android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Panchmahal: બોડેલીના હરખલી કોતર ઉપરની ચાર દુકાનો હટાવી દેવામાં આવી
calendar_today June 11, 2026

Panchmahal: બોડેલીના હરખલી કોતર ઉપરની ચાર દુકાનો હટાવી દેવામાં આવી

બોડેલી નગર માં વર્ષોથી ચોમાસા દરમિયાન સર્જાતી પાણી ભરાવાની સમસ્યાના કાયમી ઉકેલ માટે બોડેલી નગર પાલિકા દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે. હરખલી કોતરની સફઈ અને સુધારણા સાથે અલીપુરા ચાર રસ્તા નજીક ચાર દુકાનો દૂર કરી વધારાની બે મોટી પાઇપો નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.બોડેલીના બોડેલી અલીખેરવા, ચાચક, ઢોકલીયા સહિતના નીચાણવાળા વિસ્તારોમાં દર વર્ષે ચોમાસા દરમિયાન વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાતી હતી. આ સમસ્યાના કાયમી ઉકેલ માટે બોડેલી નગરપાલિકા દ્વારા હરખલી કોતરની સફઈ અને નાળાની ક્ષમતા વધારવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. અલીપુરા ચાર રસ્તા નજીક જુના જકાતનાકા પાસે આવેલા હરખલી કોતરના નાળામાં અગાઉ માત્ર એક પાઇપ હતી. વરસાદી પાણીનો પ્રવાહ વધતા આ પાઇપ પૂરતી સાબિત થતી ન હતી. જેના કારણે પાણીનો નિકાલ ધીમો બનતો અને અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતું હતું. હવે નગરપાલિકા દ્વારા વધારાની બે મોટી પાઇપો નાખી પાણીનો પ્રવાહ વધુ સરળ અને ઝડપી બનાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.આ કામગીરી માટે હરખલી કોતર ઉપર વર્ષોથી ઉભેલી ચાર દુકાનો દૂર કરવામાં આવી છે. બે હિટાચી મશીન, ચાર જેટલા જેસીબી, હાઇડ્રા સહિતની ભારે મશીનરીની મદદથી નાળાનું વિસ્તરણ અને પાઇપલાઇન બેસાડવાની કામગીરી ઝડપથી ચાલી રહી છે.નગર પાલિકાના નવા ચૂંટાયેલા પ્રમુખ ઉમેશભાઈ રાઠવા સહિતના નગરસેવકો અને અધિકારીઓ પણ સ્થળ પર હાજર રહી કામગીરીની દેખરેખ રાખી રહ્યા છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Chhotaudepur: નસવાડી નગરના સ્ટેશનરીના બજારમાં મંદીથી વેપારીઓ નિરાશ
calendar_today June 11, 2026

Chhotaudepur: નસવાડી નગરના સ્ટેશનરીના બજારમાં મંદીથી વેપારીઓ નિરાશ

રાજ્યભરમાં નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને શાળાઓમાં વિદ્યાર્થીઓના કલરવ સાથે નવા સત્રની શરૂઆત થઈ ગઈ છે. સામાન્ય રીતે શૈક્ષણિક વર્ષ શરૂ થતાં જ સ્ટેશનરી બજારોમાં ભારે ચહલપહલ જોવા મળતી હોય છે. વિદ્યાર્થીઓ અને વાલીઓ પુસ્તકો, નોટબુક, પેન, પેન્સિલ, સ્કૂલ બેગ, યુનિફેર્મ તેમજ અન્ય શૈક્ષણિક સામગ્રીની ખરીદી માટે બજારોમાં ઉમટી પડતા હોય છે. જોકે આ વર્ષે નસવાડીના સ્ટેશનરી બજારમાં અપેક્ષા મુજબની ઘરાકી જોવા મળી રહી નથી, જેના કારણે વેપારીઓમાં નિરાશાનો માહોલ જોવા મળી રહ્યો છે.વેપારીઓના જણાવ્યા અનુસાર છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલી અસહ્ય ગરમી અને વધતા તાપમાનના કારણે લોકો જરૂરી કામ સિવાય ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. પરિણામે નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત હોવા છતાં સ્ટેશનરીની દુકાનો પર ગ્રાહકોની અવરજવર ખૂબ જ ઓછી જોવા મળી રહી છે. દર વર્ષે જૂન મહિનાના પ્રારંભમાં બજારમાં ખરીદીનો માહોલ જામતો હોય છે, પરંતુ આ વર્ષે બજારોમાં સામાન્ય દિવસો જેવી જ સ્થિતિ જોવા મળી રહી છે.સ્થાનિક વેપારીઓનું માનવું છે કે હાલમાં શાળાઓમાં પ્રવેશ પ્રક્રિયા, પાઠયપુસ્તકોના વિતરણ અને અન્ય શૈક્ષણિક કામગીરી ચાલુ હોવાથી ઘણા વિદ્યાર્થીઓ અને વાલીઓ હજુ ખરીદી માટે રાહ જોઈ રહ્યા છે. આગામી દિવસોમાં શાળાઓ નિયમિત રીતે શરૂ થતાં અને વિદ્યાર્થીઓને જરૂરી સામગ્રીની યાદી મળતાં બજારમાં ઘરાકી વધવાની સંભાવના છે. ઉપરાંત જો ગરમીમાં ઘટાડો થશે તો લોકો વધુ સંખ્યામાં ખરીદી માટે બહાર નીકળશે, જેના કારણે સ્ટેશનરી બજારમાં ફરી ચહલપહલ જોવા મળશે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Himatnagar: આમોદરામાં ડ્રેનેજ લાઈનના વિવાદ મુદ્દે સિંચાઈ અધિકારીઓ મુલાકાતે
calendar_today June 11, 2026

Himatnagar: આમોદરામાં ડ્રેનેજ લાઈનના વિવાદ મુદ્દે સિંચાઈ અધિકારીઓ મુલાકાતે

વિજયનગર તાલુકાના આમોદરા ગામનું તળાવ ઘણા વર્ષો પહેલાં તંત્રની બેદરકારીના કારણે લીકેજ થઈ મધ રાત્રે તૂટી જતાં નીચલા પટ્ટામાં વિનાશ વેર્યો હતો. જે ધટનાને તંત્ર ભૂલી ગયું હોય તે રીતે પાણીના નિકાલ માટે નાખવામાં આવી રહેલી ડ્રેનેજ લાઈન સાંકડી હોવાના વિવાદને લઈને પાલ પટ્ટા વિસ્તારના આગેવાનોએ વિજયનગર તાલુકા પ્રમુખને આવેદનપત્ર પાઠવી કામ બંધ કરી દેવાનો વિરોધ કર્યો હતો. જેને લઈને તાલુકા પ્રમુખ શૈલેષ બારા અને સિંચાઈખાતાના અધિકારીઓ સાથે આમોદરા તળાવની સ્થળ તપાસ કરવામાં આવી હતી. આ અંગે આમોદરા ગામ આગેવાનોએ જણાવ્યું હતું. તળાવના પાણીના નિકાલ માટે જે હાલ ડ્રેનેજ લાઈન નાખવામાં આવી રહી છે. તે એકદમ સાંકડી છે. જ્યારે ચોમાસા દરમિયાન તળાવ ઓવરફ્લો થાય અને વરસાદનું પાણી ડુંગરોમાંથી વધુ આવે તે સમયે આ લાઈનમાં પાણીના નિકાલ માટે સમસ્યા ઊભી થઈ શકે તેમ છે. જેથી આ ડ્રેનેજ લાઈન નાખવાના બદલે ખુલ્લી કેનાલ રાખવામાં આવે તેવી સ્થાનિકોની માગણી છે. સ્થળની મુલાકાતે આવેલા સિંચાઈ વિભાગના અધિકારી ચિંતન સુથારે જણાવ્યું હતું કે, આ અંગે ઉંચકક્ષાએ રજૂઆત કરી નિર્ણય હલ કરાશે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward