android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Tharad: લાખણી નજીક સુજલામ સુફ્લામ કાચી કેનાલ ખાલીખમ
calendar_today June 10, 2026

Tharad: લાખણી નજીક સુજલામ સુફ્લામ કાચી કેનાલ ખાલીખમ

વાવ થરાદ જિલ્લામાંથી પસાર થતી સુજલામ સુફ્લામ કેનાલ હાલ ખાલી પડી છે. જેથી ચોમાસુ વાવેતર કરવું ખેડૂતો માટે મુશ્કેલ બન્યું છે.જેથી કેનાલ અને ગામ તળાવોમાં પાણી છોડવાની માંગ ઉઠી છે. કાંકરેજ, દિયોદર,થરાદ, લાખણી અને ડીસામાંથી પસાર થતી સુજલામ સુફ્લામ કેનાલ હાલમાં ખાલીખમ છે. તેથી ભૂગર્ભ જળમાં ધરખમ ઘટાડો થયો છે.ખેડૂતોને કુવાથી સિંચાઈ કરવાની જગ્યાએ બોરવેલો બનાવવા પડયા પણ હવે પાણીના તળ ઊંડા જવાના કારણે આજે બોરવેલો પણ 1,000 થી 1,200 ફૂટે પહોંચ્યા છે.તો પણ બોરવેલ પાણી ઉલેચતા નથી અને ફેલ થવા લાગ્યા છે. જેના પગલે ખેડૂતોને ચોમાસુ વાવેતર કરવાના ફંફ પડી રહ્યા છે. ત્યારે ખેડૂત આગેવાન અમરાભાઈ ચૌધરીએ ખેડૂતોના હિતમાં મુખ્યમંત્રીને લેખિતમાં સુજલામ સુફ્લામ કેનાલ અને તળાવોમાં પાણી છોડવાની રજુઆત કરી છે. જેથી ખેડૂતો સમયસર વાવેતર કરી શકે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Dabhoi: ડભોઇ સ્ટેચ્યૂ ઓફ યુનિટી મુખ્ય માર્ગ પર વરસાદી કાંસનું કામ અધૂરું ?
calendar_today June 10, 2026

Dabhoi: ડભોઇ સ્ટેચ્યૂ ઓફ યુનિટી મુખ્ય માર્ગ પર વરસાદી કાંસનું કામ અધૂરું ?

વિશ્વભરમાં પ્રખ્યાત સ્ટેચ્યુ ઓફ્ યુનિટીને જોડતા મુખ્ય સ્ટેટ હાઇવે પર વહીવટી તંત્ર અને કોન્ટ્રાક્ટરોની ગંભીર બેદરકારી સામે આવી છે. ડભોઇથી વેગા થઈ નાંદોદી ભાગોળ અને ત્યાંથી ચાતરીયા પીર સુધીના વિસ્તારમાં કરોડોના ખર્ચે બની રહેલી વરસાદી કાંસનું કામ હાલ અદ્ધરતાલ જોવા મળે છે. ચોમાસું માથે છે. ત્યારે કોન્ટ્રાક્ટરો કામ અધૂરું મૂકીને રફુચક્કર થયા હોય તેવું ચિત્ર ઉપસ્યું છે. જેને પગલે સ્થાનિક રહીશોમાં ચિંતાનો માહોલ છે. ડભોઇ વેગાથી લઈને ચાતરીયા પીર સુધી વરસાદી પાણીના નિકાલ માટે કાંસ બનાવવાની કામગીરી શરૂ કરાઇ હતી. સ્થાનિકોનો આક્ષેપ છે કે, કેટલાક સમયથી કોન્ટ્રાક્ટરો કામ અધ વચ્ચે જ છોડીને જતા રહ્યાં છે. ખોદાયેલી કાંસો અને અધૂરા બાંધકામને કારણે સમગ્ર વિસ્તાર બિસ્માર બન્યો છે. ચોમાસા પહેલા આ કામગીરી યુદ્ધના ધોરણે પૂર્ણ થવી જોઈતી હતી. પરંતુ હાલમાં સાઇટ પર કોઈ કામગીરી ન થતાં તંત્રના પ્રી-મોન્સૂન કામગ્ના દાવા પોકળ સાબિત થયા છે. જો આગામી દિવસોમાં ભારે વરસાદ પડશે, તો અધૂરી કાંસને કારણે પાણી આગળ વધી શકશે નહીં અને બ્લોકેજ સર્જાશે. આ સ્થિતિમાં ડભોઇની આસપાસની અસંખ્ય રહેણાંક સોસાયટીમાં વરસાદી પાણી ઘૂસી જવાની 100 ટકા શક્યતા છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Tharad: ધાનેરા પંથકમાં મોટી દીકરીનો પતિ સગીર સાળીને ભગાડી ફરાર થઇ ગયો
calendar_today June 10, 2026

Tharad: ધાનેરા પંથકમાં મોટી દીકરીનો પતિ સગીર સાળીને ભગાડી ફરાર થઇ ગયો

ધાનેરા તાલુકાના એક ગામમાં સગાઈના સંબંધને શર્મસાર કરતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં મોટી દીકરીના પતિએ પોતાની સગીર સાળીને લલચાવી-ફેસલાવીને ભાગી છૂટતા પરિવારજનોએ ધાનેરા પોલીસ મથકે સગીર દીકરીનું અપહરણ થયાની ફરિયાદ નોંધાવી છે. મળતી માહિતી મુજબ, ધાનેરા તાલુકાના એક ગામની મોટી દીકરીની સગાઈ ધાનેરા નજીકના જ એક ગામના યુવક સાથે નક્કી કરવામાં આવી હતી. આથી આ યુવક અવારનવાર પોતાના સાસરી પક્ષના ગામમાં મળવા માટે આવતો હતો. ગતરોજ જ્યારે પરિવારના સભ્યો ખેતરે ગયા હતા, ત્યારે આ યુવક ઘરે આવ્યો હતો. ઘરે હાજર તેની નાની સગીર સાળી અને એક નાના સગીર સાળાને તે બજારમાં ચોકલેટ તેમજ દૂધ અપાવવાના બહાને દુકાને લઈ ગયો હતો. આ મામલે સગીરાના પરિવારજનોએ તાત્કાલિક ધાનેરા પોલીસ મથકનો સંપર્ક કર્યો હતો અને સમગ્ર ઘટના અંગે વિગતવાર ફરિયાદ નોંધાવી છે. પોલીસે ભોગ બનનાર સગીરાના પરિવારની ફરિયાદના આધારે આરોપી જીજાજી વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવા અને સગીરાને હેમખેમ પરત લાવવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward