Himatnagar: હિંમતનગર તાલુકામાં એક જ રાતમાં ચાર ગામોમાંથી વાહન, મંદિરમાંથી ચોરી થઈ
સાબરકાંઠા જિલ્લામાં પોલીસ તંત્ર કાયદો અને વ્યવસ્થાની ભલે ગુલબાંગ પોકારી રહ્યું છે ત્યારે હિંમતનગર સહિત સમગ્ર જિલ્લામાં વારંવાર વાહન ચોરી ઘરફોડ તથા મંદિરોમાં થતી ચોરીની ફરિયાદ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ચુકી છે ત્યારે મંગળવારે રાત્રે તસ્કરોએ પોલીસને પડકાર ફેંકયો હોય તેમ હિંમતનગર તાલુકાના ચાર ગામમાં એક જ રાતમાં ચાેરીને અંજામ આપ્યો છે જે ઘટના ગણુ બધુ કહી જાય છે. સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, હિંમતનગર તાલુકા માંકડી, ગાંધીપુરા કંપા, મોતીપુરા અને ખાપરેટા ગામમાં ચોરી થયાની ઘટના પ્રકાશમાં આવી છે ત્યારે અજાણ્યા શખ્સો માંકડી અને ગાંધીપુરા કંપામાંથી બાઈકની ચોરી કરી લઈ ગયા છે જે અંગે બુધવારે સવારે ખબર પડી હતી. આ ઉપરાંત અજાણ્યા શખ્સોએ મોતીપુરા તથા ખાપરેટા ગામમાં આવેલ મંદિરમાં પણ ચોરીના ઈરાદે પ્રવેશ કરી અજાણયા શખ્સો કેટલીક ચીજવસ્તુઓ લઈ ગયા છે જોકે બાઈક લઈને જતા શખ્સો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ચુકયા છે. જે અંગે હવે સંલગ્ન પોલીસ સ્ટેશનના અધિકારીઓ સીસીટીવી ફુટેજને આધારે ગુનો નોંધી વધુ તપાસ કરશે. ઉલ્લેખનીય છે કે, અઠવાડીયા અગાઉ હિંમતનગરમાં લાખો રૂપિયાની બે ચોરીની ઘટનાઓ નોંધાઈ ચુકી છે જેથી હવે પોલીસ તંત્ર પ્રજાના જાન માલની રક્ષા કરવા માટે જરૂર પડે રાત્રે પેટ્રોલીંગ વધારે તેવું પ્રજા ઈચ્છી રહી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward