android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Morbi News: વીજપોલ વિવાદમાં મંત્રી કાંતિ અમૃતીયાએ માંગી માફી, વળતર મુદ્દે વિપક્ષ પર પ્રહાર!
calendar_today June 10, 2026

Morbi News: વીજપોલ વિવાદમાં મંત્રી કાંતિ અમૃતીયાએ માંગી માફી, વળતર મુદ્દે વિપક્ષ પર પ્રહાર!

મોરબી તાલુકાના જેતપર ગામે ખેતરોમાં વીજપોલ નાંખવાની કામગીરીને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે એક મોટો રાજકીય વળાંક આવ્યો છે. આ કામગીરીના વિરોધ વચ્ચે રાજ્યમંત્રી અને સ્થાનિક ધારાસભ્ય કાંતિભાઈ અમૃતીયાએ જેતપર ગામમાં પહોંચ્યા હતા. તેમણે કહ્યું કે, લોકો વચ્ચે આજે એક લોકનેતા તરીકે નહીં, પરંતુ 'ગામના દીકરા' તરીકે આવ્યો છું. ગ્રામજનોની જાહેરમાં માફી માંગું છું.વળતર મુદ્દે કલેક્ટર કચેરીએ ઉગ્ર રજૂઆતસમગ્ર વિવાદની વિગત એવી છે કે, ખેતરોમાંથી પસાર થતી વીજ લાઈન અને નાખવામાં આવી રહેલા વીજપોલના કારણે ખેડૂતોની જમીનને નુકસાન થઈ રહ્યું છે. આ બાબતે યોગ્ય વળતર મેળવવાની માંગણી સાથે સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનો દ્વારા મોરબી કલેક્ટર કચેરી ખાતે એકત્રિત થઈને આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું હતું. ખેડૂતોના આ આક્રોશને શાંત પાડવા મંત્રી પોતે મેદાનમાં આવ્યા છે.સાથે બેસીને રસ્તો કાઢવાની ખાતરીજેતપર ખાતે ખેડૂતોને સંબોધતા મંત્રી કાંતિ અમૃતીયાએ જણાવ્યું હતું કે, હું અહીં મારા ગામના ખેડૂતોને નુકસાન પહોંચાડવા નથી આવ્યો, પરંતુ તેમને મહત્તમ ફાયદો થાય તે માટે આવ્યો છું. તેમણે વધુમાં ખાતરી આપી હતી કે, વીજપોલના કારણે જે પણ ખેડૂતોને નુકસાન ગયું છે, તેમને યોગ્ય વળતર અપાવવા માટે વહીવટી તંત્ર અને કંપની સાથે બેસીને સુખદ રસ્તો કાઢવામાં આવશે.કોંગ્રેસ અને આપ પર આકરા પ્રહારોઆ વિવાદ વચ્ચે કાંતિ અમૃતીયાએ વિપક્ષી પાર્ટીઓ પર પણ આકરા પ્રહારો કર્યા હતા. તેમણે નિવેદન આપતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું કામ માત્ર લોકહિતના કામોમાં અવરોધ ઊભો કરવાનું છે. તેઓ ભોળા લોકોને ઉશ્કેરવાનું કામ કરી રહ્યું છે. વિપક્ષ ગમે તેટલા પ્રયાસો કરે, પરંતુ તેઓ ખેડૂતો સાથે મળીને આ પ્રશ્નનો ઝડપી અને સંતોષકારક ઉકેલ લાવીને જ રહેશે.આ પણ વાંચો - Morbi News: હળવદમાં પાણીના ટેન્કર બાબતે ભાજપ નેતાએ કર્મચારીને માર માર્યો, આપી જાનથી મારી નાખવાની ધમકી!

Read Full Story arrow_forward
Gujarat Latest News Live Update: વડોદરાની એસેમ્બલી લાઇન પરથી પ્રથમ સ્વદેશી 'Airbus C295' મિલિટરી એરક્રાફ્ટનું સફળ ટેસ્ટ ફ્લાઇટ
calendar_today June 10, 2026

Gujarat Latest News Live Update: વડોદરાની એસેમ્બલી લાઇન પરથી પ્રથમ સ્વદેશી 'Airbus C295' મિલિટરી એરક્રાફ્ટનું સફળ ટેસ્ટ ફ્લાઇટ

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 10JUNE ના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Anand મનપાના આરોગ્ય વિભાગની ચેકિંગ ડ્રાઇવ, ફટકાર્યો રૂ. 43 હજારનો દંડ!
calendar_today June 10, 2026

Anand મનપાના આરોગ્ય વિભાગની ચેકિંગ ડ્રાઇવ, ફટકાર્યો રૂ. 43 હજારનો દંડ!

કરમસદ-આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં નાગરિકોને શુદ્ધ અને સ્વચ્છ ખોરાક મળી રહે તે માટે તંત્ર દ્વારા કડક પગલાં ભરવાનું શરૂ કરવામાં આવ્યું છે. આણંદ મનપાના આરોગ્ય વિભાગની ટીમ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી હોટલો, રેસ્ટોરન્ટ્સ અને ખાણીપીણીના જાણીતા એકમો પર અચાનક આકસ્મિક ચેકિંગ ડ્રાઇવ હાથ ધરવામાં આવતા વેપારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.જાણીતા એકમોમાં સ્વચ્છતાનો સરેઆમ અભાવઆ સરપ્રાઈઝ ચેકિંગ દરમિયાન અધિકારીઓએ કીચન, સ્ટોરેજ એરિયા અને ગ્રાહકોના બેસવાની જગ્યા પર હાઈજીનની તપાસ કરી હતી. તપાસ દરમિયાન અમદાવાદ શહેરની જાણીતી લેન્ડસ્કેપ રેસ્ટોરન્ટ, સર્વોદય આઈસ્ક્રીમ અને મસ્તી લસ્સી સેન્ટર જેવા મોટા એકમોમાં ગંદકી અને સ્વચ્છતાનો ઘોર અભાવ જોવા મળ્યો હતો. ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં થતા હોવાનું સામે આવતા અધિકારીઓ એક્શન મોડમાં આવ્યા હતા.ત્રણ એકમો પાસેથી રૂ. 43 હજારનો દંડ વસૂલાયોઆણંદ આરોગ્ય વિભાગે સ્વચ્છતાના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ આ ત્રણેય એકમો સામે કડક દંડાત્મક કાર્યવાહી કરીને કુલ રૂ. 43,000 નો દંડ ફટકાર્યો છે. જેમાં નિયમોના મોટા ભંગ બદલ લેન્ડસ્કેપ રેસ્ટોરન્ટને રૂ. 22 હજારનો દંડ, જ્યારે સર્વોદય આઈસ્ક્રીમને રૂ. 20 હજારનો ભારે દંડ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, મસ્તી લસ્સી સેન્ટર પાસેથી પણ નિયમભંગ બદલ રૂ. 1,000 નો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો છે.હોટલ-રેસ્ટોરન્ટ્સ માટે કડક સૂચનાઆણંદ મહાનગરપાલિકાના સત્તાધીશોએ જણાવ્યું છે કે, સમગ્ર મનપા વિસ્તારમાં હોટલ અને રેસ્ટોરન્ટની તપાસ માટે આ ખાસ ઝુંબેશ આગામી દિવસોમાં પણ સતત ચાલુ રહેશે. તંત્ર દ્વારા તમામ ખાણીપીણીના એકમોને કડક શબ્દોમાં ચેતવણી આપવામાં આવી છે કે, તેઓ પોતાના રસોડા અને આસપાસના પરિસરમાં પૂરતું હાઈજીન અને સ્વચ્છતા જાળવી રાખે, અન્યથા ભવિષ્યમાં એકમો સીલ કરવા સુધીની આકરા કાયદાકીય પગલાં લેવામાં આવશે.આ પણ વાંચો - Anand News: એકસાથે 18 PIની આંતરિક બદલી, પોલીસ બેડામાં ખળભળાટ!

Read Full Story arrow_forward