Godhra: પાનમની મુખ્ય લાઈનમાં લીકેજથી હજારો લિટર પાણીનો વેડફાટ
શહેરા - ગોધરા હાઈવે પર પસનાલ ચોકડી નજીક પાનમની મુખ્ય પાણીના પાઇપલાઇનમાંથી છેલ્લા કેટલાક દિવસોથી પીવાનું પાણી અવિરતપણે વેડફઈ રહ્યું છે. ચોખ્ખું પાણી ઉપયોગમાં આવવાની જગ્યાએ આસપાસના ખેતરોમાં વહી રહ્યું હોવા છતાં તંત્ર હજુ સુધી અજાણ હોવાનું જણાઈ રહ્યું છે.શહેરા-ગોધરા હાઈવે પર પસનાલ ચોકડી પાસે પાનમની પાણીની મુખ્ય પાઇપ લાઇન માંથી પાણીનો બગાડ થઈ રહ્યો હતો. પાછલા કેટલાક દિવસોથી હજારો લિટર ચોખ્ખું પાણી ખેતરોમાં વહી રહ્યું હોવાથી પાણી પુરવઠા તંત્રની ઘોર બેદરકારી અહીં જોવા મળી રહી હતી. પાણી એટલા પ્રચંડ વેગ સાથે બહાર ફેંકાઈ રહ્યું છે કે જાણે મોટો ફુવારો ઉડતો હોય. આ દ્રશ્ય રસ્તા પરથી પસાર થતા વાહનચાલકોની નજરે ચડી રહ્યું છે. આ લીકેજને કારણે આસપાસની ખુલ્લી જમીન અને ખેતરો પાણીથી તરબોળ થઈ ગયા છે અને પાણી નકામું વહી રહ્યું છે. શહેરા તાલુકાના અનેક ગામોમાં પીવાના પાણીના પોકારો ઉઠી રહ્યા હોવા સાથે જરૂરિયાત મુજબનું પાણી પણ ગ્રામજનોને મળતું નથી. આવી કપરી પરિસ્થિતિ વચ્ચે, હાઈવે ને અડીને ખુલ્લેઆમ તંત્રની નાકની નીચે જ હજારો લીટર ફ્લ્ટિર થયેલું ચોખ્ખું પાણી ખેતરોમાં વહી રહ્યું છે, જે વહીવટી તંત્રની ગંભીર ઉદાસીનતા અને આયોજનના અભાવને છતી કરે છે. પાછલા કેટલાય દિવસોથી અહીં આ જ પ્રકારે પાણીનો વેડફટ થઈ રહ્યો છે. પાણી પુરવઠા તંત્ર દ્વારા પાણીનો બગાડ થતો અટકે તે માટેની કામગીરી હાથ ધરવામાં આવે તે જરૂરી લાગી રહ્યું છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward