ખોખરા AMTS બસ સ્ટેશન પાસે જ ગંદકીના થર જામ્યા, રોગચાળાનો ભય
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એક તરફ્ સ્માર્ટ સિટી અને જાહેર પરિવહનને મજબૂત બનાવવાની મોટી-મોટી વાતો કરે છે, તો બીજી તરફ્ પૂર્વ વિસ્તારમાં આવેલું ખોખરા AMTS બસ સ્ટેશન તંત્રનીઘોર બેદરકારીનું જીવતું જાગતું ઉદાહરણ બની ગયું છે. આ બસ સ્ટેશન હાલમાં ગટરના ઉભરાતા ગંદા પાણી, કાદવ-કીચડ અને અસહ્ય ગંદકીના સામ્રાજ્યમાં ફેરવાઈ ગયું છે. બસની રાહ જોઈને ઉભા રહેતા હજારો મુસાફરો અત્યારે નર્કાગાર જેવી સ્થિતિમાં ઉભા રહેવા મજબૂર બન્યા છે. ખોખરા બસ સ્ટેશન પૂર્વ વિસ્તારનું એક મહત્વનું જંક્શન છે, જ્યાંથી રોજ હજારો નાગરિકો, નોકરિયાતો અને વિદ્યાર્થીઓ અવરજવર કરે છે. પરંતુ અત્યારે સ્થિતિ એવી છે કે આખા બસ સ્ટેશન પરિસરમાં ગટરના કાળા પાણી ફરિ વળ્યા છે. ગંદકીના કારણે અસહ્ય દુર્ગંધ મારી રહી છે અને મચ્છરોનો ભારે ત્રાસ વધી ગયો છે. સ્માર્ટ સિટીના આ ડેપોમાં મુસાફરો માટે બેસવાની વ્યવસ્થા તો ઠીક, પણ ગંદકીના કારણે ઉભા રહેવાની જગ્યા પણ બચી નથી.મહત્વનું છે કે હજુ તો ચોમાસાની શરૂઆત છે ત્યાં જ જો બસ સ્ટેશનની આ હાલત હોય, તો આગળ જતા સ્થિતિ કેટલી ભયજનક બનશે તે વિચારીને જ ધ્રુજી જવાય છે. સ્થાનિક રહીશો અને મુસાફરોની એક જ માંગ છે કે તંત્ર કુંભકર્ણની નિદ્રામાંથી જાગે અને તાત્કાલિક ધોરણે આ ગટરની સમસ્યાનું કાયમી નિવારણ લાવે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward