android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad : ટ્રાફિકની ખાસ ડ્રાઈવ પૂર્ણ, 1,156 વાહનચાલકો સામે ગુના નોંધાયા
calendar_today June 7, 2026

Ahmedabad : ટ્રાફિકની ખાસ ડ્રાઈવ પૂર્ણ, 1,156 વાહનચાલકો સામે ગુના નોંધાયા

અમદાવાદ શહેરમાં ટ્રાફિક નિયમોના ભંગ અને ખાસ કરીને રોંગ સાઈડ ડ્રાઈવિંગ સામે પોલીસ દ્વારા ચલાવવામાં આવેલી ખાસ ટ્રાફિક ડ્રાઈવ પૂર્ણ થઈ છે. આ અભિયાન દરમિયાન શહેરભરમાં નિયમ ભંગ કરનાર વાહનચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે.નિયમ ભંગ બદલ કાર્યવાહી તેજ કરાઈ ટ્રાફિક પોલીસના જણાવ્યા મુજબ આ ડ્રાઈવ દરમિયાન કુલ 1,030 વાહનચાલકોને મેમો આપવામાં આવ્યા હતા, જ્યારે નિયમોનો ગંભીર ભંગ કરનારા 1,156 વાહનચાલકો સામે ગુના નોંધવામાં આવ્યા છે. માત્ર બે દિવસના સમયગાળામાં જ કુલ 20.16 લાખ રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. આ ખાસ અભિયાનનો મુખ્ય હેતુ શહેરમાં વધતા ટ્રાફિક ઉલ્લંઘનોને નિયંત્રિત કરવાનો અને માર્ગ સલામતીને સુધારવાનો હતો. ખાસ કરીને રોંગ સાઈડ ડ્રાઈવિંગ, હેલ્મેટ વગર વાહન ચલાવવું, સીટબેલ્ટ ન પહેરવો તેમજ અન્ય ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન પર વધુ ધ્યાન આપવામાં આવ્યું હતું. ટ્રાફિક વ્યવસ્થા સુધારવા અભિયાન હાથ ધરાયું અમદાવાદ ટ્રાફિક પોલીસના અધિકારીઓએ જણાવ્યું કે શહેરમાં સતત વધી રહેલા વાહન વ્યવહારને ધ્યાનમાં રાખીને આવી ડ્રાઈવો નિયમિત રીતે ચલાવવામાં આવશે. નિયમોનો ભંગ કરનાર સામે કોઈ છૂટછાટ આપવામાં નહીં આવે અને કાયદા મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે. અધિકારીઓએ વધુમાં જણાવ્યું કે ટ્રાફિક વ્યવસ્થાને વધુ સુચારૂ બનાવવા માટે જનજાગૃતિ અભિયાન પણ હાથ ધરવામાં આવશે, જેમાં લોકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે. ખાસ કરીને રોંગ સાઈડ ડ્રાઈવિંગને ગંભીર ગુનો ગણાવી તેના પર વિશેષ નજર રાખવામાં આવશે. શહેરમાં ટ્રાફિક સમસ્યાઓ ઘટાડવા અને માર્ગ અકસ્માતોની સંખ્યા નિયંત્રિત કરવા માટે પોલીસ દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ ડ્રાઈવ પછી વાહનચાલકોમાં નિયમ પાલન અંગે જાગૃતિ વધવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. અમદાવાદ ટ્રાફિક પોલીસનું કહેવું છે કે આવી કડક કાર્યવાહી આગળ પણ ચાલુ રહેશે જેથી શહેરમાં ટ્રાફિક શિસ્ત જાળવી શકાય અને લોકો સુરક્ષિત રીતે મુસાફરી કરી શકે. આ પણ વાંચો : Gandhinagar: રાજ્યમાં 70થી વધુ જમીન દફતર નિરીક્ષકોની બદલીના આદેશ, મહેસૂલ વિભાગ એક્શન મોડમાં

Read Full Story arrow_forward
Bullet Train Delhi to Siliguri: દિલ્હીથી સિલીગુડી નવી બુલેટ ટ્રેનનું એલાન, બનારસ-પટનાથી બંગાળ સુધી 11 સ્ટેશન
calendar_today June 7, 2026

Bullet Train Delhi to Siliguri: દિલ્હીથી સિલીગુડી નવી બુલેટ ટ્રેનનું એલાન, બનારસ-પટનાથી બંગાળ સુધી 11 સ્ટેશન

મુંબઈ–અમદાવાદ બુલેટ ટ્રેન હાઈસ્પીડ કોરિડોર બાદ આ નવા રૂટ પર કામ શરૂ કરવામાં આવશે. આ ટ્રેન દિલ્હી સાથે લખનૌ, વારાણસી, પટણા જેવા મોટા શહેરોને જોડશે અને અંતે બંગાળના સિલિગુડી સુધી જશે. આથી રાજધાની અને દુરંતો જેવી ટ્રેનોની તુલનામાં દિલ્હીથી કોલકાતા સુધીનો 20–22 કલાકની સફર માત્ર 6-7 કલાકમાં થઈ જશે. દિલ્હી–સિલિગુડી બુલેટ ટ્રેન (Delhi Siliguri Bullet Train) આ કોરિડોર દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર અને પશ્ચિમ બંગાળને જોડશે. તેમાં બે મુખ્ય હાઈસ્પીડ રૂટ હશે દિલ્હી–વારાણસી હાઈસ્પીડ કોરિડોર વારાણસી–પટણા–સિલિગુડી હાઈસ્પીડ કોરિડોર સ્ટેશનોની યાદી: નવી દિલ્હી, નોઇડા (જેઈવર એરપોર્ટ), મથુરા, આગ્રા, ઇટાવા, લખનૌ, પ્રયાગરાજ, વારાણસી, ગાઝીપુર, પટણા અને સિલિગુડી (ન્યૂ જલપાઈગુડી નજીક). અસમના ગુવાહાટી સુધી વિસ્તરણની પણ શક્યતા છે. આ બુલેટ ટ્રેન 250–300 કિમી પ્રતિ કલાકની ઝડપે ચાલશે અને દિલ્હીથી સિલિગુડી સુધીનો લગભગ 1500 કિમીનો સફર માત્ર 6 કલાકમાં પૂર્ણ કરશે.દિલ્હી–સિલિગુડી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ દિલ્હી–સિલિગુડી હાઈસ્પીડ કોરિડોર ઉત્તર ભારતને પૂર્વોત્તર ભારતના પ્રવેશદ્વાર સાથે જોડવાનું મહત્વપૂર્ણ કામ કરશે. આ પ્રોજેક્ટથી ઉત્તર પ્રદેશ અને બિહાર જેવા વધુ વસ્તી ધરાવતા રાજ્યોને મોટો લાભ મળશે. સાથે જ આ રાજ્યોમાં ટ્રેનોમાં થતી ભારે ભીડની સમસ્યા ઘટાડવામાં પણ મદદ મળશે. આ બુલેટ ટ્રેન કોરિડોર દ્વારા દિલ્હી–હાવડા રેલ માર્ગનો મોટો ભાગ પણ આવરી લેવામાં આવશે, જેના કારણે મુસાફરી વધુ ઝડપી અને સુવિધાજનક બનશે. રેલ મંત્રીના જણાવ્યા અનુસાર, પશ્ચિમ બંગાળમાં બુલેટ ટ્રેન સહિતની વિવિધ રેલવે યોજનાઓ પર ₹1 લાખ કરોડથી વધુનું રોકાણ કરવામાં આવી રહ્યું છે. આ રોકાણ રાજ્યના રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવશે અને મુસાફરોને આધુનિક પરિવહનની સુવિધા આપશે.

Read Full Story arrow_forward
Bihar : ખાન સરના કોચિંગ સેન્ટરમાં નિયમોના ધજાગરા! ફાયર વિભાગે ફટકારી નોટિસ
calendar_today June 7, 2026

Bihar : ખાન સરના કોચિંગ સેન્ટરમાં નિયમોના ધજાગરા! ફાયર વિભાગે ફટકારી નોટિસ

બિહારની રાજધાની પટનામાં જાણીતા શિક્ષક ફૈસલ ખાનની કોચિંગ સંસ્થા ખાન ગ્લોબલ સ્ટડીઝ ફરી એકવાર વિવાદમાં આવી છે. બિહાર ફાયર વિભાગ દ્વારા કરવામાં આવેલી તપાસ દરમિયાન સંસ્થામાં ફાયર સેફ્ટીના નિયમોના પાલનમાં ગંભીર ખામીઓ સામે આવી હોવાનું જાણવા મળ્યું છે.તપાસ દરમિયાન અનેક ખામીઓ સામે આવી અધિકારીઓના જણાવ્યા મુજબ કોચિંગ સંસ્થાઓમાં સુરક્ષા ધોરણોની તપાસ અભિયાન દરમિયાન ખાન ગ્લોબલ સ્ટડીઝમાં અનેક પ્રકારની ખામીઓ જોવા મળી હતી. બિહાર ફાયર વિભાગના ડીઆઈજીએ જણાવ્યું કે સંસ્થાને જરૂરી સુધારા કરવા માટે 15 દિવસનો સમય આપવામાં આવ્યો છે. જો નિર્ધારિત સમયમર્યાદામાં ખામીઓ દૂર નહીં કરવામાં આવે તો સંસ્થા સામે કડક કાર્યવાહી થઈ શકે છે અને કોચિંગ સેન્ટર બંધ કરવાની પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી શકે છે. ખાન સરના વકીલે આરોપો પાયાવિહોણા ગણાવ્યા બીજી તરફ, ખાન સર કાનૂની મુશ્કેલીઓનો પણ સામનો કરી રહ્યા છે. કોચિંગ સંસ્થામાં થયેલી તોડફોડ અને ગોળીબારની ઘટનાથી સંબંધિત એફઆઈઆરમાં તેમનું નામ સામેલ કરવામાં આવ્યું છે. તેમના વકીલે જણાવ્યું કે તેમના ક્લાયન્ટ સામે કરવામાં આવેલા આરોપો નિરાધાર છે અને તેઓ પટના સિવિલ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરશે. 15થી 20 લોકોના ટોળાએ કોચિંગ સંસ્થાના પરિસરમાં તોડફોડ કરી હતી મળતી માહિતી મુજબ તાજેતરમાં 15થી 20 લોકોના ટોળાએ કોચિંગ સંસ્થાના પરિસરમાં તોડફોડ કરી હતી અને પોસ્ટર ફાડી પથ્થરમારો કર્યો હતો. આ દરમિયાન સંસ્થાના બે સુરક્ષા ગાર્ડે હવામાં ગોળીબાર કર્યો હોવાનો આરોપ છે. પોલીસે બંને ગાર્ડને પૂછપરછ માટે કસ્ટડીમાં લીધા હતા. વકીલનો દાવો છે કે ગાર્ડોએ માત્ર સુરક્ષાના હેતુથી હવામાં ગોળીઓ ચલાવી હતી અને ઘટનામાં કોઈને ઈજા પહોંચી નથી. તેમણે આરોપ લગાવ્યો કે ખાન સરની છબી ખરાબ કરવા માટે તેમનું નામ કેસમાં સામેલ કરવામાં આવ્યું છે. હાલ આ સમગ્ર મામલે તપાસ ચાલુ છે અને ફાયર સેફ્ટી તેમજ કાનૂની કાર્યવાહી બંને મુદ્દે ખાન સરની મુશ્કેલીઓ વધતી જોવા મળી રહી છે. આ પણ વાંચો : Bullet Train Delhi to Siliguri: દિલ્હીથી સિલીગુડી નવી બુલેટ ટ્રેનનું એલાન, બનારસ-પટનાથી બંગાળ સુધી 11 સ્ટેશન

Read Full Story arrow_forward