android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Vadodara: સાધલી -પોરનો રસ્તાની કામગીરી વહેલી તકે પુરી કરવા લોકોની માગ
calendar_today June 11, 2026

Vadodara: સાધલી -પોરનો રસ્તાની કામગીરી વહેલી તકે પુરી કરવા લોકોની માગ

શિનોર તાલુકાના સાધલીથી પોર જવાનો રસ્તો છેલ્લા 8 માસ ઉપરાંતથી બનવાનો શરૂ થયો હોવા છતાં આજ સુધી બન્યો નથી. જેને લઈને આ રોડ અકસ્માત ઝોન બની ગયો છે. આ રસ્તાની કામગીરી ચોમાસા પહેલા વહેલી તકે પુર્ણ કરવા લોકોની માગ છે.વડોદરાથી પોર થઈને સાધલી જઈ રહેલી એક કાર લીંગસ્થળીથી ટીંબરવા તરફ્ આવતાં પોલ્ટ્રી ફર્મ નજીક રોડ પર પાથરેલી કપચી અને માટીના કારણે ખાડામાં પલટી ખાઈ જતા અકસ્માત થયેલ હતો, પરંતુ સદભાગ્યે ગાડીના માલિકને કોઈ ઈજા થયેલ નથી. આ અગાઉ આ કક્ષામાં સ્લીપ થઈ જતા નોકરી જતા ત્રણ ચાર બાઈક સ્લીપ થઈ ગઈ હતી, પરંતુ કોઈ જાનહાનિ થઈ નહોતી અને ગત તા.4 એપ્રિલ 2026 ના રોજ એક નવી કાર કાયાવરોહણથી આવતા લિંગસ્થળી અને ટીમ્બરવા વચ્ચે એકાએક કપચીમાં ફસાઈ ગઈ હતી અને ઝાડ સાથે અથડાઈ પલટી હતી. તેમાં પણ માલિકનો આબાદ બચાવ થયો હતો.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Himatnagar: સાબરકાંઠા જિલ્લાના સર્વગ્રાહી વિકાસની પ્રતીતિ કરાવતી પ્રગતિ પથ યાત્રાનો પ્રારંભ
calendar_today June 11, 2026

Himatnagar: સાબરકાંઠા જિલ્લાના સર્વગ્રાહી વિકાસની પ્રતીતિ કરાવતી પ્રગતિ પથ યાત્રાનો પ્રારંભ

સાબરકાંઠા જિલ્લાના સર્વગ્રાહી વિકાસના મોડેલ, સહકારી, શૈક્ષણિક અને ઐતિહાસિક ગૌરવની પ્રતીતિ કરાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બુધવારથી પ્રગતિ પથ યાત્રાનો પ્રાંતિજ તાલુકાના વદરાડ ખાતે આવેલ સેન્ટર ઓફ એક્સેલન્સથી શરૂ થઈ હતી. જેનું સમાપન હિંમતનગરમાં કરાયું હતું. પ્રગતિ પથ યાત્રાના પ્રથમ દિવસે બુધવારે વદરાડ સેન્ટર ઓફ એક્સેલન્સ ખાતેથી શરૂ થઇ હતી, જ્યાં બાગાયત અધિકારી બિપિનસિંહ પઢીયાર દ્વારા સેન્ટરની સ્થાપના તેમજ સંસ્થા દ્વારા કરવામાં આવતી આધુનિક કામગીરી અંગે પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું હતું. ત્યાંથી યાત્રા સલાલ ખાતે આવેલા વૈશ્વિક મહત્વ ધરાવતા કર્કવૃત સાયન્સ પાર્ક ખાતે પહોંચી હતી જ્યાં ખગોળ વિજ્ઞાન અને પૃથ્વીની ગતિવિધિઓ વિશે જીવંત પ્રયોગો દ્વારા માર્ર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. ત્યારબાદ હિંમતનગરના ઐતિહાસિક ન્યાય મંદિર (કોર્ટ) ખાતે પ્રથમ દિવસની પ્રગતિ પથ યાત્રાનું સફળતાપૂર્વક સમાપન કરવામાં આવ્યું હતું. આ પ્રગતિપથ યાત્રામાં સાબરકાંઠાના સાંસદ, ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, પાલિકા પ્રમુખ અરૂણાબેન કડિયા, જિલ્લા કલેક્ટર લલિત નારાયણસિંઘ સાંદુ, પોલીસ વડા ડૉ. પાર્થરાજસિંહ ગોહિલ, અગ્રણી કનુભાઈ પટેલ સહિત વિવિધ હતા.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Himatnagar: ગુલાબની મુવાડી નજીક આવેલ ફેકટરીમાંથી ચોરીમાં સંડોવાયેલ બેને હિંમતનગરમાંથી ઝડપી લેવાયા
calendar_today June 11, 2026

Himatnagar: ગુલાબની મુવાડી નજીક આવેલ ફેકટરીમાંથી ચોરીમાં સંડોવાયેલ બેને હિંમતનગરમાંથી ઝડપી લેવાયા

રાજ્યના પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી દ્વારા ઓપરેશન કારાવાસ-2 હેઠળ તાજેતરમાં સાબરકાંઠા LCBએ બાતમીને આધારે મંગળવારે તલોદ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ ગુલાબની મુવાડી પાસેની એલ્યુમિનીયમ સેકશનની ભંગારની કંપનીમાંથી રૂ.3 લાખથી વધુના એલ્યુમિનીયમ ભંગારની ચોરીમાં સંડોવાયેલ બંને જણાને હિંમતનગરમાંથી ઝડપી લીધા હતા. ત્યારબાદ પકડાયેલા બંને વિરૂધ્ધ તલોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ હતી. આ અંગે એલસીબીના પીઆઈ ડી.સી.સાકરીયા, પીએસઆઈ એસ.જે.ચાવડા તથા સ્ટાફના જણાવાયા મુજબ, મંગળવારે તેમને એવી બાતમી મળી હતી કે, ગત તા.23થી 25 ફેબ્રુઆરીના સમયગાળામાં ગુલાબની મુવાડીની સીમમાં આવેલ એલ્યુમિનીયમ સેકશનની કંપનીમાંથી 30 કિલો વજનના ભંગારના 40 ગઠ્ઠા મળી રૂ.3 લાખની મત્તાની ચોરી કરી હતી. જે અંગેની ફરિયાદ તલોદ પોલીસ સ્ટેશનમાં નોંધાયા બાદ પોલીસે બાતમીને આધારે હિંમતનગર બસ સ્ટેન્ડ વિસ્તારમાંથી સની ગણપત ભરથરી અને મનોજ મંગળભાઈ રાવળ (બંને રહે.હરસોલી ચોકડી, જિ.ગાંધીનગર) હિંમતનગર બસ સ્ટેન્ડ વિસ્તારમાં ફરે છે જે આધારે એલસીબીએ બંનેને ઝડપી લઈ પુછપરછ કર્યા બાદ આ બંને જણાએ ચાર મહિના અગાઉ ગુલાબની મુવાડીની સીમમાં આવેલ એલ્યુમિનીયમ સેકશનની કંપનીમાં ચોરી કરી હોવાની કબૂલાત કર્યા બાદ તેમની ધરપકડ કરી વધુ તપાસ માટે તલોદ પોલીસને હવાલે કરાયા હતા.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward