android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
કોંગ્રેસમાંથી હાંકી કાઢ્યા બાદ મમતાએ કેવી રીતે ઉભી કરી TMC? જાણો સંપૂર્ણ ઇતિહાસ
calendar_today June 9, 2026

કોંગ્રેસમાંથી હાંકી કાઢ્યા બાદ મમતાએ કેવી રીતે ઉભી કરી TMC? જાણો સંપૂર્ણ ઇતિહાસ

તૃણમૂલ કોંગ્રેસ (TMC) અને તેના સર્વેસર્વા મમતા બેનર્જી હાલમાં તેમના 28 વર્ષના રાજકીય ઇતિહાસના સૌથી કપરા સમયગાળામાંથી પસાર થઈ રહ્યા છે. પશ્ચિમ બંગાળમાં આંતરિક કલહ, ધારાસભ્યોના રાજીનામા અને નેતાઓના અસંતોષને કારણે પાર્ટીની પાયાની મજબૂતી પર પ્રશ્નો ઊભા થયા છે. જે રીતે આજે મમતા બેનર્જી આ પડકારોનો સામનો કરી રહ્યા છે, તે જોતા તેમના ભૂતકાળના સંઘર્ષો અને તૃણમૂલ કોંગ્રેસના જન્મની વાર્તા યાદ આવવી સ્વાભાવિક છે.મમતા બેનર્જીની રાજકીય સફરમમતા બેનર્જીની રાજકીય સફર વિદ્યાર્થીકાળથી જ શરૂ થઈ હતી. તેઓ કોંગ્રેસમાં એક તેજસ્વી અને આક્રમક નેતા તરીકે ઉભરી આવ્યા અને 1984માં પહેલીવાર સાંસદ બન્યા. જોકે, 90ના દાયકાની શરૂઆત સુધીમાં કોંગ્રેસ સાથેના તેમના સંબંધો વણસવા લાગ્યા હતા. પશ્ચિમ બંગાળમાં ડાબેરી મોરચાના શાસન વિરુદ્ધનું તેમનું આંદોલન તેજ હતું, પરંતુ તેમને લાગ્યું કે કેન્દ્રીય કોંગ્રેસ હાઇકમાન્ડ આ આંદોલનને દબાવવા માંગે છે. તે સમયે કેન્દ્રમાં કોંગ્રેસ સરકાર ડાબેરીઓના ટેકા પર નિર્ભર હતી, જેના કારણે મમતાનો આકરો વિરોધ કોંગ્રેસ માટે રાજકીય રીતે અસુવિધાજનક હતો.તૃણમૂલ કોંગ્રેસની કરી સ્થાપનાપક્ષના નેતૃત્વ સાથેના ગંભીર મતભેદો અને ડાબેરીઓ સામેની નીતિઓને કારણે, છેવટે 1997માં મમતા બેનર્જીને કોંગ્રેસમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. આ ઘટના તેમના માટે અંત નહીં, પરંતુ એક નવી શરૂઆત બની. તેમણે મુકુલ રોય જેવા સાથીઓ સાથે મળીને પોતાની અલગ રાજકીય ઓળખ બનાવવાનું નક્કી કર્યું અને 1 જાન્યુઆરી, 1998ના રોજ 'ઓલ ઇન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ' (TMC) ની સ્થાપના કરી.બંગાળની રાજનીતિમાં પગપેસારો કર્યો.ટૂંકા ગાળામાં જ મમતાએ તેમની આક્રમક શૈલી અને જમીની સ્તરના નેતા તરીકેની છબીથી બંગાળની રાજનીતિમાં પગપેસારો કર્યો. 2011ની વિધાનસભા ચૂંટણીમાં તેમણે કોંગ્રેસ સાથે જોડાણ કર્યું અને ડાબેરીઓના 34 વર્ષના અવિરત શાસનનો અંત લાવીને ઐતિહાસિક વિજય મેળવ્યો. TMC એ કુલ 227માંથી 187 બેઠકો જીતીને બહુમતી સાબિત કરી. ત્યારબાદ પણ મમતા બેનર્જીએ સતત બે વિધાનસભા ચૂંટણીઓમાં વિજય મેળવી પોતાનું પ્રભુત્વ જાળવી રાખ્યું હતું.પોતાની પાર્ટીમાં જ વિખવાદોનો સંઘર્ષઆજે, જ્યારે ટીએમસી સમાન આંતરિક સંઘર્ષો અને ધારાસભ્યોના બળવાનો સામનો કરી રહી છે, ત્યારે તે જોવું રસપ્રદ રહેશે કે મમતા બેનર્જી પોતાની પાર્ટીને આ મુશ્કેલીમાંથી કેવી રીતે બહાર લાવે છે. જે પક્ષનું નિર્માણ બળવાના પાયા પર થયું હતું, તે આજે પોતાના જ આંતરિક વિખવાદોથી સંઘર્ષ કરી રહ્યો છે.આ પણ વાંચોઃ એક એવો દેશ જ્યાં દુકાન સંભાળે છે માત્ર મહિલાઓ! ઇતિહાસ છે 500 વર્ષ જૂનો

Read Full Story arrow_forward
Gujarat Latest News Live : આબુમાં લગ્ન સમારંભમાં ગુજરાતી યુવકની હત્યા
calendar_today June 9, 2026

Gujarat Latest News Live : આબુમાં લગ્ન સમારંભમાં ગુજરાતી યુવકની હત્યા

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 09JUNE ના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Surat: બિલ્ડરના પ્રોજેક્ટમાં બેઝમેન્ટ સુધીનું કામ પૂરું થઈ ગયું છતાં મનપા ચૂપ, મંજૂરી વિનાના કાળા કારોબાર સામે તંત્રની રહેમનજર
calendar_today June 9, 2026

