android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Khan Sir Controversy : ખાન સરને મોટી રાહત, ફાયરિંગ કેસમાં ધરપકડ પર કોર્ટે લગાવી રોક
calendar_today June 9, 2026

Khan Sir Controversy : ખાન સરને મોટી રાહત, ફાયરિંગ કેસમાં ધરપકડ પર કોર્ટે લગાવી રોક

સુનાવણી દરમિયાન બચાવ પક્ષે અદાલતને જણાવ્યું કે ફૈઝલ ખાનનો આ મામલામાં સીધો કોઈ ગુનાહિત સંબંધ નથી અને તેમને ખોટી રીતે આરોપી બનાવવામાં આવ્યા છે. બીજી તરફ, પોલીસે તપાસ અને નોંધાયેલી FIR સંબંધિત માહિતી અદાલત સમક્ષ રજૂ કરી હતી. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે આપ્યો નિર્ણય બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ જિલ્લા ન્યાયાધીશે ફૈઝલ ખાનને વચગાળાની રાહત આપી. અદાલતે તેમને સુરક્ષા આપતાં તેમની સામે કોઈપણ પ્રકારની દંડાત્મક કાર્યવાહી પર હાલ માટે રોક લગાવી છે. સાથે જ, કેસની આગામી સુનાવણી સુધી આ રાહત યથાવત્ રહેશે. એટલે કે હાલ તેમની ધરપકડ નહીં થાય.પટનાની એક કોચિંગ સંસ્થા સાથે જોડાયેલા વિવાદ દરમિયાન થયેલા ફાયરિંગ બાદ આ મામલો ચર્ચામાં આવ્યો ઉલ્લેખનીય છે કે પટનાની એક કોચિંગ સંસ્થા સાથે જોડાયેલા વિવાદ દરમિયાન થયેલા ફાયરિંગ બાદ આ મામલો ચર્ચામાં આવ્યો હતો. વાયરલ થયેલા વિડિયોના આધારે કદમકુઆં પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી હતી. પોલીસના જણાવ્યા મુજબ, ફાયરિંગની ઘટનામાં કોચિંગ સંસ્થા સાથે સંકળાયેલા બે ગાર્ડની ભૂમિકા સામે આવી હતી, જે હાલમાં ન્યાયિક કસ્ટડીમાં છે. મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અદાલતે અગાઉ પોલીસ પાસેથી કેસ ડાયરી અને તપાસ સંબંધિત દસ્તાવેજો મંગાવ્યા હતા. હવે આગોતરા જામીન અરજીની સુનાવણી દરમિયાન અદાલતે વચગાળાનું સંરક્ષણ આપતાં દંડાત્મક કાર્યવાહી પર રોક લગાવી છે. કેસની આગામી સુનાવણીમાં પોલીસની તપાસ રિપોર્ટ અને અન્ય પુરાવાઓ પર વિસ્તૃત વિચારણા કરવામાં આવશે.

Read Full Story arrow_forward
Stock Market Opening: શેરબજારમાં હરિયાળી, સેન્સેક્સ 391 પોઇન્ટના વધારા સાથે ખૂલ્યો
calendar_today June 9, 2026

Stock Market Opening: શેરબજારમાં હરિયાળી, સેન્સેક્સ 391 પોઇન્ટના વધારા સાથે ખૂલ્યો

ભારતીય શેરબજારમાં આજે હરિયાળી જોવા મળી. સેન્સેક્સ અને નિફ્ટી બંને લીલા નિશાનમાં ખૂલ્યા. સોમવારે શેરબજાર લાલ નિશાનમાં ખૂલ્યુ હતું પરંતુ મંગળવારે રાહત જોવા મળી છે. સવારે 9.30 કલાકની વાત કરીએ તો, સેન્સેક્સ +391.82 પોઇન્ટના વધારા સાથે 73,916.08 અંકે ખૂલ્યો જ્યારે નિફ્ટી +124.00 પોઇન્ટના વધારા સાથે 23,247.00 અંકે ખૂલ્યો. એશિયન બજારોમાં મિશ્ર કારોબારમંગળવારે સવારે એશિયન બજારોમાં મિશ્ર વલણ જોવા મળ્યું. જાપાનનો નિક્કી 225 ઇન્ડેક્સ 1.05 ટકાના વધારા સાથે ટ્રેડ કરી રહ્યો હતો, જ્યારે ઓસ્ટ્રેલિયાનો S&P/ASX 200 ઇન્ડેક્સ 0.63 ટકા ઘટ્યો હતો. યુએસ માર્કેટ પર્ફોર્મન્સ સોમવારે યુએસ શેરબજારોમાં મિશ્ર કારોબાર જોવા મળ્યો. S&P 500 ઇન્ડેક્સ અને નાસ્ડેક કમ્પોઝિટ અનુક્રમે 0.30 ટકા અને 0.86 ટકાના વધારા સાથે બંધ થયા. દરમિયાન, ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 0.16 ટકાના ઘટાડા સાથે બંધ થયા. કોમોડિટી માર્કેટમાં દબાણ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ નરમ પડ્યા. જૂન ડિલિવરી માટે બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સ 0.54 ટકા ઘટીને $93.74 પ્રતિ બેરલ થયા. દરમિયાન, સોના અને ચાંદીના ફ્યુચર્સ અનુક્રમે 0.14 ટકા અને 0.65 ટકાના ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યા હતા. સેન્સેક્સ અને નિફ્ટી માટે મજબૂત શરૂઆતમંગળવારે, ભારતીય શેરબજારને વૈશ્વિક બજારો તરફથી સકારાત્મક સંકેતો મળ્યા, જેના પરિણામે ટ્રેડિંગની મજબૂત શરૂઆત થઈ. BSE સેન્સેક્સ તેના અગાઉના બંધ 73,524 થી વધીને 74,035 ના સ્તરે ખુલ્યો. સેન્સેક્સ સાથે તાલમેલ જાળવી રાખતા, NSE નિફ્ટી પણ લીલા રંગમાં ખુલ્યો; 50-શેર ઇન્ડેક્સ ખુલતાની સાથે જ 23,259 પર પહોંચી ગયો, જે તેના અગાઉના બંધ 23,123 થી વધુ હતો. આ 10 શેરોમાં તીવ્ર વધારોટ્રેડિંગ શરૂ થતાંની સાથે જ ઘણી મોટી કંપનીઓના શેરમાં ઉછાળો જોવા મળ્યો. BSE લાર્જ-કેપ કેટેગરીમાં, ટ્રેન્ટ (2.50%), ICICI બેંક (2%), એક્સિસ બેંક (1.75%) અને ઇન્ડિગો (1.50%) જેવા શેરોમાં વધારા સાથે ટ્રેડિંગ થઈ રહ્યું હતું.આ પણ વાંચો- આ એક જિલ્લો, ગણાય છે Litchi Capital of India, જાણો કયો ?

Read Full Story arrow_forward
PM ઉજ્જવલા યોજનાના નિયમો બદલાયા,જાણો હવે કેટલા સિલિન્ડર પર મળશે સબસિડી?
calendar_today June 9, 2026

PM ઉજ્જવલા યોજનાના નિયમો બદલાયા,જાણો હવે કેટલા સિલિન્ડર પર મળશે સબસિડી?

કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના (PMUY) હેઠળના લાભાર્થીઓ માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે, જેની સીધી અસર લાખો ગરીબ પરિવારો પર પડશે. સરકારે હવે વર્ષ દરમિયાન મળતા સબસિડીયુક્ત સિલિન્ડરની સંખ્યામાં મોટો ઘટાડો કર્યો છે. હવે લાભાર્થીઓને અગાઉ મળતા 9 સિલિન્ડરના બદલે વર્ષમાં માત્ર 4 સિલિન્ડર પર જ ₹300 ની સબસિડીનો લાભ મળશે. આ સબસિડી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) દ્વારા સીધી લાભાર્થીઓના બેંક ખાતામાં જમા કરવામાં આવશે.ફેરફાર પાછળનું મુખ્ય કારણ વાસ્તવિક વપરાશપેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના અધિકારીઓના મતે, આ ફેરફાર પાછળનું મુખ્ય કારણ યોજનાના લાભાર્થી પરિવારોની વાસ્તવિક વપરાશની જરૂરિયાત છે. સરકારી ડેટા અને સર્વેક્ષણ મુજબ, ઉજ્જવલા યોજના હેઠળના મોટાભાગના પરિવારો વર્ષે સરેરાશ ચાર સિલિન્ડરનો જ ઉપયોગ કરે છે. વધુમાં, હાલમાં મધ્ય પૂર્વમાં ચાલી રહેલી ભૌગોલિક-રાજકીય કટોકટી અને કાચા તેલના પુરવઠામાં આવતા વિક્ષેપને ધ્યાનમાં રાખીને, ઘરેલુ સિલિન્ડરનો પુરવઠો સુનિશ્ચિત કરવાના હેતુથી સરકારે આ નિર્ણય લીધો છે.9 થી ઘટાડીને 4 કરવામાં આવીપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા મે 2016 માં શરૂ કરવામાં આવેલી આ મહત્વકાંક્ષી યોજનાનો ઉદ્દેશ્ય આર્થિક રીતે નબળા પરિવારોને રસોઈ માટે સુરક્ષિત ઇંધણ પૂરું પાડવાનો હતો. શરૂઆતના તબક્કે, આ યોજના હેઠળ દર વર્ષે 12 સિલિન્ડર મળતા હતા, જે ત્યારબાદ ઘટાડીને 9 અને હવે 4 કરવામાં આવ્યા છે.2023માં 200 થી વધારીને 300 કરાઇ સબસિડીસબસિડીના માળખામાં પણ સમયાંતરે ફેરફારો કરવામાં આવ્યા છે. મે 2022 માં સરકારે પ્રતિ સિલિન્ડર ₹200 ની સબસિડી આપવાનું શરૂ કર્યું હતું, જે ઓક્ટોબર 2023 માં વધારીને ₹300 કરવામાં આવી હતી. તાજેતરના ભાવ વધારાને જોતા, 7 જૂન, 2026 થી દિલ્હીમાં 14.2 કિલોગ્રામના સિલિન્ડરની કિંમત ₹942 થઈ ગઈ છે. આ કિંમતમાં ₹300 ની સબસિડી બાદ કરતાં, ઉજ્જવલાના લાભાર્થીઓને હવે પ્રતિ સિલિન્ડર ₹642 ચૂકવવા પડશે.સબસિડીનું વ્યવસ્થાપન વધુ સારૂં બનવાનો સરકારનો દાવોઆ નિર્ણય એવા સમયે લેવાયો છે જ્યારે તેલ કંપનીઓએ ઘરેલુ સિલિન્ડરના ભાવમાં સતત વધારો કર્યો છે. ભલે સિલિન્ડરની સંખ્યામાં ઘટાડો થયો હોય, પરંતુ સરકારનો દાવો છે કે આનાથી સબસિડીનું વ્યવસ્થાપન વધુ સુવ્યવસ્થિત બનશે. જે પરિવારોને વધારાના સિલિન્ડરની જરૂર હશે, તેમણે બજારના ભાવે જ ખરીદી કરવી પડશે. આ ફેરફાર અંગે લાભાર્થીઓમાં મિશ્ર પ્રતિક્રિયા જોવા મળી રહી છે, કારણ કે વધતી મોંઘવારી વચ્ચે બજેટનું આયોજન કરવું તેમના માટે વધુ પડકારજનક બની શકે છે.આ પણ વાંચોઃ ક્યુબામાં 6.1 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, ફ્લોરિડા સુધી અનુભવાયા આંચકા

Read Full Story arrow_forward