android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Himatnagar: ગુજરાત, રાજસ્થાનમાંથી બાઈક અને મંદિરમાં ચોરી કરતાં 2 પ્રાંતિજથી ઝબ્બે
calendar_today June 11, 2026

Himatnagar: ગુજરાત, રાજસ્થાનમાંથી બાઈક અને મંદિરમાં ચોરી કરતાં 2 પ્રાંતિજથી ઝબ્બે

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ કમાલપુર કોલેજ પાસેના નેશનલ હાઈવે પરથી મંગળવારે પ્રાંતિજ પોલીસે શંકને આધારે નંબર વગરના બાઈક પર હિંમતનગરથી અમદાવાદ તરફ જતાં બે શખ્સનોને ઝડપી લઈ કડક પુછપરછ કરતાં તેમણે રાજસ્થાન અને ગુજરાતમાં 16 બાઈક અને કેટલાક મંદિરોમાં ચોરી કર્યાની કબૂલાત કર્યા બાદ પ્રાંતિજ પોલીસે રૂ.3.68 લાખનો મુદ્દામાલ કબ્જે લઈ વધુ પુછપરછ હાથ ધરી છે. આ અંગે પ્રાંતિજના પીઆઈ એ.એમ.વાળા તથા સ્ટાફના જણાવાયા મુજબ, મંગળવારે કમાલપુર કોલેજ નજીકથી નંબર વગરના બાઈક પર જઈ રહેલ 2 ઈસમો અગાઉ મળેલી બાતમી મુજબ, અમદાવાદ તરફ જઈ રહ્યા હતા ત્યારે પોલીસે તેમને અટકાવી બાઈક દસ્તાવેજી પુરાવા રજુ કરવા જણાવ્યું હતું પરંતુ પકડાયેલા પોશીના તાલુકાના સેબલીયા ગામના પરેશ નાથાભાઈ ગમાર તથા કોટડા તાલુકાના સડા ગામના કલ્પેશ ઉર્ફે કુકો લક્ષ્મણ પારઘી દ્વારા કોઈ આધાર પુરાવા રજુ કરવામાં ન આવતાં પોલીસે બંનેની અટકાયત કરી હતી. ત્યારબાદ કડક પુછપરછ કરાતાં આ બંને જણાએ ઈડર, જાદર, રાજસ્થાનના શિવગંજ, બનાસકાંઠાના પાલનપુર, ઉંઝા, ગુણભાખરી, કોટડા પાસેના બીલવણ, પાલનપુરની રામપુર ચોકડી, ખેડબ્રહ્મા, બનાસકાંઠાના દાંતા સહિત અન્ય સ્થળેથી બાઈકની ચોરી કરી હોવાની કબુલાત કરી હતી ઉપરાંત આ બંને જણાએ કેટલાક મંદિરોમાં પણ ચોરી કરી હોવાનું કબુલતા પોલીસે તેમની પાસેથી નાના મોટા પાંચ ચાંદીના છત્તર કબ્જે લીધા હતા. જે છત્તરની ચોરી તેમણે ઓડાની સીમમાં આવેલ મંદિરમાંથી ચોરી કર્યાની કબુલાત કર્યા બાદ પ્રાંતિજ પોલીસે રૂ.3.68 લાખનો મુદ્દામાલ કબ્જે લઈ વધુ તપાસ માટે બંનેને જાદર પોલીસને હવાલે કર્યા હતા.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Panchmahal: વસાદરા, ભમરિયા અને કેનપુર ગામે જળાશયોની સફાઈ કરાઈ
calendar_today June 11, 2026

Panchmahal: વસાદરા, ભમરિયા અને કેનપુર ગામે જળાશયોની સફાઈ કરાઈ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 12 વર્ષના કાર્યકાળ પૂર્ણ થવાના અવસરે સમગ્ર રાજ્યમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલન તેમજ વિવિધ લોકકલ્યાણના કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે. આ ઉજવણીના ભાગરૂપે મહીસાગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્વચ્છતા અભિયાનને વધુ વેગવંતુ બનાવવામાં આવ્યું છે. જે અંતર્ગત આજરોજ બાલાસિનોર તાલુકાની વસાદરા ભમરીયા ગ્રામ પંચાયત અને સંતરામપુર તાલુકાના કેનપુર ગામે જળાશયો અને ખુલ્લા પ્લોટ સફઈ ઝુંબેશ યોજાઈ હતી.આ ઝુંબેશ દરમિયાન ગામના તળાવ, કુંડ અને નાળાની ઝીણવટભરી સફઈ હાથ ધરાઈ હતી. વિશેષ કરીને જળાશયોમાંથી પ્લાસ્ટિકનો કચરો, બિનજરૂરી ઘાસ-ઝાંખરા અને અન્ય ઘન કચરો દૂર કરી જળસ્ત્રોતોને સ્વચ્છ અને જીવંત બનાવવાનો સઘન પ્રયાસ કરાયો હતો. ગામના વિવિધ વિસ્તારોમાં આવેલા ખુલ્લા પ્લોટોમાં પડેલો કચરો એકત્રિત કરાયો હતો અને વૈજ્ઞાનિક ઢબે તેનો યોગ્ય નિકાલ કરાયો હતો. આ કાર્યક્રમમાં ગ્રામ પંચાયતના સભ્યો, સફઈ કર્મચારીઓ, મહિલા મંડળો, યુવાનો તથા ગ્રામજનોએ શ્રામદાન કર્યું હતું. સ્વચ્છતા કાયમ જાળવવા અનુરોધ કરાયો હતો.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Himatnagar: સાબરકાંઠા જિલ્લામાં લોકભાગીદારી સાથે સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી
calendar_today June 11, 2026

Himatnagar: સાબરકાંઠા જિલ્લામાં લોકભાગીદારી સાથે સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી

સ્વચ્છ ગામ થકી સ્વચ્છ જિલ્લા, સ્વચ્છ રાજ્ય અને સ્વચ્છ દેશના સંકલ્પને સાકાર કરવામાં ગુજરાત રાજ્ય હંમેશા અગ્રેસર રહ્યું છે ત્યારે ગ્રામજનોના સર્વાંગી સ્વાસ્થ્ય, સુખાકારી અને આદર્શ ગ્રામ પંચાયતની વિભાવનાને ચરિતાર્થ કરવા માટે સાબરકાંઠા જિલ્લામાં સ્વચ્છ ભારત મિશન અંતર્ર્ગત સ્વચ્છતા સપ્તાહ અભિયાનનો બુધવારથી પ્રારંભ કરાયો છે. લોકભાગીદારી થકી આ અભિયાનને વધુ સક્રિય, વ્યાપક અને પરિણામલક્ષી બનાવવા માટે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં એક સફાઈ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ર્ગત સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના માલીવાડ, વડાલી તાલુકાના થુરાવાસ, ઇડર તાલુકાના ભદ્રેસર ગામે તેમજ વિજયનગર તાલુકાના ગાડી ગામે ગ્રામજનો અને વહીવટી તંત્રના સહયોગથી વ્યાપક સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી. અભિયાન અંતર્ર્ગત ગામોના ખુલ્લા પ્લોટો, તળાવો, જળાશયોના હેન્ડપંપ તેમજ સેગ્રીગેશન શેડની આસપાસની જગ્યાઓ પરથી કચરાનો નિકાલ કરીને જાહેર સ્થળોને સ્વચ્છ બનાવવામાં આવ્યા હતા. ગ્રામીણ સ્તરે સ્વચ્છતા પ્રત્યે જાગૃત્તિ લાવવાના આ ઉમદા આશ્ય સાથે શરૂ કરાયેલા આ કાર્યક્રમમાં વિવિધ પદાધિકારીઓ, ઉચ્ચ અધિકારીઓ, જે-તે ગામના સરપંચ તેમજ ગ્રામજનોએ ઉપસ્થિત રહીને શ્રામદાન કર્યું હતું.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward