android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Banaskantha : ધાનેરા નેશનલ હાઇવે પરના 300 દબાણકારોને અલ્ટીમેટમ, 5 દિવસમાં દબાણો નહીં હટે તો ચાલશે બુલડોઝર
calendar_today June 9, 2026

Banaskantha : ધાનેરા નેશનલ હાઇવે પરના 300 દબાણકારોને અલ્ટીમેટમ, 5 દિવસમાં દબાણો નહીં હટે તો ચાલશે બુલડોઝર

બનાસકાંઠા જિલ્લામાં હાઇવેના વિકાસ કાર્યોને અવરોધતા તત્વો સામે સરકારી તંત્રએ આકરી લાલ આંખ કરી છે. ધાનેરા હાઇવે પર ગેરકાયદેસર રીતે અડિંગો જમાવીને બેઠેલા દબાણકારો સામે નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા ખૂબ જ કડક કાર્યવાહીના સંકેત આપવામાં આવ્યા છે. હાઇવે ઓથોરિટી દ્વારા નેશનલ હાઇવે 168-A પર નડતરરૂપ બનતા આશરે ૩૦૦ જેટલા નાના-મોટા દબાણકારોને આખરી નોટિસ ફટકારી દેવામાં આવતા ગેરકાયદેસર બાંધકામ કરનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. 5 દિવસની અંદર સ્વૈચ્છિક રીતે હટાવી દો તંત્ર દ્વારા તમામ દબાણકારોને પોતાના ગેરકાયદેસર બાંધકામો અને દબાણો આગામી 5 દિવસની અંદર સ્વૈચ્છિક રીતે હટાવી લેવા માટે આખરી સમયમર્યાદા આપવામાં આવી છે. જો આ 5 દિવસની સમયમર્યાદા વીત્યા બાદ પણ હાઇવેની સરકારી જમીન પરથી દબાણો યથાવત રહેશે, તો તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે રાખીને જેસીબી અને બુલડોઝરની મદદથી કડક કાનૂની કાર્યવાહી કરીને તમામ દબાણો તોડી પાડવામાં આવશે. આ કામગીરીનો તમામ ખર્ચ પણ દબાણકારો પાસેથી જ વસૂલવામાં આવી શકે છે. ઝેરડાથી લઈને થાવર સુધીના ફોરલેન હાઇવેની મંજૂરી મળતી માહિતી મુજબ, બનાસકાંઠામાં ઝેરડાથી લઈને થાવર સુધીના ફોરલેન હાઇવેની મંજૂરી મળી ગઈ છે. આ કનેક્ટિવિટીને વધુ મજબૂત કરવા અને ફોરલેન હાઇવેના મહત્વકાંક્ષી કામને સુપરફાસ્ટ ગતિ આપવા માટે હાઇવે ઓથોરિટી અત્યારે ફુલ એક્શન મોડમાં આવી ગઈ છે. વાહનચાલકોની સુવિધા અને ટ્રાફિકની સમસ્યાના કાયમી નિવારણ માટે હાઇવેની કિંમતી જમીન વહેલી તકે ખુલ્લી કરાવવા તંત્રએ યુદ્ધના ધોરણે કવાયત શરૂ કરી દીધી છે.આ પણ વાંચો----     Gujarat Latest News Live : બનાસકાંઠા અને વાવ થરાદ જિલ્લામાં વાતાવરણમાં પલટો, કાળા ડિબાંગ વાદળો છવાયા

Read Full Story arrow_forward
Valsad: માસૂમ બાળકીને લાલચ આપી ફ્લેટમાં બોલાવી, મોબાઈલમાં અશ્લીલ વીડિયો બતાવી આચરી જાતીય સતામણી
calendar_today June 9, 2026

Valsad: માસૂમ બાળકીને લાલચ આપી ફ્લેટમાં બોલાવી, મોબાઈલમાં અશ્લીલ વીડિયો બતાવી આચરી જાતીય સતામણી

વલસાડ શહેરમાં પાડોશી ધર્મને લાંછન લગાવતો અને સભ્ય સમાજની આંખો ખોલી નાખતો એક કિસ્સો સામે આવ્યો છે. સામાન્ય રીતે માતા-પિતા પોતાના બાળકોને ઘર આંગણે કે સોસાયટીના કમ્પાઉન્ડમાં રમવા માટે સુરક્ષિત સમજતા હોય છે, પરંતુ વલસાડમાં પાડોશમાં જ રહેતો એક શખ્સ માસૂમ બાળકી માટે કાળ સાબિત થયો છે. સોસાયટીમાં રમી રહેલી ૭ વર્ષની બાળકીને એકલતાનો લાભ ઉઠાવી પાડોશીએ કથિત રીતે કંઈક આપવાની લાલચ આપી હતી અને પોતાના ફ્લેટની અંદર લઈ ગયો હતો.મોબાઈલમાં અશ્લીલ વીડિયો બતાવી અડપલાં કર્યાબાળકી જ્યારે ફ્લેટની અંદર ગઈ ત્યારે નરાધમે અંદરથી દરવાજો બંધ કરી દીધો હતો અને પોતાના મોબાઈલ ફોનમાં અત્યંત બીભત્સ અને અશ્લીલ વીડિયો ચાલુ કરીને બાળકીને બતાવ્યા હતા. ત્યારબાદ તેણે બાળકી સાથે કાયદા વિરૂદ્ધનું અપરાધિક વર્તન (જાતીય સતામણી) શરૂ કર્યું હતું. માસૂમ બાળકી આ અણધાર્યા વર્તનથી ગભરાઈ ગઈ હતી, પરંતુ તેણે હિંમત હાર્યા વિના નરાધમના હાથમાંથી પોતાની જાતને છોડાવી લીધી હતી અને ફ્લેટનો દરવાજો ખોલીને સીધી પોતાના ઘર તરફ ભાગી ગઈ હતી.પરિવારજનોની તત્પરતા અને પોલીસની કડક કાર્યવાહીઘરે પહોંચેલી બાળકી અત્યંત ડરેલી અને રડતી હોવાથી માતા-પિતાએ તેને પ્રેમથી પૂછપરછ કરી હતી. બાળકીએ તેની સાથે પાડોશીના ફ્લેટમાં બનેલી તમામ આપવીતી વર્ણવતા માતા-પિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. પરિવારે સહેજ પણ સમય ગુમાવ્યા વિના સીધો વલસાડ સિટી પોલીસ મથકનો સંપર્ક કર્યો હતો અને નરાધમ વિરૂદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવી હતી. માસૂમ બાળકી સાથેના ગુનાની ગંભીરતાને ધ્યાને રાખી વલસાડ સિટી પોલીસનો કાફલો તાત્કાલિક એક્શનમાં આવ્યો હતો અને સોસાયટીમાં દરોડો પાડીને નરાધમ પાડોશીને રંગેહાથ દબોચી લીધો હતો. પોલીસે આરોપીનો મોબાઈલ ફોન જપ્ત કરી કડક કલમો અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.આ પણ વાંચો: Surat: બિલ્ડરના પ્રોજેક્ટમાં બેઝમેન્ટ સુધીનું કામ પૂરું થઈ ગયું છતાં મનપા ચૂપ, મંજૂરી વિનાના કાળા કારોબાર સામે તંત્રની રહેમનજર

Read Full Story arrow_forward
Anand : થાઈલેન્ડમાં નોકરીની લાલચ આપી આણંદની બે બહેનોને લાઓસમાં વેચી દીધી, આર્મીની મદદથી દિલધડક રેસ્ક્યુ
calendar_today June 9, 2026

Anand : થાઈલેન્ડમાં નોકરીની લાલચ આપી આણંદની બે બહેનોને લાઓસમાં વેચી દીધી, આર્મીની મદદથી દિલધડક રેસ્ક્યુ

ગુજરાતના આણંદ જિલ્લાની બે સગી બહેનો આંતરરાષ્ટ્રીય માનવ તસ્કરી નેટવર્કનો શિકાર બની હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. થાઈલેન્ડમાં પ્રતિષ્ઠિત નોકરી અપાવવાની લાલચ આપીને આ બંને બહેનોને વિદેશ બોલાવવામાં આવી હતી, પરંતુ ત્યાં પહોંચ્યા બાદ ગેરકાનૂની રીતે તેમને લાઓસ સરહદે લઈ જઈને બંધક બનાવી દેવાઈ હતી. દીકરીઓનો પરિવાર સાથે સંપર્ક તૂટી જતાં પરિવારે તમામ આશા છોડી દીધી હતી. જોકે, આણંદના સાંસદ મિતેશ પટેલ ની સમયસૂચકતા અને કેન્દ્ર સરકારના હસ્તક્ષેપ બાદ ચલાવાયેલા 'ઓપરેશન મહીસાગર 2.0' ના કારણે બંને દીકરીઓનો હેમખેમ બચાવ થયો છે.લાઓસ આર્મી અને ભારતીય દૂતાવાસે સંયુક્ત ઓપરેશન કર્યું પરિવારની રજૂઆત બાદ સાંસદ મિતેશ પટેલે તાત્કાલિક વિદેશ મંત્રાલય અને લાઓસ સ્થિત ભારતીય દૂતાવાસનો સંપર્ક સાધ્યો હતો. ભારતીય એમ્બેસીના અધિકારીઓએ લાઓસની સ્થાનિક સુરક્ષા એજન્સીઓ સાથે મળીને કૂટનીતિક સ્તરે દીકરીઓનું લોકેશન ટ્રેસ કર્યું હતું. પાકી વિગતો મળતાં જ લાઓસ આર્મી અને ભારતીય દૂતાવાસે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને તસ્કરોના અડ્ડા પર દરોડો પાડ્યો હતો અને 20 દિવસની ભારે જહેમત બાદ બંને બહેનોને મુક્ત કરાવી લીધી હતી. આણંદની બંને દીકરીઓ હાલ સુરક્ષિત આશ્રયસ્થાને આણંદની બંને દીકરીઓ હાલ સુરક્ષિત આશ્રયસ્થાને છે અને કાનૂની પ્રક્રિયા પૂર્ણ થતાં જ ટૂંક સમયમાં વતન પરત ફરશે. ઉલ્લેખનીય છે કે, અગાઉ અઝરબૈજાનમાં ફસાયેલા ગુજરાતી યુવાનોને બચાવવા 'ઓપરેશન મહીસાગર' ચલાવાયું હતું, ત્યારબાદ આ આણંદની દીકરીઓ માટેનું 'ઓપરેશન મહીસાગર 2.0' પણ સફળ રહ્યું છે. આ પણ વાંચો---     Gujarat Latest News Live : આબુમાં લગ્ન સમારંભમાં ગુજરાતી યુવકની હત્યા

Read Full Story arrow_forward