android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Dahod: સિંગવડ અને ગોવિંદ ગુરુ લીમડી તાલુકાને જોડતો માર્ગ બિસમાર
calendar_today June 11, 2026

Dahod: સિંગવડ અને ગોવિંદ ગુરુ લીમડી તાલુકાને જોડતો માર્ગ બિસમાર

સિંગવડ નગરથી કાળિયારાઈ થઈ લીમડી તાલુકાને જોડતો મુખ્ય માર્ગ છેલ્લા કેટલાય વર્ષોથી બિસમાર છે. માર્ગ પર ઠેરઠેર પડેલા ખાડા, ઊખડી ગયેલી ડામરની સપાટી અને બંને બાજુની તૂટી ગયેલી કિનારીઓના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અકસ્માતના સતત ભય વચ્ચે હજારો લોકો રોજિંદી અવરજવર કરવા મજબૂર બન્યા છે.આ માર્ગ પરથી તાલુકા કક્ષાની આર્ટ્સ કોલેજ, આઈ.ટી.આઈ., એ.એન.એમ., જી.એન.એમ., બી.એડ. કોલેજ સહિત વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓ રોજ પસાર થાય છે. ઉપરાંત તાલુકા કક્ષાના વિવિધ સરકારી કામો માટે આવતા લાભાર્થીઓ, આસપાસની શાળાઓના વિદ્યાર્થીઓ તેમજ સામાન્ય નાગરિકો માટે પણ આ માર્ગ અત્યંત મહત્વનો છે. વિસ્તારમાં આવેલા પ્રસિદ્ધ ભમરેચી માતાના મંદિરે દરરોજ તેમજ તહેવારો દરમિયાન હજારો શ્રાદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે. અન્ય જિલ્લાઓ તથા રાજસ્થાન તરફ્ જવા-આવવા માટે પણ આ માર્ગ જીવાદોરી સમાન માનવામાં આવે છે. લીમડી માર્કેટ સુધી શાકભાજી અને અન્ય કૃષિ પેદાશો પહોંચાડતા ખેડૂતો માટે પણ આ માર્ગ મુખ્ય સંપર્ક માર્ગ તરીકે ઉપયોગમાં લેવાય છે. માર્ગની હાલત એટલી ખરાબ બની ગઈ છે કે અનેક સ્થળોએ ડામરની સપાટી સંપૂર્ણપણે ઊખડી ગઈ છે અને મોટા ખાડાઓ પડી ગયા છે. જેના કારણે બાઈકચાલકો, નાના વાહનચાલકો તથા રાત્રિના સમયે મુસાફરી કરતા લોકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. સાથે સાથે વાહનોના સમારકામ પાછળ વધારાનો ખર્ચ પણ કરવો પડી રહ્યો છે.જેથી વહેલીતકે આ માર્ગનું સમારકામ કરવા અથવા નવો બનાવવા માગ કરાઈ છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Dhrangadhra: ધ્રાંગધ્રા તાલુકા ગ્રામ્ય હત્યા કેસનો 9 વર્ષથી ફરાર આરોપીને પોલીસે ઝડપી પાડયો
calendar_today June 11, 2026

Dhrangadhra: ધ્રાંગધ્રા તાલુકા ગ્રામ્ય હત્યા કેસનો 9 વર્ષથી ફરાર આરોપીને પોલીસે ઝડપી પાડયો

સુરેન્દ્રનગર : ધ્રાંગધ્રા ગ્રામ્યમાં વર્ષ 2017માં હત્યાનો બનાવ બન્યો હતો. જેનો આરોપી ધ્રાંગધ્રાની ખારીશેરીમાં રહેતો સંગ્રામ ઉર્ફે મુન્નો ગોકળભાઈ સાનીયા ભરવાડ પોલીસ ધરપકડ ટાળવા નાસતો ફરતો હતો. ત્યારે રાજકોટ રેન્જની ટીમને આ શખ્સ ધ્રાંગધ્રાના મયુરનગરમાં હોવાની હ્યુમન સોર્સથી માહીતી મળી હતી. જેમાં રેન્જની ટીમના યોગેન્દ્રસિંહ ચુડાસમા, ધર્મેન્દ્રસિંહ વાઘેલા, રાજદીપસિંહ ઝાલા, દીલીપભાઈ સીંધવ સહિતનાઓએ વોચ રાખી 9 વર્ષથી ફરાર આરોપીને ઝડપી લઈ ધ્રાંગધ્રા તાલુકા પોલીસના હવાલે કર્યો છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Godhra: શાળા પ્રવેશોત્સવમાં 100 ટકા નામાંકન કરવા પર ભાર મૂકાયો
calendar_today June 11, 2026

Godhra: શાળા પ્રવેશોત્સવમાં 100 ટકા નામાંકન કરવા પર ભાર મૂકાયો

ગોધરા તાલુકાના અંબાલી છાત્રાલય મુકામે નવા શૈક્ષણિક સત્રના આયોજન અને ગુણવત્તાસભર શિક્ષણના હેતુસર શાળાઓના આચાર્યોની માર્ગદર્શક બેઠક યોજાઈ હતી. બેઠકમાં સીઆરસી કો-ઓર્ડિનેટર કૌશિક પટેલ દ્વારા વિવિધ શૈક્ષણિક અને વહીવટી મુદ્દાઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.બેઠકમાં શાળા પ્રવેશોત્સવ અંતર્ગત 100 ટકા નામાંકન સુનિશ્ચિત કરવું, શાળા છોડનાર બાળકોને પુનઃપ્રવેશ અપાવવો, બેક ટુ સ્કૂલ અભિયાનને અસરકારક બનાવવું, સ્થળાંતરિત (માઈગ્રેશન) બાળકોના શિક્ષણની સાત્યતતા જાળવવી તેમજ ટ્રાન્સપોર્ટેશન સુવિધાનો યોગ્ય લાભ વિદ્યાર્થીઓને મળે તે અંગે ચર્ચા કરાઈ હતી. આ ઉપરાંત નિપુણ ભારત મિશન અંતર્ગત લક્ષિત શૈક્ષણિક પરિણામો પ્રાપ્ત કરવા, વિદ્યાર્થીઓમાં પાયાની સાક્ષરતા અને ગણનાકૌશલ્ય વિકસાવવા, શૈક્ષણિક ગુણવત્તા સુધારવા તેમજ સતત મૂલ્યાંકન પર વિશેષ ભાર મૂકાયો હતો. બેઠકમાં CTS, આધાર અપડેશન, UDISE Plus સહિત વિવિધ ઓનલાઈન ડેટાની સમયસર અને ચોકસાઈપૂર્વકની એન્ટ્રી કરવા સૂચના આપી હતી. નવીન એસ.એમ.સી. બોડીની રચના, શાળા વિકાસ યોજનાની તૈયારી, શૈક્ષણિક રેકોર્ડનું યોગ્ય સંચાલન તથા સરકારી માર્ગદર્શિકાના અમલીકરણ અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. શાળાઓમાં હરિયાળી અને પર્યાવરણ જાગૃતિ વધારવા વૃક્ષારોપણ કાર્યક્રમોનું આયોજન, સ્વચ્છતા અભિયાન, પાણી અને ઊર્જા સંરક્ષણ જેવી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા આહવાન કરાયું હતું. શિક્ષણમાં ડિજિટલ પ્લેટફેર્મ, ઈ-સામગ્રી, ઓનલાઈન શૈક્ષણિક સાધનો અને ટેક્નોલોજીના અસરકારક ઉપયોગ દ્વારા શિક્ષણને વધુ રસપ્રદ અને પરિણામલક્ષી બનાવવા પર ભાર મૂકાયો હતો.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward