમાં સુલવાડા ગામે નદીના પટ પર પહોંચ્યા ત્યારે ત્યાં દ્રશ્યો જોઈને ચોંકી ગયા હતા. રાત્રિના સમયે સરકારી નિયમો વિરૂદ્ધ લાઈટો ગોઠવીને હિટાચી મશીન વડે નદીમાંથી રેતી ખોદવામાં આવી રહી હતી. એટલું જ નહીં, નદીના ઊંડા પાણીમાંથી રેતી સક્શન કરવા માટે એક મોટી નાવડી (બોટ) પણ ઓપરેટ કરવામાં આવી રહી હતી. ત્યાં હાજર મજૂરો અને ચાલકોમાં સરકારી ગાડીઓ જોતા જ દોડધામ મચી ગઈ હતી.2.50 કરોડનો મુદ્દામાલ સીઝ, પોલીસ ફરિયાદની તજવીજભૂસ્તર વિભાગે કાયદાનો કોરડો વીંઝતા સ્થળ પરથી રેતી ભરીને વહન કરવા માટે લાઈનમાં ઉભેલા ૯ જેટલા હાઈટેક ડમ્પરો, રેતી ખોદવાનું હિટાચી મશીન, ટ્રેક્ટર અને નદીમાં તરતી નાવડી સહિતનો તમામ મુદ્દામાલ સ્થળ પર જ સીઝ (જપ્ત) કરી લીધો હતો. આ તમામ સામગ્રીની કુલ બજાર કિંમત અંદાજે 2.50 કરોડ રૂપિયા આંકવામાં આવી છે. જપ્ત કરાયેલા તમામ વાહનોને સુરક્ષિત સરકારી કસ્ટડીમાં ખસેડવામાં આવ્યા છે. ખનીજ ચોરી કરનારા મૂળ માલિકો અને કંપનીઓ સામે રોયલ્ટી ચોરી અને પર્યાવરણને નુકસાન પહોંચાડવા બદલ કરોડો રૂપિયાનો દંડ ફટકારવાની અને કાયદેસરની પોલીસ ફરિયાદ (FIR) નોંધવાની કાર્યવાહી હાલ હાથ ધરવામાં આવી છે.આ પણ વાંચો:  ગુજરાતમાં એકતરફ પારો 42 ડિગ્રીને પાર, તો બીજી તરફ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આવશે મધ્યમ વરસાદ

Read Full Story arrow_forward