Surat: બિલ્ડરના પ્રોજેક્ટમાં બેઝમેન્ટ સુધીનું કામ પૂરું થઈ ગયું છતાં મનપા ચૂપ, મંજૂરી વિનાના કાળા કારોબાર સામે તંત્રની રહેમનજર

સુરત શહેરમાંથી કાયદો અને વ્યવસ્થા તેમજ વહીવટી તંત્રની નૈતિકતા સામે સવાલો ઉઠાવતો એક અત્યંત ગંભીર કિસ્સો સામે આવ્યો છે. નાસિર નગરમાં થોડા દિવસો પૂર્વે કોઈ પણ સત્તાવાર પૂર્વ નોટિસ આપ્યા વિના રાતોરાત 100થી વધુ મકાનો તોડી પાડવામાં આવ્યા હતા. આ ડિમોલેશનને પગલે સેંકડો પરિવારો ખુલ્લા આકાશ નીચે આવી ગયા છે. આ મામલે સ્થાનિકો દ્વારા એવો સણસણતો આક્ષેપ લગાવવામાં આવ્યો હતો કે, બાજુમાં જ બની રહેલા એક મોટા બિલ્ડિંગ પ્રોજેક્ટના બિલ્ડરને મોટો અને આલીશાન રસ્તો આપવા માટે મનપાના કેટલાક ભ્રષ્ટ અધિકારીઓએ બિલ્ડરના ઈશારે આ કૃત્ય કર્યું છે. હવે આ મામલે આરટીઆઈ (RTI) અને સ્થાનિક તપાસમાં જે ખુલાસો થયો છે, તેનાથી સુરત મનપાના અધિકારીઓ ડિફેન્સિવ મોડમાં આવી ગયા છે.બિલ્ડરનું બાંધકામ જ ગેરકાયદેસર હોવાનો ધડાકોચોંકાવનારી વિગત એ છે કે, જે બિલ્ડરને રસ્તો આપવાના નામે ગરીબોના ઘર તોડી પાડવામાં આવ્યા, તેના પોતાના પ્રોજેક્ટની પ્લાન મંજૂરી કે કન્સ્ટ્રક્શન પરમિશન જ નથી! નિયમો મુજબ મંજૂરી ન હોવા છતાં, બિલ્ડરે મનપાની નાક નીચે બેઝમેન્ટ (ભોંયતળિયું) સુધીનું મોટું બાંધકામ પણ કરી લીધું હતું. આટલું મોટું બાંધકામ થઈ ગયું ત્યાં સુધી મનપાની ટાઉન પ્લાનિંગ (TP) શાખા અને સ્થાનિક ઝોનના અધિકારીઓ કેમ આંખ આડા કાન કરીને બેઠા હતા, તે સૌથી મોટો સવાલ છે.તંત્રની શંકાસ્પદ ચુપકીદી અને 'મેનેજ' થયેલી નોટિસજ્યારે આ મામલો મીડિયામાં ગાજ્યો અને સ્થાનિક રહીશોએ હોબાળો મચાવ્યો, ત્યારે આબરૂ બચાવવા માટે સુરત મનપાએ બિલ્ડરને એક નોટિસ ફટકારી છે. પરંતુ આ નોટિસ પણ માત્ર આંખમાં ધૂળ નાખવા બરાબર છે. નોટિસમાં મંજૂરી વગર બાંધકામ કરવા બદલ બિલ્ડિંગ સીલ કરવા કે તોડી પાડવાનો કોઈ ઉલ્લેખ નથી, બલ્કે માત્ર ખોદકામ કરેલા બેઝમેન્ટનું 'પુરાણ' (માટી પૂરી દેવી) કરી દેવા માટેની હળવી સૂચના આપવામાં આવી છે. આ નરમ વલણ જ સાબિત કરે છે કે અધિકારીઓ અને બિલ્ડર વચ્ચે અંદરખાને મોટો ખેલ ખેલાયો છે.આખરે 100 મકાનો તોડ્યા કોણે?સૌથી મોટો કાયદાકીય સવાલ એ ઊભો થયો છે કે, મનપા સત્તાવાર રીતે સ્વીકારવા તૈયાર નથી કે આ ડિમોલેશન તેમણે કર્યું છે, અને બિલ્ડર પણ આ વાત નકારી રહ્યો છે. તો પછી પોલીસ બંદોબસ્ત કે જેસીબી લાવીને ૧૦૦થી વધુ મકાનો કોની સત્તા હેઠળ તોડી પાડવામાં આવ્યા? આ જમીનદોસ્ત થયેલા મકાનો પાછળ કયું મોટું માફિયા નેટવર્ક કામ કરી રહ્યું છે તે હજી પણ એક વણઉકેલાયેલું રહસ્ય છે. આ સમગ્ર અન્યાય સામે આખરે પીડિત પરિવારોએ એક થઈને ગુજરાત હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા છે. હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરીને જવાબદાર અધિકારીઓ અને બિલ્ડર સામે કડક પગલાં લેવાની તેમજ નુકસાનીના વળતરની માંગ કરવામાં આવી છે.આ પણ વાંચો: Bhavnagar: કાળિયાબીડમાં શાળા-કોલેજના વિદ્યાર્થીઓનું વાહન ચેકિંગ, 22 વાહનચાલકો દંડાયા

Read Full Story arrow_forward