android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat: અમરોલીમાં 14 વર્ષ પહેલાં મિત્રનું મર્ડર કરનાર હત્યારો બિહારમાંથી ઝડપાયો
calendar_today June 11, 2026

Surat: અમરોલીમાં 14 વર્ષ પહેલાં મિત્રનું મર્ડર કરનાર હત્યારો બિહારમાંથી ઝડપાયો

સુરત શહેર પોલીસ કમિશનરની કડક સૂચના અન્વયે નાસતા-ફરતા રીઢા ગુનેગારોને પકડવા માટે ક્રાઇમ બ્રાન્ચની ટીમો અલગ-અલગ રાજ્યોમાં તપાસ ચલાવી રહી છે. આ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચના હ્યુમન ઇન્ટેલિજન્સ અને સ્ટાફને એક ચોક્કસ બાતમી મળી હતી કે, વર્ષ 2012માં અમરોલી વિસ્તારમાં બનેલી એક ચકચારી હત્યાની ઘટનાનો મુખ્ય આરોપી બિહારમાં આશરો લઈને બેઠો છે. આ બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની એક વિશેષ ટીમ તાત્કાલિક બિહાર રવાના થઈ હતી અને સ્થાનિક પોલીસની મદદથી વોચ ગોઠવીને 14 વર્ષથી ફરાર આરોપી ભોલા સત્યનારાયણ સિંગને રંગેહાથ ઝડપી પાડ્યો છે.સામાન્ય રૂમ ભાડા માટે મિત્રને જ મોતને ઘાટ ઉતાર્યો હતોઆ કેસની વિગત એવી છે કે, વર્ષ 2012માં સુરતના શ્રમિક બહુલ વિસ્તાર એવા અમરોલીમાં આરોપી ભોલા સિંગ અને તેનો મિત્ર સાથે રહેતા હતા. બંને કમાણી કરવા માટે બિહારથી સુરત આવ્યા હતા અને લુમ્સ અથવા ડાઇંગ મિલોમાં મજૂરી કામ કરતા હતા. એક રાત્રે બંને વચ્ચે રૂમનું ઘર ભાડું કોણે કેટલું ચૂકવવું તે બાબતે બોલાચાલી થઈ હતી. આ સામાન્ય વિવાદ એટલો ઉગ્ર બન્યો હતો કે, આવેશમાં આવીને ભોલા સત્યનારાયણ સિંગે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને પોતાના જ પરમ મિત્રની ઘાતકી હત્યા કરી નાખી હતી.પોલીસને ચકમો આપી 14 વર્ષ કાઢ્યામિત્ર લોહીલુહાણ હાલતમાં ઢળી પડતાં જ ભોલા સિંગ ઘર બંધ કરીને રાતોરાત સુરત છોડીને ભાગી ગયો હતો. અમરોલી પોલીસે તે સમયે હત્યાનો ગુનો નોંધી તપાસ કરી હતી, પરંતુ આરોપી વારંવાર પોતાના લોકેશન અને ઓળખ બદલતો હોવાથી પોલીસના હાથે લાગતો ન હતો. લાંબા સમય બાદ ક્રાઇમ બ્રાન્ચે તેના વતનની આસપાસના લોકો પર સોશિયલ મીડિયા અને લોકલ સોર્સથી નજર રાખી હતી. છેવટે ૧૪ વર્ષ બાદ આરોપી ભોલા સિંગ કાયદાના સિકંજામાં આવી ગયો છે. સુરત લાવવામાં આવ્યા બાદ તેની પ્રાથમિક પૂછપરછ કરીને ક્રાઇમ બ્રાન્ચે આગળની કાનૂની કાર્યવાહી માટે તેને અમરોલી પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે.આ પણ વાંચો:  Tapi: નિઝરના સુલવાડા ગામે ભૂસ્તર વિભાગ અને સુરત ફ્લાઈંગ સ્ક્વોડની મધરાતે રેડ

Read Full Story arrow_forward
Border Security : પોલીસનો મેગા એક્શન પ્લાન, આજે IPS અધિકારીઓ કચ્છ અને વાવ-થરાદની સરહદે જશે
calendar_today June 11, 2026

Border Security : પોલીસનો મેગા એક્શન પ્લાન, આજે IPS અધિકારીઓ કચ્છ અને વાવ-થરાદની સરહદે જશે

ગુજરાતની આંતરરાષ્ટ્રીય અને આંતરરાજ્ય સરહદોની સુરક્ષાને વધુ અભેદ્ય બનાવવા માટે રાજ્ય પોલીસ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. સરહદી સુરક્ષા અને ગ્રામીણ વિકાસના ડબલ એજન્ડા સાથે આજે રાજ્યના ઉચ્ચ IPS અધિકારીઓ કચ્છ તેમજ વાવ-થરાદ જિલ્લાના સરહદી વિસ્તારોની મુલાકાતે પહોંચી રહ્યા છે. પોલીસ વિભાગ દ્વારા ઘડવામાં આવેલા બે દિવસીય વિશેષ મેગા એક્શન પ્લાનનો આજથી વિધિવત પ્રારંભ થઈ રહ્યો છે. આ મુલાકાત અંતર્ગત ઉચ્ચ અધિકારીઓ માત્ર સરહદોનું નિરીક્ષણ જ નહીં કરે, પરંતુ સરહદી ગામડાઓમાં રાત્રિ રોકાણ પણ કરવાના છે.ચેકપોસ્ટ અને સ્થાનિક પોલીસ સ્ટેશનોની રૂબરૂ મુલાકાત આ આયોજન પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય સ્થાનિક સ્તરે સુરક્ષાની સ્થિતિ મજબૂત કરવાનો અને ગ્રામજનોમાં સુરક્ષાની ભાવના વધારવાનો છે. આ બે દિવસીય પ્રવાસ દરમિયાન IPS અધિકારીઓ BSF (બોર્ડર સિક્યોરિટી ફોર્સ) ની ચેકપોસ્ટ અને સ્થાનિક પોલીસ સ્ટેશનોની રૂબરૂ મુલાકાત લઈને સુરક્ષા વ્યવસ્થાની ઝીણવટભરી સમીક્ષા કરશે. સરહદ પારથી થતી શંકાસ્પદ પ્રવૃત્તિઓ અટકાવવા માટે પોલીસ અને BSF વચ્ચેના સંકલનને વધુ મજબૂત કરવા પર ભાર મૂકવામાં આવશે. સ્થાનિક ગ્રામજનો સાથે સીધો સંવાદ કરશે સુરક્ષાની સાથે-સાથે આ મુલાકાત ગ્રામીણ વિકાસ સાથે પણ જોડાયેલી છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓ સરહદી ગામોના સરપંચ, પંચાયતના સભ્યો અને સ્થાનિક ગ્રામજનો સાથે સીધો સંવાદ કરશે. આ માટે રાત્રિના સમયે વિશેષ 'રાત્રિ ગ્રામસભા'નું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેથી લોકોની સમસ્યાઓ સ્થળ પર જ સાંભળી શકાય. લોકજાગૃતિ અને સુરક્ષા બંને મજબૂત બનશે આ ઉપરાંત, સરહદી વિસ્તારોમાં પાયાની સુવિધાઓ જેવી કે આંગણવાડી, સરકારી શાળાઓ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોની ભૌતિક સ્થિતિનો પણ તાગ મેળવવામાં આવશે. રાજ્યના ટોચના પોલીસ અધિકારીઓ સીધા ફિલ્ડમાં ઉતરતા સરહદી વિસ્તારોમાં લોકજાગૃતિ અને સુરક્ષા બંને મજબૂત બનશે.આ પણ વાંચો----    Gujarat Latest News Live : રાજ્યમાં ગરમી વચ્ચે વરસાદની આગાહી

Read Full Story arrow_forward
Weather Update: ગુજરાતમાં એકતરફ પારો 42 ડિગ્રીને પાર, તો બીજી તરફ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આવશે મધ્યમ વરસાદ
calendar_today June 11, 2026

Weather Update: ગુજરાતમાં એકતરફ પારો 42 ડિગ્રીને પાર, તો બીજી તરફ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આવશે મધ્યમ વરસાદ

ગુજરાતમાં ડબલ ઋતુનો ચમકારો જોવા મળી રહ્યો છે. રાજ્યના નાગરિકો અત્યારે કાળઝાળ ગરમી અને અસહ્ય ઉકળાટનો સામનો કરી રહ્યા છે, ત્યારે જ હવામાન વિભાગ તરફથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે ગરમીની વચ્ચે જ વરસાદની આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સીધી અસર હેઠળ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાય વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે, જ્યારે અન્ય જિલ્લાઓમાં વાતાવરણ વાદળછાયું રહેશે.દક્ષિણ ગુજરાતમાં પડશે વરસાદ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દક્ષિણ ગુજરાતના નવસારી, ડાંગ, તાપી અને વલસાડ જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડવાની પૂરેપૂરી સંભાવના છે. આ ઉપરાંત કેન્દ્રશાસિત પ્રદેશ દમણ, દાદરા નગર હવેલી તેમજ સુરત, નર્મદા, દ્વારકા, જૂનાગઢ અને અમરેલી જિલ્લામાં પણ વરસાદી ઝાપટાં પડી શકે છે. ગરમી અને બફારાનો પ્રકોપ યથાવત રહેશે વરસાદની આ આગાહી વચ્ચે પણ રાજ્યમાં ગરમી અને બફારાનો પ્રકોપ યથાવત રહેશે. આગામી દિવસોમાં મોટાભાગના શહેરોમાં મહત્તમ તાપમાન 40 થી 42 ડિગ્રીની આસપાસ નોંધાઈ શકે છે. અમદાવાદ 42.8 ડિગ્રી તાપમાન તાજેતરના આંકડાઓ પર નજર કરીએ તો, અમદાવાદ 42.8 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું છે. આ સિવાય સુરેન્દ્રનગરમાં 42.3 ડિગ્રી, પાટનગર ગાંધીનગરમાં 42.1 ડિગ્રી, ભાવનગરમાં 42.1 ડિગ્રી, રાજકોટમાં 41.2 ડિગ્રી, વિદ્યાનગરમાં 40.9 ડિગ્રી અને અમરેલીમાં 40.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે ઉત્તર ગુજરાતના ડીસામાં 40.3 ડિગ્રી, વડોદરામાં 39.4 ડિગ્રી અને સુરતમાં પારો 35.4 ડિગ્રી રહ્યો છે. બપોરના સમયે ગરમ પવનો ફૂંકાવાને કારણે લોકોને ઘરમાં પુરાઈ રહેવાની ફરજ પડી રહી છે, ત્યારે આ અણધાર્યો વરસાદ લોકોને ગરમીથી થોડી રાહત આપશે કે બફારો વધારશે તે જોવું રહ્યું.આ પણ વાંચો----     Gujarat Latest News Live : રાજ્યમાં ગરમી વચ્ચે વરસાદની આગાહી

Read Full Story arrow_forward