android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
નંદુરબારમાં શહીદ શિરીષકુમારનું જન્મશતાબ્દી વર્ષ ઉજવવા માંગણી
calendar_today June 8, 2026

નંદુરબારમાં શહીદ શિરીષકુમારનું જન્મશતાબ્દી વર્ષ ઉજવવા માંગણી

ભારતના સ્વતંત્રતા સંગ્રામના બાળવીર શહીદ શિરીષકુમાર મહેતાના જન્મશતાબ્દી વર્ષ નિમિત્તે વર્ષભર જનજાગૃતિ કાર્યક્રમો યોજવા, સ્મારકોનું સંવર્ધન કરવા અને હુતાત્મા ઉદ્યાનને પુનઃ કાર્યરત કરવા માંગ ઉઠી છે. આ મુદ્દે શહીદ શિરીષકુમાર મિત્ર મંડળ દ્વારા રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્રને આવેદન પાઠવવામાં આવ્યું છે.ભારતના સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન 9 સપ્ટેમ્બર, 1942ના રોજ નંદુરબારમાં પ્રાણોની આહુતિ આપનાર પાંચ બાળવીરોમાં મુખ્ય શહીદ શિરીષકુમાર મહેતાનું વર્ષ 2026માં જન્મશતાબ્દી વર્ષ હોવા છતાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કોઈ આયોજન ન કરાયું હોવાના આક્ષેપ સાથે શહીદ શિરીષકુમાર મિત્ર મંડળના સંસ્થાપક પ્રમુખ મહાદુ હિરનવાળાએ નંદુરબાર જિલ્લાના મંત્રી હસન મુશ્રીફને આવેદનપત્ર પાઠવ્યું છે. તેની નકલ રાજ્યના મુખ્યમંત્રી તથા બંને નાયબ મુખ્યમંત્રીઓને પણ મોકલવામાં આવી છે. આવેદનમાં જણાવાયું છે કે, 28 ડિસેમ્બર, 2026ના રોજ શહીદ શિરીષકુમાર મહેતાની 100મી જન્મજયંતી છે. આ નિમિત્તે જિલ્લા આયોજન મંડળ તરફ્થી વિશેષ ભંડોળ ફાળવી વર્ષભર સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે જનજાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવે. ઉપરાંત નગરપાલિકા, જિલ્લા પરિષદ તથા સરકારી-ખાનગી શાળાઓમાં શહીદના બલિદાન અને કાર્ય અંગે વિદ્યાર્થીઓને માહિતગાર કરવા મોટા પાયે કાર્યક્રમો યોજવાની માંગ કરવામાં આવી છે. ઉપરાંત જેપીએન હોસ્પિટલ સામે ઉદ્યાન વર્ષોથી બંધ હાલતમાં છે, જ્યારે માણિકચોક સ્થિત સ્મારક આસપાસ ગેરકાયદેસર દબાણો, વાહનોના પાર્કિંગ અને ગંદકીના કારણે તેની પવિત્રતા જોખમાઈ રહી છે. જન્મશતાબ્દી વર્ષ નિમિત્તે ઉદ્યાનને તાત્કાલિક શરૂ કરવા તેમજ સ્મારક પરિસરને સ્વચ્છ અને દબાણમુક્ત બનાવવા માંગ કરવામાં આવી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
નારોલમાં રસ્તા પરનું સરકારી બેરિકેડ બન્યું ડિસ્પ્લે બોર્ડ!
calendar_today June 8, 2026

નારોલમાં રસ્તા પરનું સરકારી બેરિકેડ બન્યું ડિસ્પ્લે બોર્ડ!

શહેરમાં ટ્રાફ્કિ અને ગેરકાયદેસર દબાણોની સમસ્યા નવી નથી, પરંતુ નારોલ વિસ્તારમાંથી જે તસવીર સામે આવી છે તે તંત્રની નિષ્ક્રિયતા અને દબાણ કરનારાઓની બેખોફ્ માનસિકતાની પોલ ખોલે છે. સામાન્ય રીતે રસ્તા પર ચાલી રહેલા વિકાસકામો કે ખોદકામ દરમિયાન સુરક્ષા માટે મુકવામાં આવતા સરકારી બેરિકેડ્સ હવે ફેરિયાઓ માટે મફ્તનું શોરૂમ કે ડિસ્પ્લે બોર્ડ બની ગયા છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
CTMમાં AMC એ ખોદકામ કરતી વખતે વૈકલ્પિક રસ્તો ન આપતા લોકો પરેશાન
calendar_today June 8, 2026

CTMમાં AMC એ ખોદકામ કરતી વખતે વૈકલ્પિક રસ્તો ન આપતા લોકો પરેશાન

શહેરમાં પ્રિ-મોન્સૂન કામગીરી અને વિકાસકાર્યોના નામે ઠેર-ઠેર ખોદકામ ચાલી રહ્યું છે, પરંતુ સ્થાનિક લોકો અને વાહનચાલકોની સુવિધાની કોઈ દરકાર લેવામાં આવતી નથી. આવો જ એક ગંભીર કિસ્સો CTM ચાર રસ્તા પાસે આવેલી પૂર્વદીપ સોસાયટીની બહાર સામે આવ્યો છે. અહીં મુખ્ય રસ્તા પર મોટા પાયે ખોદકામ ચાલી રહ્યું છે, પરંતુ તંત્ર દ્વારા વાહનચાલકો માટે કોઈ વૈકલ્પિક રસ્તાની વ્યવસ્થા કરવામાં ન આવતા ભારે અરાજકતા સર્જાઈ છે.સ્થાનિકોનું કહેવું છે કે સોસાયટીની બિલકુલ સામે જ રસ્તો ખોદી નાખવામાં આવ્યો છે. આસપાસ કોઈ ડાયવર્ઝન કે વૈકલ્પિક માર્ગ ન હોવાને કારણે વાહનચાલકો ચાલુ ખોદકામે, જેસીબી (JCB) અને ડમ્પરોની વચ્ચેથી જ પસાર થવા મજબૂર બન્યા છે. ટુ-વ્હીલર ચાલકો અને રાહદારીઓ જીવના જોખમે માટીના ઢગલા અને ખાડાઓમાંથી રસ્તો ઓળંગી રહ્યા છે, જે ગમે ત્યારે મોટી દુર્ઘટનાને આમંત્રણ આપી શકે છે. સ્થાનિકોનું કહેવું છે કે અહીંથી પસાર થવું એટલે મોતને મુઠ્ઠીમાં લઈને નીકળવા બરાબર છે. ઓફ્સિ જવાના સમયે અહીં ભારે ટ્રાફ્કિ જામ થાય છે. નાના બાળકો અને વૃદ્ધોને રસ્તો ક્રોસ કરવામાં ભારે હાલાકી ભોગવવી પડે છે. જો કોઈ વળાંક લેતા ખાડામાં ખાબકશે તો જવાબદારી કોની? સ્થાનિકોની માંગ છે કેઆ કામગીરી યુદ્ધના ધોરણે પૂર્ણ કરવામાં આવે, અથવા તો તાત્કાલિક ધોરણે વાહનોની અવરજવર માટે સલામત વૈકલ્પિક રસ્તો ડાયવર્ઝનઆપવામાં આવેજેથી કોઈ નિર્દોષ નાગરિકનો જીવ જોખમમાં ન મુકાય. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward