android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Jaipur :  ઘરની અંદર ચાલતી ફટાકડાની ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, 3ના મોત
calendar_today June 9, 2026

Jaipur : ઘરની અંદર ચાલતી ફટાકડાની ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, 3ના મોત

જયપુરમાં બનેલી આ ઘટનામાં ત્રણ લોકોએ ઘટનાસ્થળે જ પોતાના જીવ ગુમાવ્યા છે, જ્યારે અન્ય પાંચ વ્યક્તિઓ ગંભીર રીતે દાઝી જતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે જયપુરની SMS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ડોક્ટરોના જણાવ્યા અનુસાર, ઘાયલોની સ્થિતિ અત્યંત ગંભીર છે અને તબીબી ટીમ તેમના જીવ બચાવવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કરી રહી છે.રહેણાંક વિસ્તારમાં ચાલતી હતી ફેક્ટરીઆ દુર્ઘટનાની ગંભીરતા એ વાતમાં છે કે આ ફટાકડાની ફેક્ટરી કોઈ ઔદ્યોગિક વિસ્તારમાં નહીં, પરંતુ ગીચ વસ્તી ધરાવતા રહેણાંક વિસ્તારમાં એક ઘરની અંદર ચલાવવામાં આવતી હતી. અચાનક લાગેલી આગને પગલે થયેલા વિસ્ફોટને કારણે આખું ઘર ક્ષણવારમાં લપેટમાં આવી ગયું હતું. ઘટનાની જાણ થતાં જ જિલ્લા વહીવટીતંત્ર, ફાયર બ્રિગેડ અને સિવિલ ડિફેન્સની ટીમો ઘટનાસ્થળે દોડી આવી હતી. આગનું સ્વરૂપ એટલું વિકરાળ હતું કે તેને કાબૂમાં લેવા માટે ફાયર ફાઈટરોએ ભારે સંઘર્ષ કરવો પડ્યો હતો.બચાવ કામગીરી શરૂ કરાઇજયપુરના કલેક્ટર સંદેશ નાયક સહિતના વહીવટી અધિકારીઓ જાતે ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. કાટમાળ નીચે ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે યુદ્ધના ધોરણે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. હાલમાં આગ લાગવાનું ચોક્કસ કારણ સ્પષ્ટ થયું નથી, પરંતુ આ ઘટનાએ રહેણાંક વિસ્તારોમાં સલામતીના ધોરણો અને ગેરકાયદેસર ફેક્ટરીઓ સામે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. આ કરુણાંતિકાથી સમગ્ર વિસ્તારમાં શોક અને ભયનો માહોલ છવાઈ ગયો છે. સ્થાનિક લોકોમાં રહેણાંક વિસ્તારમાં ફટાકડાના સંગ્રહ અને ઉત્પાદન સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. તંત્ર દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે, જેથી આ ગેરકાયદેસર પ્રવૃત્તિ માટે જવાબદારો સામે કડક કાર્યવાહી થઈ શકે.આ પણ વાંચોઃ Rajasthan Tourism: ઉનાળાની કાળઝાળ ગરમીમાં પણ ઠંડા-ગાર રહે છે રાજસ્થાનના આ 5 હિલ સ્ટેશન

Read Full Story arrow_forward
Gujarat Latest News Live :  અમદાવાદમાં સુરેન્દ્રનગરના કુખ્યાત આરોપીને પોલીસ પકડવા જતા ચોથા માળેથી પટકાતા મોત
calendar_today June 9, 2026

Gujarat Latest News Live : અમદાવાદમાં સુરેન્દ્રનગરના કુખ્યાત આરોપીને પોલીસ પકડવા જતા ચોથા માળેથી પટકાતા મોત

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 09JUNE ના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Banaskantha: કોન્સ્ટેબલની પત્નીનો ક્વાર્ટરમાંથી શંકાસ્પદ મૃતદેહ મળ્યો, પરિવારે હત્યાનો આરોપ લગાવ્યો
calendar_today June 9, 2026

Banaskantha: કોન્સ્ટેબલની પત્નીનો ક્વાર્ટરમાંથી શંકાસ્પદ મૃતદેહ મળ્યો, પરિવારે હત્યાનો આરોપ લગાવ્યો

બનાસકાંઠા જિલ્લાના દાંતા પોલીસ લાઇન ક્વાર્ટરમાં રહેતા અને ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલની પત્નીનો રહસ્યમય સંજોગોમાં લટકતો મૃતદેહ મળી આવ્યો છે. સામાન્ય રીતે જે પોલીસ લોકોની સુરક્ષા અને ગુના ઉકેલવાનું કામ કરે છે, તે જ પોલીસના આંગણે પત્નીની શંકાસ્પદ મોત થતાં કાયદો અને વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઉભા થયા છે.અન્ય લોકો આવે તે પહેલાં જ લાશ નીચે ઉતારી લીધીઆ કેસમાં સૌથી મોટી શંકાસ્પદ કડી એ સામે આવી છે કે, મૃતક યુવતીને ફાંસો ખાધેલી હાલતમાં તેના કોન્સ્ટેબલ પતિ સિવાય અન્ય કોઈએ રૂમમાં લટકતી જોઈ નથી. પડોશીઓ, પોલીસ લાઇનના અન્ય સ્ટાફ કે યુવતીના પિયર પક્ષના લોકો ઘટનાસ્થળે પહોંચે તે પહેલાં જ પતિએ ઉતાવળે પત્નીના મૃતદેહને ફાંસો ખોલીને નીચે ઉતારી લીધો હતો. આ બાબતને જ પિયરિયા પક્ષે મુખ્ય હથિયાર બનાવીને આક્ષેપ કર્યો છે કે, જો યુવતીએ જાતે આત્મહત્યા કરી હોત તો પોલીસ હોવા છતાં પતિએ પંચનામું કે ઉચ્ચ અધિકારીઓ આવ્યા પહેલાં લાશને કેમ અડી અને પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કેમ કર્યો?રોજિંદા કલહ અને આગલી રાત્રિનો ઝઘડોસ્થાનિક લોકો અને પોલીસ ક્વાર્ટરમાં ચાલતી ચર્ચાઓ મુજબ, લગ્નના આ બે વર્ષ દરમિયાન પતિ-પત્ની વચ્ચે અવારનવાર સામાન્ય બાબતોમાં ઉગ્ર ઝઘડા અને અણબનાવ થતા હતા. બનાવની આગલી રાત્રે પણ બંને વચ્ચે કોઈ વાતને લઈને ભારે વિવાદ થયો હતો, જેના કારણે ઉશ્કેરાયેલા કોન્સ્ટેબલ પતિએ રાત્રે ઘરમાં જમવાનું ટાળીને બહાર હોટલમાં ભોજન કર્યું હતું. ઘટનાના સમયે ક્વાર્ટરમાં માત્ર પતિ-પત્ની બે જ હાજર હતા અને ત્રીજું કોઈ સદસ્ય ન હતું.પીડિત પરિવારનો આક્રોશ, ઉચ્ચ કક્ષાએ તપાસદીકરીના અકાળે અને શંકાસ્પદ મોતના સમાચાર મળતાં જ પિયર પક્ષના લોકો મોટી સંખ્યામાં દાંતા દોડી આવ્યા હતા. તેમણે આક્ષેપ કર્યો છે કે દીકરીને શારીરિક-માનસિક ત્રાસ આપીને મોતને ઘાટ ઉતારી દેવાઈ છે. આ અક્રોશને પગલે દાંતા પોલીસ મથક બહાર લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા અને ન્યાય માટે સૂત્રોચ્ચાર કર્યા હતા. પોતાની જ લાઇનનો મેટર હોવાથી તપાસમાં કોઈ પક્ષપાત ના થાય તે માટે ડીવાયએસપી (DySP) સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા છે. પોલીસે મૃતદેહને પેનલ પીએમ (Post Mortem) અને એફએસએલ (FSL) ની ટીમ બોલાવી ઊંડાણપૂર્વક વૈજ્ઞાનિક તપાસ હાથ ધરી છે, જેથી પીએમ રિપોર્ટ બાદ જ ખબર પડશે કે આ આત્મહત્યા છે કે હત્યા.આ પણ વાંચો: Vadodara: મોઢામાં દાગીના છુપાવી ચોરી કરતી મહિલા પકડાઈ, બદનામીના ડરે કરગરી પડતાં આખરે મામલો થાળે પડ્યો

Read Full Story arrow_forward