android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Vadodara : કોન્ટ્રાક્ટરની બેદરકારીથી ખાડી બંધ, કારેલીબાગ ડૂબવાનો ખતરો, તંત્રનું અલ્ટીમેટમ
calendar_today June 8, 2026

Vadodara : કોન્ટ્રાક્ટરની બેદરકારીથી ખાડી બંધ, કારેલીબાગ ડૂબવાનો ખતરો, તંત્રનું અલ્ટીમેટમ

વડોદરામાં ચોમાસા પૂર્વે વિશ્વામિત્રી નદી સાથે જોડાયેલી બહુચરાજી ખાડીનો મુદ્દો ચિંતાનો વિષય બન્યો છે. કારેલીબાગ વિસ્તારમાં આવેલી બહુચરાજી ખાડીમાં વરસાદી પાણીના વહેણને અવરોધવામાં આવતા સ્થાનિક સ્તરે પાણી ભરાવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.બ્રિજના વાઇડનિંગનું કામ હાલમાં ચાલી રહ્યું છે માહિતી મુજબ, ખાડી પર આવેલા બ્રિજના વાઇડનિંગનું કામ હાલમાં ચાલી રહ્યું છે. આ કામ દરમિયાન કોન્ટ્રાક્ટર દ્વારા ખાડીમાં માટી નાખી અસ્થાયી રસ્તો બનાવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. જેના કારણે વરસાદી પાણીના કુદરતી વહેણને અસર પહોંચી છે અને પાણીની અવરજવર અવરોધાઈ ગઈ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. તાત્કાલિક વહેણ પૂર્વવત કરવા સૂચના મામલો સામે આવતા વડોદરા મહાનગરપાલિકાના એક્ઝિક્યુટિવ ઈજનેર પ્રશાંત જોશી સ્થળ પર પહોંચ્યા હતા અને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. નિરીક્ષણ દરમિયાન તેમણે કોન્ટ્રાક્ટરને તાત્કાલિક વહેણ પૂર્વવત કરવા સૂચના આપી હતી. અંતિમ અલ્ટીમેટમ આપવામાં આવ્યું અધિકારીઓએ જણાવ્યું છે કે બ્રિજનું કામ 10 જૂન પહેલાં પૂર્ણ કરવાનું હોવાથી કોન્ટ્રાક્ટરને સમયમર્યાદા સાથે અંતિમ અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. જો નિર્ધારિત સમયમર્યાદામાં વરસાદી પાણીના વહેણને યથાવત કરવામાં નહીં આવે તો કારેલીબાગ સહિત આસપાસના વિસ્તારોમાં પાણી ભરાવાની ગંભીર સ્થિતિ સર્જાઈ શકે છે. કામગીરી પર સતત નજર ચોમાસું નજીક આવી રહ્યું હોવાથી તંત્ર પણ આ મુદ્દે સતર્ક બન્યું છે. વરસાદી પાણીના નિકાલમાં કોઈ અવરોધ ન સર્જાય તે માટે જરૂરી પગલાં લેવા સૂચના આપવામાં આવી છે. હાલ સમગ્ર મામલે કામગીરી પર સતત નજર રાખવામાં આવી રહી છે. આ પણ વાંચો---     Gujarat Latest News live : મહીસાગરમાં નલ સે જલ કેસમાં કાર્યવાહી, CID દ્વારા 3 કોન્ટ્રાક્ટરોની ધરપકડ કરાઈ

Read Full Story arrow_forward
Gujarat Latest News live :   મહીસાગરમાં નલ સે જલ કેસમાં કાર્યવાહી, CID દ્વારા 3 કોન્ટ્રાક્ટરોની ધરપકડ કરાઈ
calendar_today June 8, 2026

Gujarat Latest News live : મહીસાગરમાં નલ સે જલ કેસમાં કાર્યવાહી, CID દ્વારા 3 કોન્ટ્રાક્ટરોની ધરપકડ કરાઈ

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 08JUNE ના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Ahmedabad : ચોમાસા દરમિયાન અંડરપાસમાંથી પસાર થતા પહેલા સાવધાન, કોર્પોરેશને હાથ ખંખેર્યા
calendar_today June 8, 2026

Ahmedabad : ચોમાસા દરમિયાન અંડરપાસમાંથી પસાર થતા પહેલા સાવધાન, કોર્પોરેશને હાથ ખંખેર્યા

અમદાવાદમાં ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનદ્વારા મહત્વપૂર્ણ જાહેર નોટિસ પ્રસિદ્ધ કરવામાં આવી છે. શહેરના વિવિધ અંડરપાસ અને ગરનાળાઓમાં વરસાદી પાણી ભરાવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને નાગરિકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.પાણી ભરાયેલા અંડરપાસમાં જવું નહી AMC દ્વારા સ્પષ્ટ જણાવાયું છે કે ભારે વરસાદ દરમિયાન જો કોઈ અંડરપાસમાં પાણી ભરાયેલું હોય તો વાહનચાલકો અને રાહદારીઓએ અંદર પ્રવેશ કરવો નહીં. પાણી ભરાયેલા અંડરપાસમાંથી પસાર થવાના કારણે અકસ્માત કે જાનહાનિ જેવી ગંભીર ઘટનાઓ બની શકે છે. કોર્પોરેશને ચેતવણી આપી છે કે આવા સંજોગોમાં કોઈ અનિચ્છનીય ઘટના બને તો તેની જવાબદારી AMCની રહેશે નહીં. આ અંડરપાસમાં ના જતા ચેતવણી હેઠળ આવેલા મુખ્ય અંડરપાસમાં સ્ટેડિયમ, ઉસ્માનપુરા, અખબારનગર, નિર્ણયનગર, મણીનગર (દક્ષિણી), પરીમલ, કુબેરનગર, મીઠાખળી, મીઠાખળી પેડેસ્ટ્રિયન, જલારામ અંડરપાસ સહિત શહેરના કુલ 25 સ્થળોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઉપરાંત ચાંદખેડા, ચેનપુર, મકરબા, સાબરમતી, વાડજ અને વસ્ત્રાપુર વિસ્તારના અનેક રેલવે અંડરપાસ પણ યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે. ટ્રાફિક સૂચનાઓનું પાલન કરવા સલાહ AMCએ નાગરિકોને વરસાદ દરમિયાન ટ્રાફિક સૂચનાઓનું પાલન કરવા, બેરિકેડિંગ કરાયેલા વિસ્તારોમાં પ્રવેશ ન કરવા અને વિકલ્પરૂપ માર્ગોનો ઉપયોગ કરવાની સલાહ આપી છે. દર વર્ષે ચોમાસા દરમિયાન કેટલાક અંડરપાસમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાતી હોવાથી આ વખતે પણ આગોતરા તકેદારીરૂપે જાહેર ચેતવણી આપવામાં આવી છે.  સુરક્ષાને પ્રાથમિકતા આપવા અપીલ શહેરમાં વરસાદી માહોલ વચ્ચે AMCની આ સૂચના વાહનચાલકો અને નાગરિકો માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. તંત્રએ લોકોને પોતાની સુરક્ષાને પ્રાથમિકતા આપવા અપીલ કરી છે. આ પણ વાંચો----    Gujarat Latest News live : ફિલીપાઇન્સમાં 7.7 ની તીવ્રતાનો ભૂકંપ , અસમ અને ઉત્તર-પૂર્વના રાજ્યોમાં પણ ભૂકંપ

Read Full Story arrow_forward