android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
West Bengal Politics: યુસુફ પઠાણ કરી રહ્યા છે NDAને સપોર્ટ ? 20 બળવાખોર સાંસદોમાં સામેલ?
calendar_today June 9, 2026

West Bengal Politics: યુસુફ પઠાણ કરી રહ્યા છે NDAને સપોર્ટ ? 20 બળવાખોર સાંસદોમાં સામેલ?

પશ્ચિમ બંગાળના સત્તાધારી પક્ષ તૃણમૂલ કોંગ્રેસ (TMC) માં એક મોટો રાજકીય ભૂકંપ આવ્યો છે. પક્ષના આશરે 20 લોકસભા સાંસદોએ બળવાખોર વલણ અપનાવીને રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન (NDA) ને સત્તાવાર ટેકો જાહેર કરવાનો નિર્ણય લીધો છે. આ સમગ્ર ઘટનાક્રમ એવા સમયે સામે આવ્યો છે જ્યારે ટીએમસી પ્રમુખ મમતા બેનર્જી દિલ્હીમાં 'INDIA' ગઠબંધનની બેઠકમાં ભાગ લેવા પહોંચ્યા હતા. 20 બળવાખોર સાંસદોના નામ જાહેર કરી શકેપક્ષના વરિષ્ઠ નેતા અને સાંસદ કાકોલી ઘોષ દસ્તીદાર આ બાગી જૂથનું નેતૃત્વ કરી રહ્યા હોવાનું મનાય છે. એક સમાચાર ચેનલ સાથે વાતચીત કરતા દસ્તીદારે સંકેત આપ્યો હતો કે આ જૂથમાં પૂર્વ ક્રિકેટર અને સાંસદ યુસુફ પઠાન પણ સામેલ છે. જોકે, પઠાન તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. દસ્તીદારે ઉમેર્યું કે જો જરૂર પડશે તો તેઓ તમામ 20 બળવાખોર સાંસદોના નામ જાહેર કરી શકે છે. પક્ષપલટા વિરોધી કાયદાથી બચવા માટે ખાસ વ્યૂહરચનાસૂત્રોના જણાવ્યા અનુસાર, આ બળવાખોર સાંસદો હાલમાં ટીએમસીમાંથી રાજીનામું આપશે નહીં કે સીધા ભાજપમાં જોડાશે નહીં. તેના બદલે, તેઓ લોકસભામાં એક અલગ જૂથ તરીકે કામ કરશે જે એનડીએ સરકારને ટેકો આપશે. એવી અટકળો છે કે અસંતુષ્ટ સાંસદોનું એક મોટું જૂથ મંગળવારે લોકસભા સ્પીકર ઓમ બિરલાને પત્ર સુપરત કરી શકે છે; જોકે, આ જૂથના કુલ સાંસદોની સંખ્યા હજુ સ્પષ્ટ નથી.રાજકીય ગણિત: લોકસભામાં ટીએમસી પાસે હાલમાં 28 સાંસદો છે (બસીરહાટના સાંસદ હાજી નુરુલ ઇસ્લામના અવસાન બાદ એક બેઠક ખાલી છે). પક્ષપલટા વિરોધી કાયદા હેઠળ કાનૂની કાર્યવાહીથી બચવા માટે બે-તૃતિયાંશ ($2/3$) સાંસદોનું સાથે હોવું જરૂરી છે. બાગી જૂથમાં 20 સાંસદો હોવાથી તેઓ આ કાયદાના દાયરામાંથી સુરક્ષિત રહેશે. દસ્તીદારે આ અંગે લોકસભા સ્પીકર ઓમ બિરલાને પત્ર લખીને એનડીએને સમર્થન આપવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.મહુઆ મોઇત્રાએ યુસુફ પઠાન પર આકરા પ્રહારો કર્યાઆ બળવાના સમાચારો વચ્ચે ટીએમસીના ફાયરબ્રાન્ડ સાંસદ મહુઆ મોઇત્રાએ સોમવારે યુસુફ પઠાન પર તીખો હુમલો કર્યો હતો. મોઇત્રાએ સોશિયલ મીડિયા અથવા નિવેદન દ્વારા જણાવ્યું:"યુસુફ પઠાન, શું તમે અમિત શાહનો ફોન આવ્યા બાદ દિલ્હી જઈ રહ્યા છો? થોડી હિંમત બતાવો. તમે દેશ માટે ક્રિકેટ રમ્યા છો અને અમારા જિલ્લાની જનતાએ તમને જંગી બહુમતીથી જીતાડ્યા છે. થોડી શરમ રાખો અને તમારી કરોડરજ્જુ મજબૂત કરો."બહરામપુર બેઠક પર અગાઉ પણ થયો હતો વિવાદતાજેતરમાં એવા અહેવાલો પણ વહેતા થયા હતા કે મમતા બેનર્જીને બહરામપુર બેઠક પરથી પેટાચૂંટણી લડાવવા માટે ટીએમસીએ યુસુફ પઠાનને સાંસદ પદેથી રાજીનામું આપવા મનાવવાનો પ્રયાસ કર્યો હતો. આ માટે પૂર્વ ક્રિકેટર સૌરવ ગાંગુલીની પણ મદદ લેવામાં આવી હોવાનો દાવો કરાયો હતો, પરંતુ યુસુફ પઠાને પદ છોડવાનો ઇનકાર કરી દીધો હતો. જોકે, પાછળથી ગાંગુલીએ આ તમામ દાવાઓને પાયાવિહોણા ગણાવી ફગાવી દીધા હતા.ભાજપ નેતાના નિવાસ્થાને ગુપ્ત બેઠક, તસવીરો વાયરલપીટીઆઈ (PTI) ના અહેવાલ મુજબ, બળવાખોર સાંસદોના એક જૂથે દિલ્હીમાં ભાજપના વરિષ્ઠ નેતા ભૂપેન્દ્ર યાદવના નિવાસસ્થાને એક મહત્વની બેઠક યોજી હતી. આ બેઠકની એક કથિત તસવીર પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.બેઠકમાં જોવા મળેલા મુખ્ય ચહેરાઓ:સુખેન્દુ શેખર રાય (રાજ્યસભા સભ્ય)શતાબ્દી રોય (સાંસદ)અબુ તાહીરઅસિત મલઅરૂપ ચક્રવર્તીકાલીપદ ખેરવાલજગદીશ બસુનિયાપ્રસુન બેનર્જીશર્મિલા સરકારહાલમાં ટીએમસી નેતૃત્વ આ સમગ્ર સ્થિતિ પર નજર રાખી રહ્યું છે, પરંતુ આટલા મોટા પાયે થયેલા બળવાએ પક્ષની અંદર ખળભળાટ મચાવી દીધો છે.આ પણ વાંચો- આ એક જિલ્લો, ગણાય છે Litchi Capital of India, જાણો કયો ?

Read Full Story arrow_forward
Vadodara : ડેસરમાં ભારે ધડાકા અને કંપનથી લોકોમાં ફફડાટ, ક્વોરી બંધ કરાવવા ગ્રામજનોએ ઉપાડ્યો મોરચો
calendar_today June 9, 2026

Vadodara : ડેસરમાં ભારે ધડાકા અને કંપનથી લોકોમાં ફફડાટ, ક્વોરી બંધ કરાવવા ગ્રામજનોએ ઉપાડ્યો મોરચો

વડોદરા જિલ્લાના ડેસર તાલુકામાંથી સ્થાનિકોના આક્રોશ અને ભયના મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ડેસરના ઉદલપુર-જાનીપુરા ગામ નજીક આવેલી BD પટેલ ક્વોરી માં થતા ખતરનાક બ્લાસ્ટિંગ સામે ગ્રામજનોએ ભારે વિરોધ નોંધાવ્યો છે. ક્વોરીમાં થતા પ્રચંડ ધડાકા, ઉડતી ધૂળની ડમરીઓ અને જમીનમાં થતા તીવ્ર કંપનને કારણે જાનીપુરા અને આસપાસના વિસ્તારના લોકોમાં ભારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આ ગંભીર બાબતે ગ્રામજનોએ એકઠા થઈને સરપંચ સહિત વહીવટી તંત્રને લેખિત આવેદનપત્ર પાઠવી બ્લાસ્ટિંગ તાત્કાલિક બંધ કરવાની માગ કરી છે.લોકોના જાનમાલની સુરક્ષા સામે મોટો ખતરો ગ્રામજનોએ રજૂઆતમાં ભીતિ વ્યક્ત કરી છે કે આ હેવી બ્લાસ્ટિંગના કારણે વિસ્તારના રહેણાંક મકાનો, કિંમતી સરકારી મિલકતો જેવી કે ગામની પાણીની ટાંકી અને શાળાના બિલ્ડિંગમાં ગંભીર તિરાડો પડી શકે તેમ છે. આ ધડાકાઓથી લોકોના જાનમાલની સુરક્ષા સામે મોટો ખતરો ઊભો થયો છે.  બ્લાસ્ટિંગનું તમામ કામ સદંતર રોકી દેવામાં આવે આ સાથે જ ક્વોરીના કારણે સ્થાનિક પર્યાવરણ અને લોકોના સ્વાસ્થ્ય પર થતી જીવલેણ અસરોની તપાસ કરાવવા માટે પણ અપીલ કરવામાં આવી છે. ગ્રામજનોની સ્પષ્ટ માગ છે કે જ્યાં સુધી આ સ્થળની સત્તાવાર સરકારી માપણી પૂર્ણ ન થાય, ત્યાં સુધી બ્લાસ્ટિંગનું તમામ કામ સદંતર રોકી દેવામાં આવે. તમામ મંજૂરીઓની નવેસરથી તપાસ કરવાની માગ આ લડાઈને વહીવટી સ્તરે લઈ જવા માટે ઉદલપુર-જાનીપુરાના નાગરિકો દ્વારા ડેસર મામલતદાર, સ્થાનિક પોલીસ, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, કલેક્ટર અને એસપી સહિતના તમામ ઉચ્ચ અધિકારીઓને આવેદનપત્ર મોકલી દેવાયું છે. સ્થાનિકોએ ATR સહિત ક્વોરીને મળેલી તમામ મંજૂરીઓની નવેસરથી તપાસ કરવાની માગ કરી છે. જો તપાસમાં કોઈપણ પ્રકારનું ગેરકાયદેસર ખનન કે નિયમોની વિરુદ્ધ જઈને કરાતું બ્લાસ્ટિંગ સાબિત થાય, તો ઓપરેટરો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ બુલંદ બની છે. આ પણ વાંચો----    Gujarat Latest News Live : રાજકોટથી દિલ્હી જતી ફ્લાઇટની ઇમરજન્સી લેન્ડિંગ

Read Full Story arrow_forward
Kutch: માધાપરના બે શખ્સો સામે મ્યુલ એકાઉન્ટનો ગુનો દાખલ, કરોડોના ડિજિટલ સ્કેમમાં કાયદાકીય સકંજો
calendar_today June 9, 2026

Kutch: માધાપરના બે શખ્સો સામે મ્યુલ એકાઉન્ટનો ગુનો દાખલ, કરોડોના ડિજિટલ સ્કેમમાં કાયદાકીય સકંજો

દેશભરમાં સામાન્ય લોકોને રોકાણ, લોન કે ટાસ્ક ફ્રોડના નામે લૂંટતા આંતરરાષ્ટ્રીય સાઇબર ગુનેગારોના નાણાકીય વ્યવહારો સંભાળતા લોકલ નેટવર્ક પર ભુજ બોર્ડર રેન્જ સાઇબર પોલીસે ત્રાટકીને મોટી સફળતા મેળવી છે. કચ્છના માધાપર વિસ્તારમાં રહેતા બે શખ્સો દ્વારા સાઇબર ફ્રોડના નાણાં સગેવગે કરવા માટે ખાસ 'મ્યુલ એકાઉન્ટ' (Mule Account) ઓપરેટ કરવામાં આવતું હોવાનું સામે આવ્યું છે. આ મામલે પોલીસે કાયદેસરની કલમો હેઠળ મુકેશ ગજરા અને રમેશ ભાનુશાલી નામના બે શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી સમગ્ર કાળા કારોબારના મૂળ સુધી પહોંચવા ચક્રો ગતિમાન કર્યા છે.47 દિવસમાં કરોડોની એન્ટ્રી, એજન્સીઓ ચોંકી ઉઠીપોલીસના સત્તાવાર સૂત્રો પાસેથી મળતી ચોંકાવનારી વિગત મુજબ, આરોપીઓએ બેંકિંગ નિયમોની આંખમાં ધૂળ નાખીને 'આશાપુરા એન્ટરપ્રાઇઝ' નામની એક બોગસ વ્યાપારી પેઢી ઊભી કરી હતી. આ પેઢીના નામે સત્તાવાર કરન્ટ બેંક એકાઉન્ટ ખોલાવવામાં આવ્યું હતું. સાઇબર પોલીસે જ્યારે આ ખાતાના સ્ટેટમેન્ટનો ટેકનિકલ સર્વે કર્યો ત્યારે ઉચ્ચ અધિકારીઓ પણ સ્તબ્ધ થઈ ગયા હતા. માત્ર ૪૭ દિવસની અંદર જ આ સિંગલ એકાઉન્ટમાં અલગ-અલગ જગ્યાએથી કુલ 7.74કરોડ જેટલી માતબર રકમ જમા થઈ હતી અને ક્ષણભરમાં અન્ય ખાતાઓમાં ટ્રાન્સફર પણ કરી દેવામાં આવી હતી.દેશભરની 47 ફરિયાદોનું કનેક્શન આ ખાતા સાથે જોડાયુંવધુ તપાસમાં બહાર આવ્યું છે કે, આ એકાઉન્ટનો ઉપયોગ સાઇબર ઠગો દ્વારા લાઇન-ક્લિયર કરવા માટે થતો હતો. દેશભરમાંથી જે 47 નિર્દોષ લોકો ઓનલાઇન છેતરપિંડી કે ડિજિટલ અરેસ્ટનો ભોગ બન્યા હતા, તે તમામ લોકોના નાણાં આ 'આશાપુરા એન્ટરપ્રાઇઝ'ના ખાતામાં જ જમા થયા હતા. જ્યારે ભોગ બનનારાઓએ કેન્દ્રીય સાઇબર પોર્ટલ પર ફરિયાદ નોંધાવી, ત્યારે કડીઓ જોડાતા છેડો કચ્છના માધાપરમાં આવીને અટક્યો હતો. સામાન્ય રીતે સ્થાનિક યુવકો થોડા કમિશનની લાલચે પોતાની આઈડી પર આવા ખાતા ખોલાવી સાઇબર માફિયાઓને સોંપી દેતા હોય છે. ભુજ સાઇબર પોલીસે આ મામલે મની લોન્ડરિંગ અને આઈટી એક્ટ હેઠળ ગુનો નોંધી મુખ્ય સૂત્રધારોને પકડવા માટે ઓપરેશન તેજ કર્યું છે.આ પણ વાંચો: Surat: VNSGUમાં એડમિશન રેશિયો ગગડ્યો, માત્ર 11 ટકા વિદ્યાર્થીઓએ જ બેઠકો કન્ફર્મ કરાવી

Read Full Story arrow_forward