android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Patan: પાટણમાં એકટીવા પર જતાં વેપારીને 3 શખ્સોએ મોડી રાત્રે ધોકાથી ફ્ટકાર્યો
calendar_today June 10, 2026

Patan: પાટણમાં એકટીવા પર જતાં વેપારીને 3 શખ્સોએ મોડી રાત્રે ધોકાથી ફ્ટકાર્યો

પાટણ શહેરમાં મોડી રાત્રે ઘર તરફ્ જઈ રહેલા એક પાર્લરના વેપારીનું અજાણ્યા શખ્સે લીફ્ટ આપવાના બહાને એકટીવા ઊભું રખાવી તેને પકડી લીધા બાદ વધું બે શખ્સોએ આવીને મારૂં ખોટું નામ કેમ લીધું તેમ કહીને અપશબ્દો બોલી ત્રણેયે ધોકા વડે માર મારતાં અન્ય બે મિત્રોએ દોડી આવી છોડાવીને ધારપુર હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાતાં હાથની આંગળી પર ફ્રેકચર થતાં એક નામજોગ સહિત અજાણ્યા બે શખ્સો વિરુદ્ધ પાટણ બી ડિવિઝન પોલીસ મથકે આક્ષેપિત ફરીયાદ નોંધાવી છે. પાટણમાં રહેતાં પાર્થ ગંગારામભાઈ પટેલે નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓ મોડી રાત્રે એકટીવા લઈને ઘર તરફ્ જતાં હતાં. તે દરમિયાન હાંસાપુર નજીક આવેલ ડેરી પાસે પહોંચતા એક શખ્સે લીફ્ટ આપવાના બહાને એકટીવા ઊભું રખાવી તેને પકડી રાખ્યો હતો. તે દરમિયાન ધવલ દેસાઈ સહિત અન્ય એક અજાણ્યા શખ્સે આવીને અપશબ્દો બોલી ધવલ દેસાઈએ મારૂં નામ લેવાનું નહીં તેમ કહી ઉશ્કેરાઈ ધોકા વડે માર મારતાં વેપારી એકટીવા પરથી નિચે પડી જતાં બીજા બંને શખ્સો પણ ધોકા વડે માર મારતાં બુમાબુમ કરતા નજીકમાંથી બે મિત્રોએ દોડી આવી 108 માં ધારપુર હોસ્પિટલમાં લઈ જવાતાં પગે લોહી આવતું હોય ટાંકા લીધા હતા. તેમજ હાથની આંગળી પર ફ્રેકચર હોવાનું નિદાન કરતા ધવલ દેસાઈ સહિત અજાણ્યા બે શખ્સો સામે ફરીયાદ નોંધાવી છે. વધુમાં ફરીયાદમાં આક્ષેપ કર્યો છે. કે તેણે ધવલ દેસાઈ પાસેથી 50 હજાર લીધા હતા. બાદમાં તેના પર ક્રિકેટ સટ્ટાને લઈ ફરીયાદ નોંધાતા ધવલ દેસાઈએ મારૂં નામ ન આપતો તેમ કહી માથાકુટ કરતો હતો. અને પોલીસ તેને શોધે છે. તેવી વહેમ રાખીને અદાવતમાં માર માર્યો હોવાનું ફરીયાદમાં જણાવ્યું છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Godhra: પંચમહાલ જિલ્લામાં પ્રગતિ પથ યાત્રાનો લીલી ઝંડી આપી શુભારંભ
calendar_today June 10, 2026

Godhra: પંચમહાલ જિલ્લામાં પ્રગતિ પથ યાત્રાનો લીલી ઝંડી આપી શુભારંભ

વડાપ્રધાનના 12 વર્ષના સફ્ળ કાર્યકાળ પૂર્ણ થવાના અવસરે પંચમહાલ જિલ્લામાં વિકાસ અને જનસેવાના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. આ ઉજવણીના ભાગરૂપે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજથી પ્રગતિ પથ યાત્રા યોજાઈ હતી. જે દરમિયાન જિલ્લાના વિવિધ તાલુકાઓમાં મહત્વના વિકાસલક્ષી કાર્યોની જનપ્રતિનિધિઓ અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા સ્થળ મુલાકાત લઈ જરૂરી રચનાત્મક સૂચનો આપ્યા હતા.આ પ્રગતિ પથ યાત્રાનો વિધિવત શુભારંભ ગોધરાના કનેલાવ સ્થિત સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતેથી મહાનુભાવો દ્વારા લીલી ઝંડી આપીને કરાયો હતો. આ પ્રસંગે ખેલ મહાકુંભ પર આધારિત શોર્ટ ફ્લ્મિનું નિદર્શન કરાયું હતું. ઉપસ્થિત મહાનુભાવોએ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે સ્વિમિંગ પૂલનું નિરીક્ષણ પણ કર્યું હતું. જે બાદ જિલ્લાના વિકાસને ગતિ આપતા મુખ્ય પ્રકલ્પોની મુલાકાત લેવાઈ હતી. જેમાં ગોધરા રેન્જ આઈજીની નવીન કચેરીના નિર્માણ કાર્યની પ્રગતિ ચકાસી હતી.નવીન આર.ટી.ઓ. કચેરી, ચંચોપા ખાતે બની રહેલી આધુનિક RTO કચેરીની મુલાકાત લેવાઈ હતી. પંચમહાલ ડેરીનો ઓટોમેટિક પ્લાન્ટ, પંચમહાલ ડેરીના અત્યાધુનિક ઓટોમેટિક મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટની મુલાકાત લઈ તેની કાર્યપ્રણાલી નિહાળી હતી. પાનમ લિફ્ટ ઇરીગેશન યોજના શહેરાના મહેલાણ ખાતે કાર્યરત આ સિંચાઈ યોજનાના ચાલી રહેલા કાર્યોની પ્રગતિની સમીક્ષા કરાઈ હતી. મોરવા હડફ્ ખાતે આવેલ ગવર્નમેન્ટ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે જનપ્રતિનિધિઓએ શૈક્ષણિક અને માળખાકીય સુવિધાઓ અંગે સમીક્ષા કરી જરૂરી સૂચનો આપ્યા હતા.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Patan: માનપુરા પાટિયા પાસે ટ્રેલરમાં બાઈક ઘૂસતાં દંપતિનું મોત
calendar_today June 10, 2026

Patan: માનપુરા પાટિયા પાસે ટ્રેલરમાં બાઈક ઘૂસતાં દંપતિનું મોત

સાંતલપુર તાલુકાના માનપુરા પાટિયા નજીક આજે સર્જાયેલા ગમખ્વાર માર્ગ અકસ્માતમાં પતિ-પત્નીનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી. સમી તાલુકાના મહમદપુરા (બાસ્પા) ગામના રહેવાસી નિરાશ્રીત ભરતભાઈ કુંભાભાઈ અને તેમના પત્ની નિરાશ્રિાત મિતલબેન ભરતભાઈ સાંતલપુર દીકરી અનેં જમાઈ સાથે પિયર પોતાના સ્વજનોને મળવા આવ્યા હતા. મુલાકાત પૂર્ણ કરીને બંને બાઈક પર પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે વારાહી નજીક માનપુરા પાટિયા પાસે સાંજે તેમની બાઈક એલપીજી ટ્રેલરની પાછળ ઘુસી ગઈ હતી. અને ગંભીર ગમખ્વાર સર્જાયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે પતિ-પત્ની બંનેના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. અકસ્માતની જાણ થતાં સ્થાનિક લોકો અને પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને બંનેના મૃતદેહોને વારાહી રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. વારાહી રેફરલ હોસ્પિટલમાં બંનેના મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અચાનક સર્જાયેલા આ કરુણ અકસ્માતથી બંને પરિવારોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward