android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Himatnagar: હિંમતનગર તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઈ, વિવિધ સમિતિઓની રચના
calendar_today June 11, 2026

Himatnagar: હિંમતનગર તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઈ, વિવિધ સમિતિઓની રચના

સાબરકાંઠા જિલ્લાની હિંમતનગર તાલુકા પંચાયતની મંગળવારે ખાસ સામાન્ય સભા યોજાઈ હતી. જેમાં કારોબારી સમિતી અને સામાજિક ન્યાય સમિતિની રચના કરવામાં આવી હતી. આ અંગેની વિગત એવી છે કે, હિંમતનગર તાલુકા પંચાયતના સભાખંડમાં પ્રમુખ નરેશ પરમારના અધ્યક્ષસ્થાને યોજાયેલી ખાસ સામાન્ય સભામાં ઉપપ્રમુખ ઉષાબેન પટેલ અને તાલુકા વિકાસ અધિકારીની ઉપસ્થિતીમાં કારોબારી સમિતીની રચના કરવામાં આવી હતી. જેમાં ભારતસિંહ ઝાલાને ચેરમેન તરીકે નિયુક્ત કરાયા હતા તથા સમિતિમાં નવ સભ્યોની વરણી કરાઈ હતી. ઉપરાંત સામાજિક ન્યાય સમિતિની પણ રચના કરવામાં આવી હતી. કોકિલાબેન વણકરને આ સમિતિના ચેરમેન જાહેર કરાયા હતા, જેમાં પાંચ સભ્યોનો સમાવેશ થાય છે. કારોબારી સમિતિના સભ્યોમાં ચેરમેન ભારતસિંહ રતનસિંહ ઝાલા, જગતસિંહ ધીરસિંહ મકવાણા, અર્જુનસિંહ શિવસિંહ રાઠોડ, જતીનકુમાર સોમાભાઈ પટેલ, કિરીટકુમાર ઈશ્વરભાઈ પટેલ, દેવુસિંહ લક્ષ્મણસિંહ ઝાલા, મમતાબેન ઉત્તમસિંહ પરમાર, સરોજબેન જયેશસિંહ ચૌહાણ અને સંદિપકુમાર પરષોત્તમભાઈ પટેલનો સમાવેશ થાય છે. જ્યારે સામાજિક ન્યાય સમિતિમાં ચેરમેન કોકીલાબેન પ્રેમાભાઈ વણકર, સભ્યમાં મિત્તલબેન કલ્પેશકુમાર ભુનાતર, લક્ષ્મણભાઈ સુરમાજી ખરાડી, હસમુખભાઈ મોહનભાઈ તિરગર (કોપ્ટ સભ્ય) અને પ્રવિણભાઈ હેમજીભાઈ વાલ્મિકી (કોપ્ટ સભ્ય)નો સમાવેશ કરાયો છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Modasa: સાઠંબાના ઓઢા ગામમાં જેટકોનો જમીન ફાળવણી વિવાદ ગરમાયો
calendar_today June 11, 2026

Modasa: સાઠંબાના ઓઢા ગામમાં જેટકોનો જમીન ફાળવણી વિવાદ ગરમાયો

અરવલ્લી જિલ્લાના સાઠંબા તાલુકાના ઓઢા ગામમાં જેટકોના સબ સ્ટેશન માટે કરાયેલી જમીન ફાળવણીને લઈને મોટો વિવાદ ઊભો થયો છે. ઓઢા ગ્રામ પંચાયત વિસ્તારના ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે ગ્રામ પંચાયતે ગ્રામજનોને સંપૂર્ણપણે અંધારામાં રાખીને સબ સ્ટેશન બનાવવા માટે જેટકોને ખોટી રીતે જમીન ફાળવી દીધી છે. આ મામલે ઓઢા ગામના લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે અને વિરોધના સૂર ઉઠયા છે. આ અંગે ગ્રામજનોએ આજે સાઠંબા મામલતદાર અને ટીડીઓને આવેદનપત્ર આપ્યું હતું. ઓઢા ગામના મોટી સંખ્યામાં એકત્રિત થયેલા ગ્રામજનોએ આજે સાઠંબા ટીડીઓ અને મામલતદારને રૂબરૂમાં મળીને લેખિતમાં એક આવેદનપત્ર સુપરત કર્યું હતું. જેટકો સબ સ્ટેશન માટે ખોટી રીતે ફાળવવામાં આવેલી જમીનનો ઠરાવ તાકીદે રદ કરવામાં આવે તેવી ગ્રામજનોએ અધિકારીઓને સ્પષ્ટ શબ્દોમાં ચિમકી આપી છે. જો આ વિવાદાસ્પદ ઠરાવ રદ કરીને જમીનની મૂળ યથાવત સ્થિતિ જાળવી રાખવામાં નહીં આવે તો આગામી દિવસોમાં સમગ્ર ગામ ભેગું મળીને ઉગ્ર અને આક્રમક આંદોલન કરશે તેવી ચિમકી ઉચ્ચારી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Patan: સોજિંત્રા ગામના છાત્રો અભ્યાસ માટે ગરમી વચ્ચે મંદિરના શેડ નીચે બેસવા મજબૂર
calendar_today June 11, 2026

Patan: સોજિંત્રા ગામના છાત્રો અભ્યાસ માટે ગરમી વચ્ચે મંદિરના શેડ નીચે બેસવા મજબૂર

ચાણસ્મા તાલુકામાં સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત કેટલીક શાળાઓના નવનિકરણ માટે ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. જેમાં ચાણસ્માના સોજિંત્રા ગામની પ્રાથમિક શાળાનો પણ સમાવેશ થાય છે. જેની ટેન્ડર પ્રક્રિયા પુર્ણ થયા બાદ ઓરડાઓ ઉતારીને તેની હરાજી પણ કરી દેવાતાં અભ્યાસ માટે આવતા બાળકોને નજીકમાં આવેલા મંદિરના શેડ નિચે બેસવા મજબુર થવું પડયું હતું. જેને આશરે એકાદ વર્ષ જેટલો સમય વિતી જવા છતાં પણ કામ શરૂ ન થતાં હજું પણ ગરમી વચ્ચે બાળકો શેડ નિચે બેસીને ભણી રહ્યા છે. જેને લઈ ફરીથી નવી એજન્સીને કામ સોંપી ઝડપથી પુર્ણ કરવામાં આવે તેવી તાલુકા ભાજપ પ્રમુખ કીરણ જાની અને ગામના સરપંચે માંગ કરી છે. સોજિંત્રા ગામની પ્રાથમિક શાળાના નવનિ ઓરડા મંજૂર થતાં જુના ઓરડા પાડીને કાટમાળની હરાજી કરવામાં આવ્યા બાદ બાળકો નજીક આવેલ મંદિરના શેડ નિચે બેસીને અભ્યાસ કરી રહ્યા છે. પરંતુ શાળાના નવિન ઓરડા બનાવવાની કામગીરી એકાદ વર્ષ વિતી જવા છતાં પણ શરૂ ન થતાં ગામના સરપંચ દ્વારા રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રીને પણ રજૂઆત કરી હતી જેને લઈ શિક્ષણ મંત્રી દ્વારા પણ સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટરને ઓરડાના બાંધકામ અંગે ટેન્ડર પ્રક્રિયા પુર્ણ કરી કામ શરૂ કરવામાં આવેતેવી સુચના આપી દેવામાં આવી છે. જોકે હજું સુધી ટેન્ડર પ્રક્રિયા પુર્ણ ન થતાં બાળકોને ગરમી વચ્ચે પણ ખુલ્લા શેડ નિચે બેસવા મજબુર બનવું પડયું છે. તેમજ આગામી સમયમાં ચોમાસું શરૂ થતું હોવાથી વરસાદ વચ્ચે શેડમાં ન બેસવું પડે તે માટે ઝડપથી કામગીરીશરૂ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward