android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Mehsana: મહેસાણાના ઋષભ પટવાનો ગજબનો કીમિયો
calendar_today June 10, 2026

Mehsana: મહેસાણાના ઋષભ પટવાનો ગજબનો કીમિયો

મહેસાણા સાબર ક્રાઇમ પોલીસની ટીમે એક સાઈબર ગઠીયાને ઝડપી પાડી આંતરરાષ્ટ્રીય સાઈબર ક્રાઇમના ગુનાઓનો પર્દાફશ કર્યો હતો. મહેસાણા જિલ્લા પોલીસની સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પીઆઇ યોગીરાજસિંહ પરમાર અને પીએસઆઇ સહિતની ટીમ સાયબર પોલીસ મથકે નોંધાયેલ મ્યુલ એકાઉન્ટના ગુનામાં એક ઋષભ પટવા નામના સાયબર ગઠિયાએ દબોચી લઈ આંતરરાજ્ય સાયબર ક્રાઈમના ગુનાનો પર્દાફશ કર્યો હતો. જોકે પ્રથમ નજરે એક સામાન્ય ગુનેગાર દેખાતા આ શખ્સની સાયબર ક્રાઈમની ટીમે સઘન તપાસ કરતા તેને તેલંગાણા, ગુજરાત, મહારાષ્ટ્ર, તમિલનાડુ સહિત વિવિધ રાજ્યમાં સાયબર ફ્રોડનો ભોગ બનેલા નાગરિકોના 15 લાખથી વધુના નાણાં પોતાના ઓપરેટિંગમાં રહેલ બેંક ખાતામાં મેળવી લઈ લાખોનું સાયબર ફ્રોડ આચર્યું હોવાનું સામે આવ્યું હતું. આ શાતીર સાયબર ગઠિયાની તપાસ ચાલુ હતી. ત્યાં તો બીજી તરફ્ મહેસાણા તાલુકા પોલીસ મથકે ઋષભ પટવાની વધુ એક ગુનાહિત પ્રવૃતિની કરતૂત સામે આવી હતી. ઋષભ પટવાએ વિવિધ બેંક એકાઉન્ટમાં ફરીઝ થયેલ નાણાં છોડાવવા પોલીસના ભળતાં નામનું ડમી સરકારી ઇમેઇલ બનાવી બેંકને ઈમેલ કર્યો હતો. જોકે બેંકને તેમાં ફ્રોડ જણાતા તુરંત મહેસાણા તાલુકા પોલીસ મથકે જાણ કરાઈ હતી. ત્યાં આ ગઠિયા વિરુદ્ધ મહેસાણા તાલુકા પોલીસ મથકે વધુ એક સાયબર ફ્રોડનો ગુનો દાખલ થયો હતો. તાલુકા પોલીસે ટ્રાન્સફર વોરંટ આધારે સાયબર પોલીસ પાસેથી ઋષભ પટવાની કસ્ટડી લેવા પ્રક્રિયા હાથ ધરી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Chhotaudepur: પાવીજેતપુરના કુકણા અને સુસ્કાલમાં અકસ્માતમાં બે યુવાનના મોત થયાં
calendar_today June 10, 2026

Chhotaudepur: પાવીજેતપુરના કુકણા અને સુસ્કાલમાં અકસ્માતમાં બે યુવાનના મોત થયાં

પાવીજેતપુર તાલુકામાં એક જ દિવસમાં બે અલગ ગંભીર માર્ગ અકસ્માતમાં બે યુવાનના કરુણ મોત નીપજતાં સમગ્ર પંથકમાં અરેરાટી સાથે શોકની લાગણી પ્રસરી છે.પ્રથમ અકસ્માત તાલુકાના કુકણા ગામે રણાફ્ળિયા પ્રમુખ સ્ટોકની નજીક સર્જાયો હતો. પ્રાપ્ત માહિતી મુજબ, ટ્રેક્ટર અને રેતી ભરેલી હાઈવા ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થતાં ટ્રેક્ટરના બે ટુકડા થઈ ગયા હતા. જેમાં ટ્રેક્ટર ચાલક ઘનશ્યામ ભરત રાઠવા (ઉં.30, રહે. સુસ્કાલ)નું મોત થયું હતું. સ્થાનિકો અને પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.બીજો અકસ્માત સુસ્કાલ બસ સ્ટેન્ડ પાસે સર્જાયો હતો. અહીં ત્રણ બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમાં પિયુષ બળવંત સુરતી (ઉં.21, રહે. સુરત)ને ગંભીર ઇજા થતાં તેનું મોત થયું હતું. પિયુષ પોતાના મિત્રને મળવા અને ફરવા માટે સુરતથી સુસ્કાલ આવ્યો હતો. પરંતુ અકસ્માતને કારણે અકાળે મૃત્યુ થતાં પરિવાર અને મિત્રવર્તુળમાં શોકનો માહોલ છવાયો છે. એક જ દિવસમાં બનેલા આ બે ગંભીર અકસ્માતોમાં બે યુવાનોના જીવ જતાં શોકની લાગણી પ્રસરી હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Dabhoi: ડભોઇ-રાજપીપળા સ્ટેટ હાઇવે ઉપર ફેલાયેલું ધુળનું સામ્રાજ્ય
calendar_today June 10, 2026

Dabhoi: ડભોઇ-રાજપીપળા સ્ટેટ હાઇવે ઉપર ફેલાયેલું ધુળનું સામ્રાજ્ય

ડભોઇથી સાઠોદ વચ્ચે નર્મદા કેનાલ પર ચાલતી નાળાની કામગીરી વાહનચાલકો માટે માથાનો દુઃખાવો બની છે. ડભોઇ-શિનોર ચોકડી પાસે વિકાસકાર્યમાં કોન્ટ્રાક્ટર અને જવાબદાર અધિકારીઓની ઘોર બેદરકારી સામે આવી છે. જેમાં રોડની આજુબાજુ મોટા પ્રમાણમાં માટી નાખી છે. પરંતુ તેના પર પાણીનો છંટકાવ ન કરાતા સમગ્ર હાઇવે ધૂળની ડમરીમાં ગરકાવ થયો છે.આ માર્ગ માત્ર ડભોઇ અને રાજપીપળાને જ નહીં, પરંતુ સુપ્રસિદ્ધ તીર્થધામ ચાણોદ, કરનાળી અને શિનોર જેવા મહત્વના વિસ્તારોને જોડતો મુખ્ય સ્ટેટ હાઇવે છે. આ રૂટ પરથી રોજના હજારો નાના-મોટા વાહનો અને એસ.ટી. બસો પસાર થાય છે. હાલમાં ઉડતી અસહ્ય ધૂળના કારણે આ વિસ્તારમાંથી પસાર થવું એ જીવના જોખમ સમાન બન્યું છે. રસ્તા પર ઉડતી ધૂળના જાડા થરના કારણે વિઝિબિલિટી (જોવાની ક્ષમતા) શૂન્ય થઈ જાય છે. વાહનચાલકોને સામેથી આવતું વાહન પણ દેખાતું નથી. જેના કારણે અહીં ગમે ત્યારે મોટો અકસ્માત સર્જાવાની ભીતિ સેવાય છે. સ્થાનિકો અને વાહનચાલકોના જણાવ્યા અનુસાર, નિયમ મુજબ નિર્માણ કાર્ય ચાલતું હોય ત્યાં ધૂળ ન ઉડે તે માટે સતત પાણીનો છંટકાવ કરવો અનિવાર્ય છે. જો કોન્ટ્રાક્ટર દ્વારા નિયમિતપણે ટેન્કર ફેરવીને પાણી છાંટવામાં આવે, તો આ સમસ્યાનું તાત્કાલિક નિવારણ આવી શકે તેમ છે. પરંતુ પોતાના આર્થિક ફયદા કે આળસને કારણે કોન્ટ્રાક્ટર પ્રજાના સ્વાસ્થ્ય અને સુરક્ષા સાથે ચેડાં કરી રહ્યો છે. ધૂળની ડમરીઓને કારણે માત્ર વાહનચાલકો જ નહીં, પરંતુ રોડની આસપાસ રહેતા રહીશો અને દુકાનદારો પણ પરેશાન છે. ચોવીસ કલાક ધૂળ શ્વાસમાં જવાથી લોકોને ઉધરસ, આંખોમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફ્ જેવી ગંભીર બીમારીનો સામનો કરવો પડી રહ્યો છે. અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની આ નિષ્કાળજી સામે જનતામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward