android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gandhinagar : CM અને DyCMનો બે દિવસીય દિલ્હી પ્રવાસ, નીતિ આયોગની બેઠકમાં રજૂ કરશે રાજ્યનો રોડ મેપ
calendar_today June 9, 2026

Gandhinagar : CM અને DyCMનો બે દિવસીય દિલ્હી પ્રવાસ, નીતિ આયોગની બેઠકમાં રજૂ કરશે રાજ્યનો રોડ મેપ

ગુજરાતના વહીવટી તંત્ર અને રાજકારણને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી બે દિવસ માટે દેશની રાજધાની દિલ્હીના પ્રવાસે જઈ રહ્યા છે. આ મહત્વપૂર્ણ પ્રવાસને પગલે ગાંધીનગરમાં મંગળવાર અને બુધવારે યોજાનારી જનતા તેમજ લોકપ્રતિનિધિઓ સાથેની તમામ મુલાકાતો સત્તાવાર રીતે રદ કરવામાં આવી છે. આ ઉપરાંત, બુધવારે નિયમિતપણે મળનારી રાજ્ય કેબિનેટની બેઠક પણ હાલ પૂરતી મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નીતિ આયોગની બેઠકમાં ભાગ લેશે આ પ્રવાસનો મુખ્ય ઉદ્દેશ્ય આગામી 11 જૂનના રોજ દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાનારી નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની મહત્વપૂર્ણ બેઠકમાં ભાગ લેવાનો છે. આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં ગુજરાતના મુખ્યમંત્રી રાજ્યના સર્વાંગી વિકાસ માટેનો આગામી વર્ષોનો નવો રોડ મેપ અને માળખાકીય સુવિધાઓનો ચિતાર કેન્દ્ર સરકાર સમક્ષ રજૂ કરશે. આ ઉપરાંત, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સફળ કાર્યકાળના 12 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યમાં યોજાનારા વિશેષ રાષ્ટ્રીય કાર્યક્રમમાં પણ સીએમ અને ડેપ્યુટી સીએમ ખાસ હાજરી આપશે. ગૃહમંત્રી અમિત શાહ સહિતના વરિષ્ઠ નેતાઓને પણ મળશે દિલ્હી પ્રવાસ દરમિયાન દેશના ગૃહમંત્રી અમિત શાહ સહિત કેન્દ્રના ટોચના મંત્રીઓ અને ભાજપના વરિષ્ઠ નેતાઓ સાથે પણ ગુજરાતના નેતૃત્વની વન-ટુ-વન મુલાકાત થવાની પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે. આ બેઠકોમાં ગુજરાતના પડતર પ્રશ્નો, આગામી પ્રોજેક્ટ્સ માટે કેન્દ્રીય ફંડની મંજૂરી અને સંગઠનને લગતી મહત્વની ચર્ચાઓ થઈ શકે છે. આ બે દિવસીય દિલ્હી પ્રવાસના કારણે ગાંધીનગર સચિવાલયમાં ઉચ્ચ સ્તરીય હલચલ તેજ બની ગઈ છે અને વહીવટી તંત્ર જરૂરી રિપોર્ટ્સ તૈયાર કરવામાં વ્યસ્ત બન્યું છે. આ પણ વાંચો----    Gujarat Latest News Live : બનાસકાંઠા અને વાવ થરાદ જિલ્લામાં વાતાવરણમાં પલટો, કાળા ડિબાંગ વાદળો છવાયા

Read Full Story arrow_forward
Bhavnagar: આવતીકાલથી સતત 3 દિવસ સુધી કાળિયાબીડ સહિતના વિસ્તારોમાં 7 કલાક વીજળી ગુલ
calendar_today June 9, 2026

Bhavnagar: આવતીકાલથી સતત 3 દિવસ સુધી કાળિયાબીડ સહિતના વિસ્તારોમાં 7 કલાક વીજળી ગુલ

ભાવનગર શહેરમાં ચોમાસા દરમિયાન વીજ લાઇન ટૂટી પડવાની કે શોર્ટ સર્કિટ થવાની ઘટનાઓ નિવારવા માટે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (PGVCL) દ્વારા પ્રી-મોન્સૂન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત આવતીકાલથી શહેરમાં સત્તાવાર રીતે ૩ દિવસ સુધી અલગ-અલગ વિસ્તારોમાં વીજ પુરવઠો સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પીજીવીસીએલના જણાવ્યા મુજબ, જૂની લાઈનોની મરામત, જોખમી ઝાડના ડાળખાં કટીંગ અને ટ્રાન્સફોર્મરના મેઇન્ટેનન્સ માટે દરરોજ સવારે 6:00 વાગ્યાથી બપોરના 1:00 વાગ્યા સુધી (7 કલાક) પાવર સપ્લાય બંધ રહેશે.ગરમીના દિવસોમાં તંત્રના ટાઇમિંગથી જનતા પરેશાનહાલમાં ઉનાળાની ઋતુના આખરી દિવસો ચાલી રહ્યા છે અને તાપમાનનો પારો ઊંચો હોવાથી અસહ્ય ઉકળાટ અને ગરમી પડી રહી છે. આવા કાળઝાળ વાતાવરણમાં સવારે 6 થી બપોરે 1 વાગ્યા સુધી વીજળી ગુલ થઈ જવાની જાહેરાતથી નાગરિકોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. બપોરના સમયે જ્યારે ઘરોમાં નાના બાળકો અને વૃદ્ધોને પંખા કે એસીની સૌથી વધુ જરૂર હોય છે, ત્યારે જ 7 કલાક સુધી વીજળી ન હોવાના કારણે લોકો ગરમીમાં અકળાઈ ઉઠશે. આ ઉપરાંત ઓનલાઇન કામ કરતા પ્રોફેશનલ્સ અને સ્થાનિક વેપારીઓનું કામકાજ પણ પ્રભાવિત થશે.રહીશોને પાણી-મોટર ચલાવવા અગાઉથી આયોજનની સલાહવીજ કંપનીના આ અચાનક વીજકાપના કારણે સવારના સમયે પાણી ખેંચવાની મોટરો ચાલુ થઈ શકશે નહીં, જેના લીધે અનેક સોસાયટીઓમાં પીવાના પાણીની સમસ્યા પણ સર્જાઈ શકે છે. સ્થાનિક કાઉન્સિલરો અને સામાજિક અગ્રણીઓએ નાગરિકોને અપીલ કરી છે કે વીજકાપના સમયને ધ્યાનમાં રાખીને પાણી ભરવા તેમજ અન્ય ઇલેક્ટ્રિક કાર્યોનું આયોજન વહેલી સવારે અથવા આગલી રાત્રે જ પૂર્ણ કરી લેવું, જેથી કોઈ અગવડતા ન પડે.આ પણ વાંચો: Banaskantha: વાવ-થરાદ પંથકમાં વાતાવરણમાં અચાનક પલટો, વહેલી સવારથી કાળા ડિબાંગ વાદળો છવાતાં ખેડૂતોમાં ચિંતા

Read Full Story arrow_forward
Vav -Tharad: સુઈગામ સરહદી વિસ્તારમાં પાણી ચોરી, પાઇપલાઇનમાંથી 25થી વધુ ગેરકાયદેસર કનેક્શન કાપી નંખાયા
calendar_today June 9, 2026

Vav -Tharad: સુઈગામ સરહદી વિસ્તારમાં પાણી ચોરી, પાઇપલાઇનમાંથી 25થી વધુ ગેરકાયદેસર કનેક્શન કાપી નંખાયા

બનાસકાંઠા જિલ્લાના સરહદી અને રણ સરહદે આવેલા સુઈગામ, વાવ અને થરાદ પંથકમાં દર ઉનાળે પાણીની ભારે વિકટ સમસ્યા સર્જાતી હોય છે. આ વર્ષે પણ છેલ્લા એક મહિનાથી આ સરહદી ગામોમાં પીવાના પાણીની રાડ બૂમ પડી રહી છે. સ્થાનિક રહીશોને પૂરતું પાણી ન મળવા પાછળ મુખ્ય પાઇપલાઇનમાંથી થતી પાણીની ચોરી જવાબદાર હોવાની વિગતો ઉચ્ચ કક્ષાએ પહોંચી હતી. જેને પગલે પાણી પુરવઠા વિભાગના ઉચ્ચ અધિકારીઓની ટીમ કાફલા સાથે ગ્રાઉન્ડ ઝીરો પર ઉતરી પડી હતી અને પાણી ચોરો સામે લાલ આંખ કરી હતી.6થી વધુ ગામોમાં સપાટો, 25થી વધુ જોડાણો કટપાણી પુરવઠા વિભાગની જુદી-જુદી ટીમો દ્વારા સુઈગામ પંથકના સરહદી એવા નવાપુરા, મોતીપુરા, બેણપ, નેસડા, ગોલપ અને કાણોઠી સહિતના ગામોની સીમમાંથી પસાર થતી પાણીની મુખ્ય લાઇનનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ચેકિંગ દરમિયાન ચોંકાવનારી વિગત સામે આવી હતી કે, અનેક લોકોએ મુખ્ય લાઇન પંચ કરીને (કાણું પાડીને) પોતાના વ્યક્તિગત વપરાશ કે ખેતી માટે ગેરકાયદેસર કનેક્શનો લઈ લીધા હતા. આના કારણે લાઇનના છેવાડે આવેલા ગામો સુધી પાણીનું પ્રેશર પહોંચતું ન હતું. તંત્રએ તાત્કાલિક જેસીબી અને ટેકનિકલ સ્ટાફની મદદથી ૨૫થી વધુ કનેક્શનો સ્થળ પર જ કાપી નાખ્યા હતા.ટેન્કર રાજ વચ્ચે કડક કાર્યવાહી અને નોટિસઉલ્લેખનીય છે કે, છેલ્લા એક માસથી આ વિસ્તારોમાં પાણીની તીવ્ર અછત હોવાથી સરકાર દ્વારા છેવાડાના વિસ્તારોમાં ટેન્કર મારફતે પાણી પુરવઠો પૂરો પાડવામાં આવી રહ્યો છે. લાખો રૂપિયાના ખર્ચે સરકારી ટેન્કરો દોડાવવા પડી રહ્યા છે ત્યારે સ્થાનિક સ્તરે થતી આવી ચોરી સરકારી મશીનરી માટે પડકારરૂપ બની હતી. પાણી પુરવઠા વિભાગે આ તમામ ૨૫થી વધુ ગેરકાયદેસર કનેક્શન ધારકોને ચિહ્નિત કરીને તમામને કડક કારણદર્શક નોટિસ ફટકારી છે અને આગામી દિવસોમાં દંડનીય તેમજ કાયદેસરની પોલીસ કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી છે. તંત્રના આ કડક વલણથી પાણી માફિયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.આ પણ વાંચો: Bhavnagar: આવતીકાલથી સતત 3 દિવસ સુધી કાળિયાબીડ સહિતના વિસ્તારોમાં 7 કલાક વીજળી ગુલ

Read Full Story arrow_forward