android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Navsari શહેરના વાતાવરણમાં પલટો: વિવિધ વિસ્તારોમાં જામ્યો વરસાદી માહોલ
calendar_today June 9, 2026

Navsari શહેરના વાતાવરણમાં પલટો: વિવિધ વિસ્તારોમાં જામ્યો વરસાદી માહોલ

ગુજરાતમાં ચોમાસાના આગમનની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે ત્યારે દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લામાંથી રાહતના સમાચાર સામે આવ્યા છે. નવસારી શહેર અને તેની આસપાસના વાતાવરણમાં અચાનક મોટો પલટો આવ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલી અસહ્ય ગરમી અને બફારા બાદ આજે નવસારીના શહેરી વિસ્તારોમાં વીજળીના કડાકા-ભડાકા અને પવન સાથે વરસાદી માહોલ જામ્યો છે. આ અણધાર્યા વરસાદના કારણે સમગ્ર પંથકમાં પ્રસરી ગયેલી ઠંડકથી સ્થાનિક લોકોમાં ખુશીની લહેર દોડી ગઈ છે.જૂનાથાણા, કાલીયાવાડી અને સ્ટેશન રોડ સહિતના વિસ્તારો પાણી-પાણીનવસારી શહેરમાં મેઘરાજાની એન્ટ્રી થતાં જ રોડ-રસ્તાઓ ભીના થઈ ગયા હતા. શહેરના મુખ્ય વિસ્તારો જેવા કે જૂનાથાણા અને કાલીયાવાડીમાં ધોધમાર વરસાદી ઝાપટાં પડ્યા હતા. આ ઉપરાંત, વેપારથી ધમધમતા પાંચ હાટડી, ટાવર રોડ, સ્ટેશન રોડ તેમજ વિજલપોર સહિતના તમામ ગીચ વિસ્તારોમાં પણ સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. લાંબા સમયના અસહ્ય ઉકળાટ બાદ પડેલા આ વરસાદને પગલે માર્ગો પરથી પસાર થતા વાહનચાલકો અને રાહદારીઓ વરસાદી મોસમનો આનંદ માણતા નજરે પડ્યા હતા.બફારાથી મુક્તિ અને વાતાવરણમાં અદ્ભુત ઠંડક પ્રસરીઆગામી ચોમાસા પૂર્વેના આ પ્રી-મોન્સૂન વરસાદી માહોલના કારણે નવસારી વાસીઓને અસહ્ય અને કાળઝાળ ગરમીમાંથી બહુ મોટી આંશિક રાહત મળી છે. વાતાવરણમાં એકાએક ઠંડક પ્રસરી જતાં તાપમાનનો પારો ગગડ્યો છે અને લોકોને બફારાથી મોટી શાંતિ મળી છે. જોકે, અચાનક શરૂ થયેલા વરસાદને કારણે નીચાણવાળા માર્ગો પર હળવા પાણી ભરાઈ જવાના કારણે અને ખુલ્લામાં પડેલા માલસામાનને સાચવવા માટે સ્થાનિક વેપારીઓમાં થોડી દોડધામ પણ જોવા મળી હતી. એકંદરે, આ વરસાદી માહોલ જગતના તાત અને આમ જનતા માટે આશીર્વાદરૂપ સાબિત થયો છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Ahmedabad News :  પાલડી જલારામ અંડરપાસ જોખમી સ્થિતિમાં
calendar_today June 9, 2026

Ahmedabad News : પાલડી જલારામ અંડરપાસ જોખમી સ્થિતિમાં

અમદાવાદ શહેરના વ્યસ્ત ગણાતા પાલડી વિસ્તારના જલારામ અંડરપાસની સુરક્ષા સામે ફરી એકવાર મોટા સવાલો ઊભા થયા છે.આ અંડરપાસના છતના ભાગેથી સિમેન્ટના મોટા પોપડા ઉખડી રહ્યા છે.જેના કારણે અંદરના લોખંડના સળિયા ખુલ્લા દેખાવા લાગ્યા છે.બ્રિજની ઉપરના ભાગેથી પોપડા ગમે ત્યારે નીચે ધસી પડે તેવી ગંભીર સ્થિતિ સર્જાઈ છે.આ અંડરપાસમાંથી દરરોજ હજારો વાહનચાલકો પસાર થાય છે.ત્યારે ચાલુ વાહને કોઈ મોટી દુર્ઘટના સર્જાય અને લોકોના જીવ જોખમમાં મુકાય તેવી ભીતિ સેવાઈ રહી છે.આ સમગ્ર મામલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રિ-મોન્સૂન અને મેઇન્ટેનન્સના કામોની પોલ ખુલ્લી પડી ગઈ છે.બ્રિજની ઉપરના ભાગે પણ પોપડા ઉખડ્યાસળિયા ખુલ્લા હોવા છતાં તેનું વૈજ્ઞાનિક ઢબે યોગ્ય રિસરફેસિંગ કે મજબૂતીકરણ કરવામાં આવ્યું નથી.જેને કારણે અંડરપાસ ફરીથી બિસ્માર હાલતમાં આવી ગયો છે. એએમસીની આ ઘોર બેદરકારીને લીધે વાહનચાલકોમાં ભારે રોષ અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.ચોમાસાની ઋતુ નજીક છે ત્યારે જો આ નબળા પડી ગયેલા બ્રિજનું તાત્કાલિક યોગ્ય સમારકામ કરવામાં નહીં આવે.તો પાણીના લીકેજથી સ્ટ્રક્ચર વધુ નબળું પડી શકે છે.નાગરિકોની માંગ છે કે તંત્ર કોઈ મોટી હોનારતની રાહ જોયા વગર, ભ્રષ્ટાચાર મુક્ત અને ગુણવત્તાયુક્ત કાયમી કામગીરી હાથ ધરે જેથી નિર્દોષ વાહનચાલકોના જીવ બચાવી શકાય.

Read Full Story arrow_forward
Rajkotમાં DCBનો મોટો સપાટો: બામણબોર પાસેથી રૂ. 31 લાખનો વિદેશી દારૂ ભરેલો ટ્રક ઝડપાયો
calendar_today June 9, 2026

Rajkotમાં DCBનો મોટો સપાટો: બામણબોર પાસેથી રૂ. 31 લાખનો વિદેશી દારૂ ભરેલો ટ્રક ઝડપાયો

રાજકોટ શહેર પોલીસની ડિટેક્શન ઓફ ક્રાઈમ બ્રાન્ચ (DCB) એ પ્રોહિબિશન (નશાબંધી) ના કાયદાના કડક અમલીકરણ અંતર્ગત એક બહુ મોટી સફળતા મેળવી છે. રાજકોટના સરહદી વિસ્તાર ગણાતા બામણબોર ચેકપોસ્ટ નજીકથી ક્રાઈમ બ્રાન્ચે લાખો રૂપિયાની કિંમતનો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડીને બુટલેગરોના મનસૂબા પર પાણી ફેરવી દીધું છે.બાતમીના આધારે ટ્રકમાં ચેકિંગ કરતાં ખુલાસોડીસીબી પોલીસની ટીમને ચોક્કસ ખાનગી બાતમી મળી હતી કે એક શંકાસ્પદ ટ્રક મારફતે વિદેશી દારૂનો મોટો જથ્થો રાજકોટ તરફ ઘુસાડવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે બામણબોર પાસે વોચ ગોઠવીને શંકાસ્પદ ટ્રકને અટકાવ્યો હતો. ટ્રકની સઘન તલાશી લેતા તેમાંથી અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની પેટીઓ મળી આવી હતી. પોલીસે સ્થળ પરથી અંદાજે રૂપિયા 31 લાખની કિંમતનો ગેરકાયદેસર વિદેશી દારૂ અને ટ્રક સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.સત્યપાલ બિશ્નોઈની ધરપકડ, અન્ય કનેક્શન અંગે તપાસ શરૂપોલીસે આ ગેરકાયદેસર દારૂની હેરાફેરીના મામલે ટ્રક ચાલક સત્યપાલ બિશ્નોઈ નામના શખ્સની ઘટનાસ્થળેથી જ ધરપકડ કરી લીધી છે. આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને રાજકોટમાં કોને સપ્લાય કરવાનો હતો, તે દિશામાં પોલીસે પકડાયેલા આરોપીની સઘન પૂછપરછ શરૂ કરી છે. રાજકોટ ડીસીબીએ સમગ્ર મામલે ગુનો નોંધીને આ રેકેટમાં સંડોવાયેલા અન્ય સ્થાનિક બુટલેગરોના કનેક્શન શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward