android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
શાહીબાગમાં પ્રદૂષિત પાણીથી ત્રસ્ત રહીશોની AMC સ્ટાફને ઘેરાબંધી
calendar_today June 8, 2026

શાહીબાગમાં પ્રદૂષિત પાણીથી ત્રસ્ત રહીશોની AMC સ્ટાફને ઘેરાબંધી

અમદાવાદના ઘાટલોડિયા અને ગોતા વોર્ડમાં આવેલી સોસાયટીઓમાં પ્રદૂષિત પાણીની બનેલી ઘટના પછી મ્યુનિસિપલ કમિશનરે પ્રદૂષિત પાણીની મળતી ફરિયાદો ઉકેલવા સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર જાહેર કરી હતી. આ ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને પણ ગણતરીના કલાકોમાં જે તે વિસ્તારમાંથી મળતી ફરિયાદ ઉકેલી નાખવાનો દાવો કર્યો હતો. આ દાવા પોકળ પુરવાર થયા છે. શાહીબાગ વોર્ડમાં આવેલી ભોગીલાલની ચાલીના રહીશો પ્રદૂષિત પાણી આવતું હોવાની એક સપ્તાહથી ફરિયાદ કરતા હતા. રોષે ભરાયેલા રહીશોએ અંતે સોમવારે મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટાફ્ ઉપર તેમની ખફ્ગી ઉતારી હતી. સ્થાનિક ધારાસભ્યની ઓફ્સિ બહાર ધરણાં કરી હોબાળો કર્યો હતો. મ્યુનિ. અધિકારીઓની ગાડીઓની ચાવી લઈ આક્રોશ વ્યક્ત કરતા મામલો બિચકતાં પોલીસને બોલાવવાની ફરજ પડી હતી. સરકારી કામમાં અવરોધ ઊભો કરવા બદલ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ ફરિયાદ નોંધાવવામાં આવી હોવાનું જાણવા મળે છે.શહેરના કોટ વિસ્તાર સહિત મધ્ય ઝોનમાં આવેલા છ વોર્ડમાં શાહીબાગ વોર્ડનોપણ સમાવેશ થાય છે. તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર એમ. થેન્નારસનના સમયે તમામ છ વોર્ડમાં પચાસ વર્ષ જૂની પાણી અને ડ્રેનેજની લાઇન બદલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ માટે રૂપિયા 180 કરોડથી પણ વધુ રકમના ટેન્ડરને મંજૂરી પણ અપાઈ અને કામગીરી પણ ચાલી રહી છે. આમ છતાં સોમવારે સવારના સમયે સિવિલ હોસ્પિટલની સામે આવેલી ભોગીલાલની ચાલીમાં લાઇનનું જોડાણ કરવા ગયેલી મ્યુનિસિપલ કોર્પોરેશનના મધ્ય ઝોન ઇજનેર વિભાગની ટીમને લોકોના ટોળાએ ઘેરી લઈ ભારે હોબાળો કર્યો હતો. ઘટનાની જાણ ઝોનના એડિશનલ સિટી ઇજનેર અમિત પટેલને થતાં તેઓ પણ સ્થળ ઉપર દોડી ગયા હતા. પોલીસની મદદ લઈ મામલાને થાળે પાડવામાં આવ્યા પછી વોશઆઉટ કરવામાં આવેલી પાણીની લાઇનનું જોડાણ બપોરના સમયે પૂરું કરી શકાયું હતું. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
બાંગ્લાદેશી ઘૂસણખોરી રોકવા લો&ઓર્ડર જાળવવા પર ભાર
calendar_today June 8, 2026

બાંગ્લાદેશી ઘૂસણખોરી રોકવા લો&ઓર્ડર જાળવવા પર ભાર

રાજ્યના નવનિયુક્ત ડીજીપી જી.એસ. મલીકે સોમવારે સવારે વિધીવત રીતે કાર્યભાર સંભાળી લીધો છે. તેમણે જણાવ્યું હતું કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતી જાળવવા પર તેમજ ડ્રગ્સની બદી અને બાંગ્લાદેશી ઘૂસણખોરોને રોકવાનું કામ પ્રાયોરીટીમાં રહેશે. અમીર હોય કે ગરીબ દરેક માટે કાયદો સમાન રીતે કાર્યવાહી કરશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દેશની આંતરીક સુરક્ષાને ધ્યાને રાખીને આગામી દિવસોમાં પણ ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરતા તત્વોને પકડવા માટે કામગીરી ચાલુ રખાશે. ડ્રગ્સના દૂષણને રોકવા સઘન પ્રયાસ કરાશે. આ ઉપરાંત સાયબર ક્રાઈમના બનાવોને રોકવા અને ટ્રાફિકની સમસ્યા હલ કરવા પર ભાર મુકાશે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
વિસનગરમાં ભાજપના બિનહરીફ્ કોર્પોરેટરનો ટ્રેન નીચે પડી આપઘાત
calendar_today June 8, 2026

વિસનગરમાં ભાજપના બિનહરીફ્ કોર્પોરેટરનો ટ્રેન નીચે પડી આપઘાત

વિસનગર વોર્ડ નંબર એકના ભાજપના કોર્પોરેટર દીપકભાઈ ડાહ્યાલાલ મોદીએ વહેલી સવારે ટ્રેન નીચે પડી આપઘાત કર્યો હતો. પોલીસે તેમના પુત્ર મોહિત મોદીનું નિવેદન નોંધી અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાયદેસરની તપાસ હાથ ધરી છે. કાંસા એન.એ., ગણેશનગરમાં રહેતા દીપકભાઈ મોદી સવારે છ વાગ્યે તેમના પરિવારને ચા-નાસ્તો કરી આવું છું તેમ કહીને ઘરેથી એક્ટિવા લઈને નીકળ્યા હતા. ત્યારબાદ તેમણે પત્નીના ફેન પર પોતાના મોબાઈલથી ફેન કરીને 'મારે જીવવું નથી' તેમ કહી ફેન મૂકી દીધો હતો. આથી ચિંતાતુર બનેલા પરિવારના સભ્યોએ તેમની શોધખોળ હાથ ધરી હતી. તે દરમિયાન રેલવે ટ્રેક પર કોઈ અજાણ્યા ઇસમની લાશ પડી હોવાની માહિતી વાતવાતમાં મળી હતી. જેથી પરિવારે ઘટના સ્થળે જઈને તપાસ કરતાં વરેઠા-ગાંધીનગર જતી ટ્રેન નીચે રેલવે ટ્રેક પર માથું અને शरीर કપાયેલી હાલતમાં દૂર પડયાં હોવાનું જોવા મળ્યું હતું. આ બાબતે વિસનગર શહેર પી.આઈ.એ જણાવ્યું હતું કે, આ મામલે હાલ ઝીણવટભરી તપાસ ચાલી રહી છે. દીપક મોદી તાજેતરમાં નગરપાલિકાની યોજાયેલી ચૂંટણીમાં તેમના વોર્ડ નંબર-1ની પેનલમાં બિનહરીફ્ ચૂંટાઈ આવ્યા હતા. તેમના પરિવારમાં બે પુત્રો અને એક પુત્રી છે. જેમાં એક પુત્ર મોહિતકુમાર વેટરનરી ડોક્ટર છે અને તેઓ ધાનેરા ખાતે ફરજ બજાવે છે, જ્યારે બીજો પુત્ર ડોક્ટરનો અભ્યાસ કરી રહ્યો છે અને પુત્રી પણ ડોક્ટર છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward