android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Panchmahal: ભીષણ આગમાં ત્રણ કાચા મકાનો સળગીને ભસ્મીભૂત થઈ ગયા
calendar_today June 10, 2026

Panchmahal: ભીષણ આગમાં ત્રણ કાચા મકાનો સળગીને ભસ્મીભૂત થઈ ગયા

કાલોલ તાલુકાના મીરાપુરી ગામમાં સોમવારે સાંજે એક મકાનમાં અચાનક લાગેલી ભીષણ આગમાં ત્રણ મકાનો ભસ્મીભૂત થઈ ગયા હતાં. પ્રાપ્ત વિગતો અનુસાર કાલોલ તાલુકાના મીરાપુરી ગામમાં શ્રામજીવી વિનોદભાઈ મહાસુખભાઈ પટેલિયા, પ્રવિણભાઇ મહાસુખભાઈ પટેલિયા અને રમણભાઈ મહાસુખભાઈ પટેલિયાના કાચા મકાનો આવેલા છે. જે પૈકીના એક મકાનમાં સોમવારે સાંજે અગમ્યકારણોસર આગ લાગી હતી. જેમાં બાજુબાજુમાં આવેલા બીજા બે મકાનો પણ આગની લપેટમાં આવી ગયા હતા. પરિવાર અને આસપાસના લોકોએ પાણી છાંટીને આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આગ કાબુમાં ના આવતાં ફાયર બ્રિગેડને જાણ કરાતા ફાયર ફઈટરોએ ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવીને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. ફાયર બ્રિગેડની સતર્ક કામગીરીને કારણે આગ લપેટો આસપાસના અન્ય મકાનો સુધી ફેલાતી અટકી ગઈ હતી. આગમાં ત્રણેય મકાનોમાં ત્રણેય પરિવારની ઘરવખરી સામાન, અનાજનો જથ્થો, ઘાસચારો, રોકડ અને દાગીના સહિતના અન્ય કિંમતી સામાન બળીને ખાખ થઈ ગયો હતો.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Palanpur: રપટ ગામે મુસાફરો ભરેલી જીપનો અકસ્માત,1નું મોત
calendar_today June 10, 2026

Palanpur: રપટ ગામે મુસાફરો ભરેલી જીપનો અકસ્માત,1નું મોત

પાલનપુર : દાંતા અંબાજી વચ્ચે મુસાફરો ભરીને દોડતી જીપના ચાલકે અગમ્ય કારણોસર સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા જીપ રપટ ગામના પીકઅપ સ્ટેન્ડમાં ઘુસી ગઈ હતી અને જીપ અથડાતા પીકઅપ સ્ટેન્ડની છત તુટી પડતા ગંભીર અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે જ્યારે અન્ય નવ લોકોને ઈજા થતાં દોડધામ મચી ગઈ હતી અને દાંતા મામલતદાર તેમજ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખાતે ખસેડયા હતા.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Vadodara: ઉદલપુર-જાનીપુરા ગ્રામજનોનો BD પટેલ ક્વૉરીના બ્લાસ્ટિંગ સામે વિરોધ
calendar_today June 10, 2026

Vadodara: ઉદલપુર-જાનીપુરા ગ્રામજનોનો BD પટેલ ક્વૉરીના બ્લાસ્ટિંગ સામે વિરોધ

ડેસર તાલુકાના ઉદલપુર અને જાનીપુરાના સરપંચ પુર્વ સરપંચ અને ગ્રામજનો દ્વારા BD પટેલ ક્વૉરી માઈન્સમાં ચાલી રહેલા બ્લાસ્ટિંગ સામે ભારે વિરોધ નોંધાવી તંત્રને લેખિત રજૂઆત કરી હતી.ગ્રામજનોએઆક્ષેપ કરતા જણાવ્યું હતું કે, ખતરનાક બ્લાસ્ટિંગને કારણે આસપાસના વિસ્તારમાં ભારે ધડાકા, ધૂળના ગોટેગોટા અને જમીનમાં કંપન અનુભવાય છે, તેના કારણે જાનીપુરા અને ઉદલપુરના ગ્રામજનોમાં ભય ફેલાયો છે.ઉદલપુર સરપંચ નિતેશ ચારણ, પૂર્વ સરપંચ મુકેશ પટેલ, ડેસરના પૂર્વ સરપંચ દલપતસિંહ પરમાર સહિત ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે, સતત બ્લાસ્ટિંગથી રહેણાંક મકાનોમાં તિરાડો પડવાની શક્યતા છે. પાણીની ટાંકી, શાળા અને અન્ય જાહેર મિલકતોની સુરક્ષા અંગે પણ ગંભીર ચિંતા વ્યક્ત કરાઇ હતી. જાનમાલને નુકસાન થવાની આશંકા વચ્ચે બ્લાસ્ટિંગનું કામ તાત્કાલિક બંધ કરાવવા તેઓ દ્વારા માંગણી કરાઇ હતી. રજૂઆતમાં સ્થળની સરકારી માપણી અને તપાસ પૂર્ણ થાય ત્યાં સુધી તમામ પ્રકારની બ્લાસ્ટિંગ પ્રવૃત્તિ રોકવાની માંગ કરાઇ હતી. સાથે જ ATR સહિત જરૂરી મંજૂરી, ખનન પ્રક્રિયા અને પર્યાવરણીય નિયમના પાલનની તપાસ કરવા તંત્રને અનુરોધ કરાયો હતો. બ્લાસ્ટિંગના કારણે પર્યાવરણ અને સ્થાનિકોના સ્વાસ્થ્ય પર પણ પ્રતિકૂળ અસર થઈ શકે છે. તેથી સંબંધિત વિભાગો દ્વારા તપાસ કરાવી પગલાં ભરવા માંગ કરાઇ હતી. આ વિકટ સમસ્યા અંગે ડેસર મામલતદાર, ડેસર પોલીસને ગ્રામજનો દ્વારા આવેદનપત્ર અપાયું હતું.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward