android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Latest News Live :  સુરતમાં બોગસ ડીમોલેશનનો મુદ્દે કાર્યવાહી, કમિશનરે 6 સભ્યોની તપાસ કમિટી બનાવી
calendar_today June 9, 2026

Gujarat Latest News Live : સુરતમાં બોગસ ડીમોલેશનનો મુદ્દે કાર્યવાહી, કમિશનરે 6 સભ્યોની તપાસ કમિટી બનાવી

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 09JUNE ના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Ahmedabadમાં ભાજપ કાર્યકર્તાના હત્યારાની નફ્ફટાઈ: જેલમાંથી બહાર આવતા જ રોડ બંધ કરાવી ફોડ્યા ફટાકડા
calendar_today June 9, 2026

Ahmedabadમાં ભાજપ કાર્યકર્તાના હત્યારાની નફ્ફટાઈ: જેલમાંથી બહાર આવતા જ રોડ બંધ કરાવી ફોડ્યા ફટાકડા

અમદાવાદના ઐતિહાસિક ખાડિયા વિસ્તારમાંથી કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાડતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અમદાવાદના ભાજપ (BJP) કાર્યકર્તા રાકેશ મહેતા ઉર્ફે બોબીની ઘાતકી હત્યાના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા પાકા કામના કેદી મોન્ટુ નામદારે જેલમાંથી બહાર આવતા જ ભારે નફ્ફટાઈ પ્રદર્શિત કરી છે. આ હત્યાના કેસના ગુનેગારને અદાલત દ્વારા બે સપ્તાહની ફર્લો (Furlough) રજા મંજૂર કરવામાં આવતા તે જેલની બહાર આવ્યો હતો. જેલમુક્ત થતાં જ ગુનાનો પસ્તાવો કરવાના બદલે તેણે કાયદાના રીતસર ધજાગરા ઉડાડ્યા હતા.રસ્તો રોકીને જાહેરમાં ફટાકડા ફોડ્યા આરોપી મોન્ટુ નામદાર સાબરમતી જેલમાંથી રજા પર છૂટીને સીધો ખાડિયા પંથકમાં પહોંચ્યો હતો. ત્યાં પહોંચતા જ મોન્ટુ અને તેના સાગરિતોએ જાહેરમાં દાદાગીરી કરીને મુખ્ય રોડ પરનો વાહન વ્યવહાર અને ટ્રાફિક બંધ કરાવી દીધો હતો. રસ્તો રોકીને આ અસામાજિક તત્વોએ રસ્તાની અધવચ્ચે મોટા પાયે આતશબાજી અને ફટાકડા ફોડીને પોતાની હાજરીની નફ્ફટ ઉજવણી શરૂ કરી હતી. ધોળા દિવસે જાહેર માર્ગ પર એક ખૂની શખ્સ દ્વારા કરાયેલી આ ગુંડાગીરીને પગલે સ્થાનિક રહીશો અને રાહદારીઓમાં ભારે ફફડાટ અને આક્રોશ વ્યાપી ગયો હતો.મોન્ટુ નામદાર પોલીસ પહોંચે તે પહેલાં થયો ફરારઆ ગેરકાયદેસર આતશબાજી અને દાદાગીરીથી કંટાળીને સ્થાનિક નાગરિકોએ તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમના નંબર 112 પર ફોન કરીને સમગ્ર મામલાની ગંભીર જાણ કરી હતી. ઘટનાની ગંભીરતાને જોતાં જ કાલુપુર અને ખાડિયા પોલીસ સ્ટેશનનો ઉચ્ચ પોલીસ કાફલો મિનિટોમાં જ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. જોકે, પોલીસ વાનની સાયરન સાંભળતા જ આજીવન કેદનો પાકા કામનો ગુનેગાર મોન્ટુ નામદાર પોલીસ પકડમાં આવે તે પહેલાં જ તેના સાગરીતો સાથે સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Gandhinagar news :  આત્મનિર્ભર પંચાયત કાર્યક્રમ હેઠળ ગુજરાતની 71 પંચાયતોની પ્રાથમિક પસંદગી કરાઈ
calendar_today June 9, 2026

Gandhinagar news : આત્મનિર્ભર પંચાયત કાર્યક્રમ હેઠળ ગુજરાતની 71 પંચાયતોની પ્રાથમિક પસંદગી કરાઈ

વડાપ્રધાન મોદીના આત્મનિર્ભર ભારતના વિઝનને આગળ વધારવા માટે હવે પંચાયતોએ વિવિધ સ્થાનિક પ્રકલ્પો-પ્રોજેક્ટ્સ થકી આવકના સ્ત્રોત ઊભા કરીને આત્મનિર્ભર પંચાયત બનવાની દિશામાં કાર્ય કરવું પડશે.આ પ્રોજેક્ટ્સ સાકાર કરવા માટે પંચાયત મંત્રાલય દ્વારા વિવિધ તકનીકી માર્ગદર્શન ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ કાર્યક્રમનો હેતુ પંચાયતોને આર્થિક રીતે સ્વાવલંબી, નવીન અને વિકાસલક્ષી બનાવવાનો છે, તેમ પંચાયતી રાજ મંત્રાલયના સચિવ શ્રી વિવેક ભારદ્વાજે ગાંધીનગર ખાતે 'આત્મનિર્ભર પંચાયત કાર્યક્રમ' વર્કશોપમાં જણાવ્યું હતું. આત્મનિર્ભર પંચાયત’ કાર્યક્રમભારત સરકારના પંચાયતી રાજ મંત્રાલય દ્વારા ‘આત્મનિર્ભર પંચાયત’ કાર્યક્રમ અંતર્ગત ગાંધીનગર સ્થિત હોટેલ લીલા ખાતે એક દિવસીય રાજ્યસ્તરીય આઉટરીચ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપમાં ગુજરાતનાં પંચાયત વિભાગના અગ્ર સચિવ ધનંજય દ્વિવેદી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સચિવ ભારદ્વાજે વધુમાં કહ્યું હતું કે, કોરોના મહામારી દરમિયાન ભારતે માત્ર પોતાની જરૂરિયાતો પૂરી કરી નહોતી, પરંતુ ‘વેક્સિન મૈત્રી’ અભિયાન દ્વારા અંદાજે 96 દેશોને કરોડો વેક્સિન ડોઝ પણ મોકલ્યા હતા. આ જ આત્મનિર્ભર ભારતના વિઝનને આગળ વધારવા માટે હવે પંચાયતોને પણ વિવિધ સ્થાનિક પ્રકલ્પો શરૂ કરીને આત્મનિર્ભર બનાવવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો છે. 14 હજારથી વધુ પંચાયતને આત્મનિર્ભર બનાવવા પ્રયાસપંચાયત વિભાગના અગ્ર સચિવ ધનંજય દ્વિવેદીએ જણાવ્યું હતું કે, કેન્દ્રના પંચાયત રાજ મંત્રાલય દ્વારા 'આત્મનિર્ભર પંચાયત કાર્યક્રમ' હેઠળ ગુજરાતની 71 પંચાયતોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી છે. આત્મનિર્ભર પંચાયત' તરીકે પસંદગી પામી છે તે ગૌરવ સમાન છે. પરંતુ આપણે 71 પંચાયત સુધી મર્યાદિત નથી રહેવાનું પણ ગુજરાતની તમામ 14 હજારથી વધુ પંચાયતને આત્મનિર્ભર પંચાયત બનાવવા સંયુક્ત પ્રયાસો કરવાના છે. આપણી શાસન વ્યવસ્થામાં સૌથી ઉપર કેન્દ્ર, વચ્ચે રાજ્ય અને સૌથી નીચે લોકલ સેલ્ફ ગવર્મેન્ટ એટલે કે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ છે. વધુ પ્રયત્નોથી આ લક્ષ્યને પાર કરી શકાયતેમણે કહ્યું હતું કે, આપણે આત્મનિર્ભર પંચાયતનો વ્યાપ વધારવો પડશે. કેન્દ્ર સરકારની આ યોજનામાં ભલે શરૂઆતમાં અમુક માપદંડો જેમ કે ગ્રામ પંચાયતની આવક 50 લાખ કે તાલુકાની 1 કરોડના આધારે ગુજરાતની 71 પંચાયતોની પ્રાથમિક પસંદગી થઈ હોય, પણ આ વિચાર માત્ર ત્યાં સુધી સીમિત ન રહેવો જોઈએ. જો કોઈ પંચાયત આજે 49 લાખ કે 95 લાખ પર હોય, તો તે થોડાક વધુ પ્રયત્નોથી આ લક્ષ્યને પાર કરી શકે છે. આ આત્મનિર્ભરતાના મંત્રને ગુજરાતની તમામ 14 હજાર કરતાં વધુ પંચાયતો સુધી પહોંચાડવા અગ્ર સચિવે આહ્વાન કર્યું હતું.આ પણ વાંચોઃ Gujarat News: પોરબંદરમાં વસ્તી ગણતરીમાં ગેરહાજર રહેતા રોડ પ્રાથમિક શાળાના આચાર્યની ધરપકડ

Read Full Story arrow_forward