android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
India-Nepal Relation : સરહદ વિવાદ વચ્ચે નેપાળના વિદેશ મંત્રી ભારત પહોંચ્યા અને જયશંકર સાથે યોજી બેઠક, જાણો કારણ
calendar_today June 7, 2026

India-Nepal Relation : સરહદ વિવાદ વચ્ચે નેપાળના વિદેશ મંત્રી ભારત પહોંચ્યા અને જયશંકર સાથે યોજી બેઠક, જાણો કારણ

ભારત અને પડોશી દેશ નેપાળ વચ્ચે ચાલી રહેલા સરહદ વિવાદ વચ્ચે ભારતના વિદેશ મંત્રી એસ.જયશંકરે મહત્વપૂર્ણ સંદેશ આપ્યો છે. દિલ્હીમાં નેપાળના વિદેશ મંત્રી સાથેની બેઠક દરમિયાન તેમણે કહ્યું કે બંને દેશો વચ્ચેના સંબંધોને નવી ઊંચાઈએ લઈ જવાનો આ યોગ્ય સમય છે.નેપાળ જૂની તણાવપૂર્ણ વાતોને ભૂલીને આગળ વધવા તૈયાર મળતી માહિતી મુજબ નેપાળના વડાપ્રધાન બાલેન્દ્ર શાહે તાજેતરમાં સરહદ વિવાદ ઉકેલવા માટે ત્રીજા દેશોની મદદ લેવાની વાત કરી હતી, જેના કારણે તણાવ વધ્યો હતો. ભારતે સ્પષ્ટ કર્યું છે કે આવા દ્વિપક્ષીય મુદ્દાઓ માત્ર ભારત અને નેપાળ વચ્ચે જ ઉકેલવા જોઈએ. આ વચ્ચે નેપાળના વિદેશ મંત્રી શિશિર ખાનાલ ત્રણ દિવસના ભારત પ્રવાસે દિલ્હી પહોંચ્યા હતા. બેઠક દરમિયાન તેમણે જણાવ્યું કે નેપાળ ભારત સાથેના સંબંધોને સૌથી વધુ મહત્વ આપે છે અને જૂની તણાવપૂર્ણ બાબતોને પાછળ રાખીને આગળ વધવા તૈયાર છે. બંને દેશો વચ્ચે અનેક ક્ષેત્રોમાં સહયોગ સતત વધ્યો એસ.જયશંકરે જણાવ્યું કે ભારત અને નેપાળના સંબંધો પરસ્પર વિશ્વાસ અને સહકાર પર આધારિત છે. બંને દેશો વચ્ચે વેપાર, રોકાણ, ઊર્જા અને શિક્ષણ જેવા ક્ષેત્રોમાં સહયોગ સતત વધતો જાય છે. તેમણે નેપાળને સ્ટાર્ટઅપ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને રિન્યૂએબલ એનર્જી જેવા આધુનિક ક્ષેત્રોમાં સાથે મળીને કામ કરવાની પણ ઓફર આપી. સાથે જ તેમણે કહ્યું કે ભારત હંમેશા મુશ્કેલ સમયમાં પોતાના પડોશી દેશ નેપાળ સાથે ઉભું રહ્યું છે. આ બેઠકથી સ્પષ્ટ સંદેશ મળ્યો છે કે ભારત દ્વિપક્ષીય મુદ્દાઓને શાંતિપૂર્વક ઉકેલવા માટે તૈયાર છે, પરંતુ તેમાં કોઈ ત્રીજા દેશનો દખલ સ્વીકાર્ય નથી. આ પણ વાંચો : Donald Trump: ટ્રમ્પ વહીવટીતંત્રને મોટો ઝટકો, AI નીતિ સલાહકાર શ્રીરામ કૃષ્ણનનું રાજીનામું

Read Full Story arrow_forward
Morbi : હળવદની હોટલમાં લાગી આગ, અફરાતફરીનો માહોલ સર્જાયો
calendar_today June 7, 2026

Morbi : હળવદની હોટલમાં લાગી આગ, અફરાતફરીનો માહોલ સર્જાયો

મોરબી જિલ્લાના હળવદ શહેરમાં આવેલી ક્રોસ રોડ હોટેલમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. આગ લાગતા હોટેલમાંથી ધુમાડાના ગોટેગોટા આકાશમાં ઉડતા જોવા મળ્યા, જેના કારણે આસપાસના લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે.મોટી સંખ્યામાં સ્થાનિક લોકો પણ સ્થળ પર એકત્રિત થઈ ગયા પ્રાથમિક માહિતી અનુસાર, હોટેલમાં આગ કેવી રીતે લાગી તે અંગેનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી. જોકે આગ લાગ્યા બાદ હોટેલમાં હાજર સ્ટાફ અને ગ્રાહકોને તાત્કાલિક બહાર કાઢવામાં આવ્યા. ઘટનાના પગલે મોટી સંખ્યામાં સ્થાનિક લોકો પણ સ્થળ પર એકત્રિત થઈ ગયા. હોટેલમાં ફાયર સેફ્ટીની વ્યવસ્થા હોવા છતાં આગ ઝડપથી ફેલાઈ. આગની જ્વાળાઓ અને ધુમાડાને કારણે શરૂઆતમાં આગ પર કાબૂ મેળવવામાં મુશ્કેલી પડી. ઘટનાની જાણ થતાં જ હળવદ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. આગ લાગવાના કારણોની તપાસ શરૂ ફાયર વિભાગના જવાનો દ્વારા પાણીના મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. આગને કારણે હોટેલના કેટલાક ભાગોને નુકસાન પહોંચ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ હોવાની માહિતી અત્યાર સુધી સામે આવી નથી, જે રાહતની બાબત ગણાઈ રહી છે. પોલીસ અને ફાયર વિભાગ દ્વારા સમગ્ર વિસ્તારને સુરક્ષિત બનાવવામાં આવ્યો હતો અને લોકોને ઘટનાસ્થળથી દૂર રહેવા અપીલ કરવામાં આવી હતી. આગ સંપૂર્ણપણે કાબૂમાં આવ્યા બાદ જ નુકસાનનું સાચું મૂલ્યાંકન થઈ શકશે. હાલ ફાયર વિભાગ અને સ્થાનિક તંત્ર દ્વારા આગ લાગવાના કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે. આગની આ ઘટનાએ હળવદ શહેરમાં ચકચાર મચાવી દીધી છે અને સ્થાનિકોમાં ચિંતા વ્યાપી છે. આ પણ વાંચો : Gandhinagar: રાજ્યમાં 70થી વધુ જમીન દફતર નિરીક્ષકોની બદલીના આદેશ, મહેસૂલ વિભાગ એક્શન મોડમાં

Read Full Story arrow_forward
Rajkot: ટેક્સટાઇલ કંપની અને શેરના નામે ગોંડલના દંપતીએ આચરી રૂ. 6.18 કરોડની છેતરપિંડી
calendar_today June 7, 2026

Rajkot: ટેક્સટાઇલ કંપની અને શેરના નામે ગોંડલના દંપતીએ આચરી રૂ. 6.18 કરોડની છેતરપિંડી

રાજકોટ અને ગોંડલમાં રોકાણના નામે રાતોરાત અમીર બની જવાની લાલચમાં વધુ એક મોટું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. ગોંડલના રહેવાસી દિવ્યેશ સાવલિયા અને તેની પત્ની નીલમ સાવલિયાએ પોતાની ‘કામ્યા ટેક્સટાઇલ પ્રાઇવેટ લિમિટેડ’ કંપનીમાં રોકાણ કરવા માટે માર્કેટમાં મોટી જાળ બિછાવી હતી. આ દંપતીએ શેરબજારમાં રોકાણ અને ટેક્સટાઇલ ઉદ્યોગમાં જંગી નફાની વાત કરી સ્થાનિક રોકાણકારો પાસેથી કરોડો રૂપિયા પડાવી લીધા હોવાની ફરિયાદ રાજકોટ બી ડિવિઝન પોલીસ મથકે નોંધાઈ છે.શરૂઆતમાં વિશ્વાસ જીત્યો બાદમાં મોટો હાથ માર્યોપોલીસ મથકે નોંધાયેલી વિગતો મુજબ, ફરિયાદી જલ્પાબેન રૈયાણી અને તેમના આખા મિત્ર વર્તુળ (ગ્રુપ) ને આ દંપતીએ પોતાની સ્કીમ સમજાવી હતી. રોકાણકારોનો વિશ્વાસ જીતવા માટે આરોપી દંપતીએ શરૂઆતના થોડા મહિના સુધી રોકાણ કરેલી રકમ પર 2 થી 3 ટકા જેટલું નિયમિત વળતર ચૂકવ્યું હતું. આ વળતર જોઈને જલ્પાબેન અને તેમના ગ્રુપે વધુ કમાણીની લાલચમાં આવીને મોટી રકમનું રોકાણ કરી દીધું હતું. જોકે, જેમ જંગી રકમ ભેગી થઈ કે તરત જ આરોપી દિવ્યેશ અને નીલમ સાવલિયાએ વળતર આપવાનું બંધ કરી દીધું હતું અને મુદલ રકમ પણ ઓળવી ગયા હતા.બી ડિવિઝન પોલીસે તપાસ તેજ કરીજ્યારે રોકાણકારોએ પોતાની રકમ પરત માંગી ત્યારે દંપતીએ વાયદાના વ્યાપાર શરૂ કર્યા હતા અને અંતે હાથ ઊંચા કરી દીધા હતા. પોતાની સાથે ૬.૧૮ કરોડ રૂપિયાની છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતાં જ જલ્પાબેન રૈયાણીએ રાજકોટ બી ડિવિઝન પોલીસનો સંપર્ક સાધ્યો હતો અને કાયદેસરની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપી દંપતીની બેંક વિગતો અને કંપનીના દસ્તાવેજો કબ્જે કરવાની તજવીજ હાથ ધરી છે. આ કૌભાંડનો આંકડો હજુ પણ ઊંચો જવાની અને અન્ય રોકાણકારો પણ સામે આવે તેવી પૂરેપૂરી શક્યતા છે.આ પણ વાંચો: Gandhinagar: રાજ્યમાં 70થી વધુ જમીન દફતર નિરીક્ષકોની બદલીના આદેશ, મહેસૂલ વિભાગ એક્શન મોડમાં

Read Full Story arrow_forward