android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Modasa: શામળાજીમાં કોંગ્રેસની જન આક્રોશ રેલી, મોંઘવારી અને ભ્રષ્ટાચાર મુદ્દે વિરોધ
calendar_today June 10, 2026

Modasa: શામળાજીમાં કોંગ્રેસની જન આક્રોશ રેલી, મોંઘવારી અને ભ્રષ્ટાચાર મુદ્દે વિરોધ

યાત્રાધામ શામળાજીમાં તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મોંઘવારી અને ભ્રષ્ટાચારના મુદ્દે જન આક્રોશ રેલી તથા ધરણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહી સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. રેલી દરમિયાન કાર્યકરોએ મોંઘવારી, બેરોજગારી અને ભ્રષ્ટાચારના મુદ્દાઓને લઈને સરકારની નીતિઓ સામે વિરોધ વ્યક્ત કર્યો હતો. હાથમાં બેનરો અને સૂત્રલેખો સાથે કાર્યકરોએ સુત્રોચાર કર્યો હતો. આ કાર્યક્રમમાં શામળાજી તાલુકા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ જાડેજાના નેતૃત્વમાં જિલ્લા પંચાયત સભ્ય કુંદનબેન ડામોર, સુરેશભાઈ નિનામા, પૂર્વ જિલ્લા પંચાયત સભ્ય વનરાજ ડામોર, રાહુલ ગામેતી, સાગર નિનામા, કાનાભાઈ ખાંટ સહિત તાલુકા પંચાયતના સભ્યો અને તાલુકાભરના કોંગ્રેસી કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Godhra: ઘોઘંબાની ખાનપાટલા મુખ્ય શાળાનું ગોકળગાય ગતિએ ચાલતું કામ
calendar_today June 10, 2026

Godhra: ઘોઘંબાની ખાનપાટલા મુખ્ય શાળાનું ગોકળગાય ગતિએ ચાલતું કામ

ઘોઘંબા તાલુકાની ખાનપાટલા મુખ્ય શાળાનું બાંધકામ મંથરગતિએ ચાલતું હોઈ રોષે ભરાયેલા ગ્રામજનોએ કલેક્ટરને આવેદનપત્ર આપી વહેલી તકે શાળાના નવીન ઓરડાની બાંધકામ કામગીરી પૂર્ણ કરવા રજુઆત કરી છે. જો વહેલી તકે કામગીરી પૂર્ણ નહિં કરવામાં આવે તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી છે. છેલ્લા ત્રણ વર્ષથી કેટલાક વિદ્યાર્થીઓ ખાનગી મકાનમાં બેસી અભ્યાસ કરવા મજબુર બન્યા છે.ઘોઘંબા તાલુકાની ખાન પાટલા મુખ્ય પ્રાથમિક શાળામાં ધોરણ એકથી આઠમાં 475 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. આ વિદ્યાર્થીઓના અભ્યાસ માટે શાળામાં અગાઉ બનાવવામાં આવેલા ઓરડા જર્જરિત થઈ જતાં ત્રણ વર્ષ અગાઉ ડિસમેન્ટલ કરી દેવાયા હતા. ત્યારબાદ ત્રણ મજલાવાળું બિલ્ડીંગ બનાવવા ની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જે બાદ વિદ્યાર્થીઓના અભ્યાસ માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી હતી. હાલ પણ આજુબાજુ આવેલા રહેણાંક મકાનો અને ગ્રામ પંચાયતમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. પ્રારંભિક તબક્કામાં નવીન શાળા બાંધકામના પાયાનું કામ કર્યા બાદ કામગીરી બંધ કરાઈ હતી, ત્યારબાદ લાંબા સમય પછી રજુઆતના અંતે નવીન ઓરડાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જે પણ મંથર ગતિએ ચાલતી હોવા સાથે ત્રણ માસથી કામગીરી લગભગ બંધ કરી દેવામાં આવી હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. આ સ્થિતિને લઈ આખરે ગ્રામજનોએ અધિક કલેક્ટરને આવેદનપત્ર આપી દશ દિવસમાં શાળાના ઓરડા બાંધકામ કામગીરી શરૂ કરવા માંગ કરી છે.જો આગામી દશ દિવસમાં શાળા બાંધકામની બાકી કામગીરી શરૂ કરવામાં નહિ આવે તો ગ્રામજનોએ ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે. આ ઉપરાંત પાયાના શિક્ષણ કાર્યને અસર થતા પોતાના બાળકોનું ભવિષ્ય જોખમાઈ રહ્યું હોવાનું પણ વાલીઓ જણાવી રહ્યા છે. ત્યારે જોવું રહ્યું કે નાનકડા ગામના વિદ્યાર્થીઓની આ સ્થિતિમાંથી ખાન પાટલાના વિદ્યાર્થીઓ અને વાલીઓની માંગણી ક્યારે પૂર્ણ થશે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Himatnagar: આબરૂના ધજાગરા, રોડ પર ગોઠવાયેલી દારૂની બોટલો કયાંથી આવી
calendar_today June 10, 2026

Himatnagar: આબરૂના ધજાગરા, રોડ પર ગોઠવાયેલી દારૂની બોટલો કયાંથી આવી

હિંમતનગરઃ સાબરકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં દારૂબંધી છે ત્યારે ઉચ્ચ પોલીસ અધિકારીઓ અવાર નવાર ગેરકાયદે દારૂ ભરીને જતા વાહનોને ઝડપી કાર્યવાહી કરે છે ત્યારે મંગળવારે બપોર બાદ હિંમતનગરના ખેડતસીયા રોડ પર આવેલ એક પેટ્રોલ પંપ નજીકથી પસાર થતા રોડ પર અજાણ્યા શખ્સોએ દારૂની બોટલો રોડ પર લાઈનસર ગોઠવી દીધી હતી જેથી સાંજના સુમારે અહીંથી પસાર થતા અનેક વાહન ચાલકો દંગ બની ગયા હતા. જોકે એ-ડીવીઝન પોલીસે આવીને સીસીટીવી કેમેરાની ચકાસણી શરૂ કરી હોવાનું આધારભુત સૂત્રોમાંથી જણવા મળ્યું છે ત્યારે પોલીસ આવે તે અગાઉ અનેક લોકોએ આ દ્રશ્યો કેમેરામાં કેદ કરીને સોશિયલ મીડીયામાં વાયરલ કરી દીધા હતા. જેથી જિલ્લાના પોલીસ તંત્રની આબરૂના લીરેલીરા ઉડયા હોવાનું શહેરમાં ચર્ચાઈ રહયું છે ત્યારે હવે પોલીસ તંત્ર કેવી કાર્યવાહી કરે છે તે જોવું રહયું. સમગ્ર મામલે એ. ડિવીઝન પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward