android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Mehsana: વિસનગર ભાજપના કોર્પોરેટર દીપક મોદીએ ટ્રેન નીચે પડતું મૂકી કર્યો આપઘાત, રાજકીય આલમ સ્તબ્ધ
calendar_today June 8, 2026

Mehsana: વિસનગર ભાજપના કોર્પોરેટર દીપક મોદીએ ટ્રેન નીચે પડતું મૂકી કર્યો આપઘાત, રાજકીય આલમ સ્તબ્ધ

મહેસાણા જિલ્લાના વિસનગરમાંથી એક અત્યંત ગંભીર અને હૃદયદ્રાવક ઘટના પ્રકાશમાં આવી છે. સ્થાનિક રાજકારણમાં મોટું નામ અને વર્ચસ્વ ધરાવતા ભાજપના કોર્પોરેટર દીપક મોદીએ આપઘાત કરી લેતા વિસનગર શહેરમાં શોક વ્યાપી ગયો છે. પ્રાથમિક વિગતો મુજબ, દીપક મોદીએ કોઈ અગમ્ય કારણોસર માનસિક સંતુલન ગુમાવતાં કે ભારે તણાવ હેઠળ આવીને દોડતી ટ્રેન નીચે પડતું મૂકી દીધું હતું. ટ્રેનની અડફેટે આવતા જ તેમનું શરીર ક્ષત-વિક્ષત થઈ ગયું હતું અને ઘટનાસ્થળે જ તેમનું પ્રાણપંખેરૂ ઊડી ગયું હતું.બિનહરીફ ચૂંટાયેલા જનપ્રતિનિધિનો કરૂણ અંજામઅત્રે ઉલ્લેખનીય છે કે, દીપક મોદી સ્થાનિક સ્તરે ખૂબ જ મજબૂત પકડ ધરાવતા હતા. તાજેતરમાં યોજાયેલી વિસનગર નગરપાલિકાની ચૂંટણીમાં તેઓ વોર્ડ નંબર 1 માંથી ભાજપની ટિકિટ પર લડ્યા હતા અને પ્રજામાં તેમની લોકપ્રિયતા એવી હતી કે તેઓ સામે કોઈ ઉમેદવાર ન ઉતરાતા તેઓ બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા. એક તરફ ઉજજવળ રાજકીય ભવિષ્ય અને નગરસેવક તરીકે સત્તા હાથમાં હોવા છતાં, તેમણે કેમ આવું આત્મઘાતી પગલું ભરવું પડ્યું, તેને લઈને વિસનગરના રાજકીય વર્તુળોમાં જાતજાતની ચર્ચાઓ અને તર્ક-વિતર્કો શરૂ થઈ ગયા છે.કારણ શોધવા પોલીસ મેદાનમાંઘટનાની વાયુવેગે જાણ થતાં જ ઘટનાસ્થળે લોકો અને સ્થાનિક ભાજપના હોદ્દેદારોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા. રેલવે પોલીસ અને વિસનગર સ્થાનિક પોલીસનો કાફલો તાત્કાલિક ટ્રેક પર પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહને કબ્જે લઈ પોસ્ટમોર્ટમ (PM) માટે મોકલી આપ્યો છે. હાલ સુધી ઘટનાસ્થળેથી કે મૃતક પાસેથી કોઈ સુસાઈડ નોટ મળી આવી નથી, જેથી આપઘાત પાછળનું સાચું કારણ હજુ સુધી અકબંધ છે. પોલીસે પરિવારજનોની પૂછપરછ અને કોર્પોરેટરના મોબાઈલ ફોનની કૉલ ડિટેલ્સના આધારે આત્મહત્યાના રહસ્ય પરથી પડદો ઉઠાવવા માટે આગળની કાયદાકીય તપાસ હાથ ધરી છે.આ પણ વાંચો: Rajkot: ત્રંબા ગામ પાસે પૂરપાટ કારે દુકાન પાસે ઉભેલા વ્યક્તિને કચડ્યો, ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું

Read Full Story arrow_forward
Patan : લુખ્ખા ઝહીર ખોખરાને પોલીસે ખોખરો કર્યો, ગેરકાયદેસર મિલકત પર બુલડોઝર ફેરવાયું
calendar_today June 8, 2026

Patan : લુખ્ખા ઝહીર ખોખરાને પોલીસે ખોખરો કર્યો, ગેરકાયદેસર મિલકત પર બુલડોઝર ફેરવાયું

પાટણમાં અસામાજિક તત્વો સામે પોલીસ અને તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શહેરના બુકડી વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે તંત્રએ બુલડોઝર ચલાવ્યું હતું. આ કાર્યવાહી દરમિયાન પાટણમાં અસામાજિક તત્વો સામે પોલીસ અને તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હતી.ખોખરા સામે અનેક ગંભીર ગુનાઓ માહિતી મુજબ, તાજેતરમાં જાહેર ફાયરિંગ અને હત્યાના કેસ બાદ તંત્ર દ્વારા ગેરકાયદેસર મિલકતો સામે કાર્યવાહી વધુ તેજ કરવામાં આવી છે. ઝહીર ઉર્ફે ખોખરા પર ખૂન, ખૂનની કોશિશ, લૂંટ સહિતના અનેક ગંભીર ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. હાલ તે સબજેલમાં હોવાનું પણ જાણવા મળ્યું છે. સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ તપાસમાં સામે આવ્યું છે કે વર્ષ 2018થી ઝહીર ખોખરાએ બુકડી વિસ્તારમાં સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ કરી રહેણાંક મકાન અને દુકાનોનું બાંધકામ કર્યું હતું. જેના આધારે સ્થાનિક તંત્ર અને પોલીસ દ્વારા સંયુક્ત કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો કાર્યવાહી દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને. પોલીસ અને તંત્રના અધિકારીઓની હાજરીમાં ગેરકાયદેસર પાંચ દુકાનો અને રહેણાંક મકાન પર બુલડોઝર ફેરવી દબાણ દૂર કરવામાં આવ્યું હતું. અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી તાજેતરમાં બનેલા ગુનાહિત બનાવો બાદ પાટણમાં અસામાજિક તત્વો સામે શરૂ કરાયેલા અભિયાનના ભાગરૂપે આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે. શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે આવી કાર્યવાહી આગામી સમયમાં પણ ચાલુ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ પણ વાંચો----   Gujarat Latest News live : મહીસાગરમાં નલ સે જલ કેસમાં કાર્યવાહી, CID દ્વારા 3 કોન્ટ્રાક્ટરોની ધરપકડ કરાઈ

Read Full Story arrow_forward
Mehsana: દાતાની ભક્તિ પર વેપાર હાવી! બસ સ્ટેન્ડનું બોર્ડ કપડાથી ઢાંકીને સરકારી મિલકત ખાનગી પેઢી બનાવી દીધી
calendar_today June 8, 2026

Mehsana: દાતાની ભક્તિ પર વેપાર હાવી! બસ સ્ટેન્ડનું બોર્ડ કપડાથી ઢાંકીને સરકારી મિલકત ખાનગી પેઢી બનાવી દીધી

વિસનગર તાલુકામાં આવેલા કડા ગામમાંથી સરકારી અને જાહેર મિલકતો પર થતા ગેરકાયદેસર દબાણનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કડા ગામે આવેલા સુપ્રસિદ્ધ સિદ્ધેશ્વરી માતાના મંદિરે દર્શનાર્થે આવતા દેશ-વિદેશના હજારો ભક્તો અને સ્થાનિક મુસાફરોની સુવિધા માટે બનાવવામાં આવેલું એસ.ટી. બસ સ્ટેન્ડ અત્યારે એસ.ટી. તંત્રના પાપે ખાનગી દુકાન અને પાર્લરમાં ફેરવાઈ ગયું છે. સ્થાનિક દબાણકારોએ આખા બસ સ્ટેન્ડ પર ગેરકાયદેસર કબજો જમાવીને ત્યાં પોતાનો અંગત વેપાર ધમધમતો કરી દીધો હોવાના આક્ષેપો સાથે ગ્રામજનોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે.દાતા ગુણવંતભાઈ પંડિતના પવિત્ર આશય પર પાણી ફર્યુંપ્રાપ્ત વિગતો અનુસાર, આજથી આશરે ૨૦ વર્ષ પહેલાં કડા ગામના વતની અને ઉદાર દિલના દાતા ગુણવંતભાઈ પંડિતે મુસાફરો અને સિદ્ધેશ્વરી માતાના ભક્તોની સુવિધા માટે પોતાના સ્વખર્ચે એક સુંદર એસ.ટી. બસ સ્ટેન્ડનું નિર્માણ કરાવ્યું હતું. આ માળખું તૈયાર કરીને તેમણે એસ.ટી. વિભાગને લોકહિત માટે દાનમાં આપ્યું હતું. પરંતુ, સમય જતાં સ્થાનિક તંત્રની નિષ્ક્રિયતાનો લાભ લઈને કેટલાક તત્વોએ આ સરકારી બસ સ્ટેન્ડની અંદર ગેરકાયદેસર રીતે 'જય માતાજી પ્રસાદ ભંડાર' અને કટલરી-પાર્લર જેવી દુકાનો ખોલી દીધી છે. આ હરકત એટલી હદે શરમજનક છે કે દબાણકારોએ બસ સ્ટેન્ડના સત્તાવાર સરકારી બોર્ડ પર લીલું કપડું ઢાંકી દીધું છે જેથી કોઈને ખબર ન પડે કે આ બસ સ્ટેન્ડ છે.નોટિસ છતાં દાદાગીરી યથાવત, પ્રજા ગરમીમાં શેકાય છેઆ ગેરકાયદેસર પ્રવૃત્તિ અંગે જાગૃત નાગરિકોએ અવાજ ઉઠાવતા કડા ગ્રામ પંચાયત અને મંદિર ટ્રસ્ટ દ્વારા દબાણકારોને જગ્યા ખાલી કરવા માટે સત્તાવાર નોટિસો પણ ફટકારવામાં આવી છે. જો કે, આ નોટિસોને ઘોળીને પી જઈને દબાણકારોએ હજુ સુધી બસ સ્ટેન્ડ ખાલી કર્યું નથી. હાલમાં ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે મંદિરે આવતા નાના બાળકો, વૃદ્ધો અને મહિલા મુસાફરો બસ સ્ટેન્ડની અંદર બેસવાની જગ્યા ન હોવાથી બહાર રોડ પર તડકામાં શેકાવા મજબૂર બન્યા છે. કડા ગામના રહીશો અને ભક્તોએ મહેસાણા એસ.ટી. વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને વિસનગર સ્થાનિક વહીવટી તંત્રને સત્વરે આ આકસ્મિક કટોકટીમાં દખલગીરી કરી, બસ સ્ટેન્ડ પરથી ગેરકાયદેસર દબાણ હટાવીને તેને જનતા માટે ખુલ્લું કરવાની ઉગ્ર માંગ કરી છે.આ પણ વાંચો: Mehsana: વિસનગર ભાજપના કોર્પોરેટર દીપક મોદીએ ટ્રેન નીચે પડતું મૂકી કર્યો આપઘાત, રાજકીય આલમ સ્તબ્ધ

Read Full Story arrow_forward