android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat: લાલગેટના હોડી બંગલા પાસે અડધી રાત્રે ખેલાયો લોહીયાળ જંગ, 3 દિવસમાં 4 મર્ડર
calendar_today June 9, 2026

Surat: લાલગેટના હોડી બંગલા પાસે અડધી રાત્રે ખેલાયો લોહીયાળ જંગ, 3 દિવસમાં 4 મર્ડર

સુરત શહેરમાં ગુનેગારો કેટલા બેફામ બન્યા છે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે ૨૪ કલાકની અંદર એક પછી એક હત્યાના બનાવો સામે આવી રહ્યા છે. સુરતના અલથાણ વિસ્તારમાં છેડતીની અદાવતમાં થયેલી હત્યાની શાહી હજી સુકાઈ નથી, ત્યાં જ મોડી રાત્રે લાલગેટ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા હોડી બંગલા વિસ્તારમાં વધુ એક યુવકની કરપીણ હત્યાથી શહેર ધણધણી ઉઠ્યું છે. અલ્તામસ અન્સારી નામના યુવકને તેના જ સંબંધીએ મોતને ઘાટ ઉતારી દેતા લાલગેટ પંથકમાં સનસનાટી મચી ગઈ છે.જાહેરમાં તીક્ષ્ણ હથિયારો ઉછળ્યા, પરિવારમાં આક્રંદપોલીસના સત્તાવાર સૂત્રો અને સ્થાનિક લોકો પાસેથી મળતી માહિતી મુજબ, મૃતક અલ્તામસ અન્સારી અને હુમલાખોર શેર અન્સારી બંને એકબીજાના નજીકના સંબંધી છે. બંને વચ્ચે છેલ્લા ઘણા સમયથી કોઈ બાબતે અંગત અદાવત અને મનદુઃખ ચાલી રહ્યું હતું. મોડી રાત્રે હોડી બંગલા પાસે બંને સામસામે આવી જતાં મામલો બિચક્યો હતો. સામાન્ય બોલાચાલી ઉગ્ર ઝઘડામાં ફેરવાઈ ગઈ હતી અને ઉશ્કેરાયેલા શેર અન્સારીએ પોતાની પાસે રહેલા તીક્ષ્ણ હથિયાર વડે અલ્તામસ પર ઉપરાછાપરી ઘા ઝીંકી દીધા હતા. હુમલો એટલો ભયાનક હતો કે ગંભીર ઈજાઓ થવાના કારણે અલ્તામસ અન્સારીએ ઘટનાસ્થળે જ તરફડિયા મારીને દમ તોડી દીધો હતો.3દિવસમાં 4 હત્યાથી સુરત પોલીસના પેટ્રોલિંગ સામે સવાલોઘટનાની જાણ થતાં જ લાલગેટ પોલીસ સ્ટેશનના ઉચ્ચ અધિકારીઓ સહિતનો મોટો પોલીસ કાફલો રાત્રે જ ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહનો કબ્જો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે સ્મીમેર/સિવિલ હોસ્પિટલ ખસેડ્યો છે અને આરોપી શેર અન્સારી વિરૂદ્ધ હત્યાની કલમો હેઠળ ગુનો નોંધી તેને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી દરોડા શરૂ કર્યા છે. ઉલ્લેખનીય છે કે, સુરતમાં છેલ્લા ત્રણ દિવસમાં હત્યાનો આ ચોથો બનાવ છે. સતત થઈ રહેલા ખૂની ખેલના કારણે સુરત પોલીસની નાઇટ પેટ્રોલિંગ અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ પર સ્થાનિક નાગરિકો ભારે આક્રોશ સાથે સવાલો ઉઠાવી રહ્યા છે.આ પણ વાંચો: Kutch: માધાપરના બે શખ્સો સામે મ્યુલ એકાઉન્ટનો ગુનો દાખલ, કરોડોના ડિજિટલ સ્કેમમાં કાયદાકીય સકંજો

Read Full Story arrow_forward
Sabarkantha : ખેડબ્રહ્માના મટોડા ગામમાં વ્યાજખોરનો આતંક, પૈસા ચૂકવ્યા છતાં પઠાણી ઉઘરાણી થતાં પોલીસ ફરિયાદ
calendar_today June 9, 2026

Sabarkantha : ખેડબ્રહ્માના મટોડા ગામમાં વ્યાજખોરનો આતંક, પૈસા ચૂકવ્યા છતાં પઠાણી ઉઘરાણી થતાં પોલીસ ફરિયાદ

સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકામાંથી વ્યાજખોરોના ત્રાસનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. તાલુકાના મટોડા ગામે રહેતા એક નિર્દોષ પરિવારને વ્યાજખોર દ્વારા અસહ્ય હેરાનગતિ કરવામાં આવતી હોવાની અને જાનથી મારી નાખવાની ધમકીઓ અપાતી હોવાની વધુ એક પોલીસ ફરિયાદ દાખલ થતાં પંથકમાં ચકચાર મચી ગઈ છે. વ્યાજના વિષચક્રમાં ફસાયેલા પરિવારે આખરે કંટાળીને કાયદાનો સહારો લીધો છે. નાણાં વ્યાજ સમેત પૂરેપૂરા પરત ચૂકવી દીધા મળતી માહિતી મુજબ, મટોડા ગામના પીડિત પરિવારે આક્ષેપ કર્યો છે કે તેમણે વ્યાજે લીધેલા નાણાં વ્યાજ સમેત પૂરેપૂરા પરત ચૂકવી દીધા છે. આમ છતાં, લોભી વ્યાજખોરની દાનત બગડતાં તે હજુ પણ બાકી રૂપિયાની પઠાણી ઉઘરાણી કરી રહ્યો છે. વ્યાજખોર દ્વારા અવારનવાર માનસિક ત્રાસ આપીને પરિવારને હેરાન-પરેશાન કરવામાં આવી રહ્યો છે. હદ તો ત્યારે થઈ જ્યારે વ્યાજખોરે સમગ્ર પરિવારને જાનથી મારી નાખવાની સીધી ધમકી આપી દીધી હતી. ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ વ્યાજખોરના સતત ડર અને આતંકના કારણે ફફડી ગયેલા પરિવારે જીવ બચાવવા માટે અંતે પોલીસ સ્ટેશનના પગથિયાં ચડવા પડ્યા હતા. પીડિત પરિવારે આ મામલે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધીને કાયદેસરની વધુ તપાસ હાથ ધરી છે  પીડિત પરિવારને ક્યારે ન્યાય મળશે રાજ્ય સરકાર દ્વારા વ્યાજખોરો સામે કડક ઝુંબેશ ચલાવવાની વાતો વચ્ચે પણ ગ્રામ્ય વિસ્તારોમાં આવા તત્વો બેફામ બન્યા છે, ત્યારે હવે એ જોવું રહ્યું કે સ્થાનિક પોલીસ આ મામલે ગુનેગાર સામે કેવા કડક પગલાં ભરે છે અને પીડિત પરિવારને ક્યારે ન્યાય અપાવે છે.  આ પણ વાંચો----     Gujarat Latest News Live : રાજકોટથી દિલ્હી જતી ફ્લાઇટની ઇમરજન્સી લેન્ડિંગ

Read Full Story arrow_forward
Ahmedabad: જલારામ અંડરપાસમાંથી પસાર થતાં પહેલાં દસ વાર વિચારજો, 90 કરોડનો પ્રોજેક્ટ બન્યો જોખમી
calendar_today June 9, 2026

Ahmedabad: જલારામ અંડરપાસમાંથી પસાર થતાં પહેલાં દસ વાર વિચારજો, 90 કરોડનો પ્રોજેક્ટ બન્યો જોખમી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા વિકાસના મોટા-મોટા દાવાઓ કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિક ગ્રાઉન્ડ રિપોર્ટ કંઈક જુદો જ ચિતાર રજૂ કરે છે. અમદાવાદના પશ્ચિમ ઝોનને જોડતા પાલડી વિસ્તારનો જલારામ અંડરપાસ હાલમાં વાહનચાલકો માટે ભારે આશીર્વાદને બદલે આફત સમાન બની ગયો છે. અંદાજે ૯૦ કરોડ રૂપિયાના માતબર ખર્ચે એએમસી અને મેટ્રો પ્રોજેક્ટના સંયુક્ત આયોજન હેઠળ બનેલો આ અંડરપાસ પ્રથમ વરસાદના આગમન પહેલાં જ બિસ્માર અને જોખમી હાલતમાં આવી ગયો છે, જેને કારણે તંત્રની કામગીરીની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થયા છે.રસ્તા પર સળિયા દેખાયા ને તંત્રએ માર્યું થીગડુંસ્થાનિક નાગરિકો અને વાહનચાલકોના જણાવ્યા અનુસાર, ગઈકાલે આ અંડરપાસના મુખ્ય માર્ગ પરથી ડામર આખો ઉખડી ગયો હતો અને આરસીસી (RCC) સ્ટ્રક્ચરના લોખંડના સળિયા બહાર દેખાવા લાગ્યા હતા. આ સળિયાના કારણે ખાસ કરીને ટુ-વ્હીલર (મોટરસાયકલ અને સ્કૂટર) ચાલકોના ટાયર સ્લિપ થવા અને ગંભીર અકસ્માત થવાની ઘટનાઓ બની રહી હતી. સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થતાં અને હોબાળો મચતાં જ જાગેલા કોર્પોરેશને રાતોરાત ડામરનું એક થીગડું (પેચવર્ક) મારીને કાગળ પર કામ પૂરું કરી દીધું છે. પરંતુ નાગરિકોનું કહેવું છે કે આ કામચલાઉ વ્યવસ્થા છે, જે ચોમાસાના પહેલા જ સામાન્ય વરસાદમાં ધોવાઈ જશે. અહીં સ્થિતિ 'એક સાંધે ત્યાં તેર તૂટે' જેવી થઈ ગઈ છે.માથા પરથી સ્લેબ તૂટવાનો બેવડો ખતરોજલારામ અંડરપાસમાં માત્ર નીચે રસ્તા પર જ ખાડા છે એવું નથી, વાહનચાલકોને હવે બેવડો માર સહન કરવો પડી રહ્યો છે. અંડરપાસની ઉપરથી પસાર થતી મેટ્રો લાઇન અને સ્લેબની નબળી ગુણવત્તાને કારણે વાહનચાલકોને સતત એવો ડર સતાવી રહ્યો છે કે ચાલુ વાહને માથા પર સિમેન્ટનું ગાબડું કે પોપડું પડશે તો જીવ ગુમાવવાનો વારો આવશે. પ્રી-મોન્સૂન એક્ટિવિટીના નામે કરોડો રૂપિયાનું બજેટ વાપરતું તંત્ર આટલા મહત્વના વ્યસ્ત માર્ગની દુર્દશા પ્રત્યે કેમ આંખ આડા કાન કરી રહ્યું છે, તે સમજાતું નથી. હજારો નાગરિકોએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એએમસી કમિશનરને ટેગ કરીને આ અંડરપાસનું વહેલી તકે કાયમી અને મજબૂત રિપેરિંગ કરવાની માંગ કરી છે.આ પણ વાંચો: Surat: લાલગેટના હોડી બંગલા પાસે અડધી રાત્રે ખેલાયો લોહીયાળ જંગ, 3 દિવસમાં 4 મર્ડર

Read Full Story arrow_forward