android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Vadodara News: યુસુફ પઠાણ અને VMC વચ્ચે હાઈપ્રોફાઈલ જંગ; સરકારી પ્લોટ પર દબાણ મામલે પાલિકા અધિકારીનો ખુલાસો
calendar_today June 9, 2026

Vadodara News: યુસુફ પઠાણ અને VMC વચ્ચે હાઈપ્રોફાઈલ જંગ; સરકારી પ્લોટ પર દબાણ મામલે પાલિકા અધિકારીનો ખુલાસો

વડોદરા મહાનગરપાલિકા અને પૂર્વ ભારતીય ક્રિકેટર યુસુફ પઠાણ વચ્ચે સરકારી જમીન પર કથિત દબાણને લઈને વિવાદ વધુ ઘેરો બન્યો છે. વડોદરાના એક કિંમતી પ્લોટ પર ગેરકાયદેસર કબ્જો જમાવવાના આ હાઈપ્રોફાઈલ મામલે પાલિકાના ડેપ્યુટી કમિશનર સુરેશ તુવેરનું એક અત્યંત મહત્વનું નિવેદન સામે આવ્યું છે. ડેપ્યુટી કમિશનરે મીડિયા સમક્ષ સ્પષ્ટ કર્યું છે કે, જે જમીન પર વિવાદ ચાલી રહ્યો છે તે પ્લોટ સંપૂર્ણપણે વડોદરા કોર્પોરેશનની માલિકીનો છે અને તેના પર થયેલું બાંધકામ નિયમ વિરુદ્ધ છે.પાલિકાએ ફટકારી હતી નોટિસડેપ્યુટી કમિશનર સુરેશ તુવેરના જણાવ્યા મુજબ પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણે કોર્પોરેશનની માલિકીનો આ સરકારી પ્લોટ પર કમ્પાઉન્ડ વોલ ચણીને ગેરકાયદેસર રીતે દબાણ ઊભું કર્યું હતું. આ બાબત પાલિકાના ધ્યાન પર આવતાં જ વહીવટી તંત્ર દ્વારા કાયદેસરની પ્રક્રિયા હાથ ધરીને યુસુફ પઠાણને આ વિવાદાસ્પદ દબાણ જાતે જ દૂર કરવા માટે અગાઉ સત્તાવાર નોટિસ પણ ફટકારવામાં આવી હતી. જોકે, પાલિકાની આ નોટિસ સામે પૂર્વ ક્રિકેટરે કાનૂની આશરો લીધો હતો.હાઈકોર્ટના ચુકાદા બાદ પાલિકા લેશે નિર્ણયપાલિકાની નોટિસના વિરોધમાં યુસુફ પઠાણ ગુજરાત હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા અને સ્ટે મેળવવા અરજી કરી હતી. ડેપ્યુટી કમિશનરે ઉમેર્યું કે, હાઇકોર્ટમાં આ કેસ અંગે બંને પક્ષો વચ્ચે લાંબી દલીલો પૂર્ણ થઈ ચૂકી હોવા છતાં પણ હજુ સુધી અદાલત દ્વારા કોઈ અંતિમ ચુકાદો આપવામાં આવ્યો નથી. હાલમાં આ મામલો સબજ્યુડિસ હોવાથી પાલિકા કોર્ટના આદેશની રાહ જોઈ રહી છે. આગામી 15 જૂનના રોજ હાઇકોર્ટ દ્વારા આ કેસનો ચુકાદો જાહેર થવાની સંભાવના છે, અને કોર્ટના ઓર્ડર બાદ પાલિકા તંત્ર આ સરકારી પ્લોટ પરથી દબાણ હટાવવા અંગે આખરી અને મક્કમ નિર્ણય કરશે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
9 જૂનના દિવસભરના 10 મહત્વના સમાચાર વાંચો એક ક્લિક પર
calendar_today June 9, 2026

9 જૂનના દિવસભરના 10 મહત્વના સમાચાર વાંચો એક ક્લિક પર

સવારથી રાત્રે 9 વાગ્યા સુધીના સૌથી મોટા અને મહત્વના સમાચાર વાંચો1. Gujarat News: પોરબંદરમાં વસ્તી ગણતરીમાં ગેરહાજર રહેતા રોડ પ્રાથમિક શાળાના આચાર્યની ધરપકડ2. Kachchh News : આરોપી સ્ત્રીનો વેશ ધારણ કરી લોકોનો સંપર્ક કરતો, ઘરમાં જઈ દુઃખ દૂર કરવાના નામે રૂપિયા પડાવતો3. Madhya Pradesh rajya sabha election: કોંગ્રેસના કદાવર ઉમેદવાર મીનાક્ષી નટરાજનનું ફોર્મ રદ કરાયુ4. China India Indonesia Protect: 'નાતુના આઇલેન્ડ' પર તૈનાત થશે બ્રહ્મોસ મિસાઇલ, જાણો કેમ?5. US-Iran Nuclear Deal: ટ્રમ્પ એક્શનમાં, પરમાણુ કરાર માટે 100 એક્સપર્ટ્સની ટીમ તૈયાર!6. TCS Share Price: ઘટી રહેલા શેરના ભાવ અંગે શેરધારકે કર્યો સવાલ તો ચેરમેને સમજાવ્યુ ગણિત, જાણો શું કહ્યુ?7. IND A vs SL A : ભારત-A ટીમે શ્રીલંકાને 8 રને હરાવ્યુ, ઋતુરાજ ગાયકવાડની ધમાકેદાર ઈનિંગ8. Auto Sectorમાં મોટો બદલાવ: આવી ગઈ નેક્સ્ટ જનરેશન પ્લગ-ઇન હાઇબ્રિડ ટેકનોલોજી9. MP Rajya Sabha Election :3 બેઠક માટે 18 જૂને મતદાન,ધારાસભ્યોને બચાવવા કોંગ્રેસે કેમ મોકલ્યા કર્ણાટક?10. CM યોગીની ચેતવણી,‘રામનો દ્રોહ કરનારાઓને ધરતી પર જગ્યા નથી,ભારત કોઈ ધર્મશાળા નથી’

Read Full Story arrow_forward
Khedaના ગળતેશ્વરમાં મુસાફરો અને સ્થાનિક વેપારીઓ વચ્ચે ઉગ્ર મારામારી
calendar_today June 9, 2026

Khedaના ગળતેશ્વરમાં મુસાફરો અને સ્થાનિક વેપારીઓ વચ્ચે ઉગ્ર મારામારી

ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ અને પવિત્ર યાત્રાધામ ગળતેશ્વર ખાતેથી એક અત્યંત ચોંકાવનારી અને શરમજનક ઘટના સામે આવી છે. મહીસાગર અને ગળતી નદીના ત્રિવેણી સંગમ તટે આવેલા આ પવિત્ર સ્થળે દર્શનાર્થે અને નાહવા માટે આવેલા મુસાફરો અને નદી કિનારે ધંધો કરતા સ્થાનિક વેપારીઓ વચ્ચે કોઈ બાબતે ઉગ્ર બોલાચાલી બાદ સામસામે ધીંગાણું સર્જાયું હતું. બંને પક્ષો વચ્ચે થયેલી આ લોહિયાળ ઝપાઝપી અને મારામારીનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. જોકે, આ વાયરલ વીડિયોની 'સંદેશ' સત્તાવાર પુષ્ટિ કરતું નથી.ઉમટેલી મેદની વચ્ચે ગેરકાયદે વેપારીઓની દાદાગીરીહાલમાં ચાલી રહેલા પવિત્ર અક્ષર પુરુષોત્તમ માસના કારણે ગળતેશ્વર મહાદેવના દર્શન કરવા અને સંગમ નદીમાં પવિત્ર સ્નાન કરવા માટે ઐતિહાસિક કહી શકાય તેટલું માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. આ ભીડનો લાભ ઉઠાવીને નદીના પટમાં ગેરકાયદેસર રીતે ઝુંપડા અને કેબિનો તાણી બાંધીને વ્યવસાય કરતા કેટલાક અસામાજિક તત્વો જેવા વેપારીઓએ સામાન્ય બાબતમાં યાત્રીઓ સાથે બબાલ શરૂ કરી દીધી હતી. જોતજોતામાં વિવાદ એટલો વધી ગયો કે લાકડીઓ અને હાથઉછીના હથિયારો વડે મુસાફરો પર હુમલો કરવામાં આવ્યો હતો, જેનાથી પવિત્ર યાત્રાધામની ગરિમા ખરડાઈ છે.તીર્થધામોમાં સુરક્ષા વ્યવસ્થા સામે ઉઠ્યા સવાલોભક્તિમય માહોલ વચ્ચે સર્જાયેલી આ હિંસક ઘટનાને પગલે ત્યાં હાજર અન્ય શ્રદ્ધાળુઓમાં ભારે નાસભાગ અને ભયનો માહોલ વ્યાપી ગયો હતો. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, નદી કિનારે ગેરકાયદે દબાણો કરીને બેઠેલા આ વેપારીઓ અવારનવાર યાત્રીઓ સાથે લૂંટફાટ અને ઉદ્ધત વર્તન કરતા હોય છે. આ ચકચારી ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ, પ્રશાસન દ્વારા આવા ગેરકાયદેસર તત્વો સામે તાત્કાલિક કડક બુલડોઝર કાર્યવાહી કરવામાં આવે અને પવિત્ર સ્થળોએ આવતા પ્રવાસીઓની સુરક્ષા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠી રહી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward