android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Tapi: ઉકાઈ નજીક વહેલી સવારે અનુભવાયો ભૂકંપનો આંચકો, 2.7 ની તીવ્રતાના ઝટકાથી લોકોમાં ફફડાટ
calendar_today June 7, 2026

Tapi: ઉકાઈ નજીક વહેલી સવારે અનુભવાયો ભૂકંપનો આંચકો, 2.7 ની તીવ્રતાના ઝટકાથી લોકોમાં ફફડાટ

દક્ષિણ ગુજરાતમાં ભૂકંપના નાના-મોટા આંચકા આવવાનો સિલસિલો સમયાંતરે ચાલુ રહે છે, ત્યારે આજે વહેલી સવારે તાપી જિલ્લાના ઉકાઈ અને તેની આસપાસના વિસ્તારોમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. ગાંધીનગર સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ (ISR) ના આંકડા અનુસાર, રિક્ટર સ્કેલ પર આ આંચકાની તીવ્રતા 2.7 નોંધાઈ હતી. વહેલી સવારે ૫:૦૧ વાગ્યે જ્યારે મોટાભાગના લોકો નિદ્રાધીન હતા, ત્યારે અચાનક ધરતી ધ્રુજી ઉઠતાં લોકો ભયના માર્યા જાગી ગયા હતા અને કેટલાક પરિવારો ઘરની બહાર ખુલ્લા મેદાનમાં દોડી આવ્યા હતા.ઉકાઈથી 32 કિમી દૂર એપીસેન્ટરભૂકંપ વિજ્ઞાન કેન્દ્રના જણાવ્યા મુજબ, આ હળવા ભૂકંપનું કેન્દ્રબિંદુ ઉકાઈથી આશરે 32 કિલોમીટર દૂર જમીનની અંદર નોંધાયું હતું. 2.7 ની તીવ્રતાનો આંચકો ખૂબ જ નાનો ગણાય છે, જેના કારણે સામાન્ય રીતે પાકા મકાનો કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને કોઈ નુકસાન થતું નથી. જોકે, ગ્રામીણ વિસ્તારોમાં નળિયાવાળા અને કાચા મકાનોમાં રહેતા લોકોને ધ્રુજારીનો સ્પષ્ટ અહેસાસ થયો હતો. આસપાસના સોનગઢ અને વ્યારાના કેટલાક ભાગોમાં પણ આ હળવી ધ્રુજારી અનુભવાઈ હોવાના અહેવાલ છે.તંત્ર એલર્ટ, ઉકાઈ ડેમ સંપૂર્ણ સુરક્ષિતગુજરાતનો સૌથી મોટો માનવસર્જિત જળાશય ગણાતો ઉકાઈ ડેમ આ વિસ્તારની નજીક હોવાથી, ભૂકંપના આંચકા બાદ સિંચાઈ વિભાગ અને વહીવટી તંત્ર તુરંત એક્શનમાં આવ્યું હતું. પ્રાથમિક તપાસ બાદ અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે ભૂકંપનું કેન્દ્રબિંદુ દૂર હોવાથી અને તીવ્રતા ઓછી હોવાના કારણે ઉકાઈ ડેમની હાઇડ્રોલિક સંરચનાને કોઈ જ અસર થઈ નથી અને ડેમ સંપૂર્ણપણે સુરક્ષિત છે. આ પણ વાંચો: Surat: પાંડેસરા પોલીસ સ્ટેશન બન્યું પિયર, લાવારીસ નવજાત બાળકીની છઠ્ઠીનો ઉત્સવ હર્ષોલ્લાસ સાથે ઉજવાયો

Read Full Story arrow_forward
Gandhinagar: રાજ્યમાં 70થી વધુ જમીન દફતર નિરીક્ષકોની બદલીના આદેશ, મહેસૂલ વિભાગ એક્શન મોડમાં
calendar_today June 7, 2026

Gandhinagar: રાજ્યમાં 70થી વધુ જમીન દફતર નિરીક્ષકોની બદલીના આદેશ, મહેસૂલ વિભાગ એક્શન મોડમાં

ગુજરાત સરકારે સચિવાલયથી લઈને જિલ્લા-તાલુકા મથકો સુધીના મહેસૂલી વહીવટને ઓનલાઈન અને પારદર્શક બનાવવાની કવાયત તેજ કરી છે. જેના ભાગરૂપે મહેસૂલ વિભાગ દ્વારા એક સાથે 70થી વધુ જમીન દફતર નિરીક્ષકો (ILR) ની બદલીના સામૂહિક આદેશો જારી કરવામાં આવ્યા છે. સરકાર દ્વારા જમીન દફતર કચેરીઓની કામગીરી અને વિવિધ જગ્યાઓનું તાલુકા સ્તરે વિકેન્દ્રીકરણ કરવામાં આવ્યા બાદ આ બદલીઓ અનિવાર્ય બની હતી, જેથી કરીને ગ્રામ્ય સ્તરે નાગરિકોને પોતાના જમીન સંબંધી કામો માટે જિલ્લા મથકે ધક્કા ન ખાવા પડે.ચાર્જ સોંપણી અને વહીવટી સુધારોસત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, આ બદલીઓમાં માત્ર આંતર-જિલ્લા બદલીઓ જ નથી કરાઈ, પરંતુ ઘણી જગ્યાઓ પર શાસકીય અનુકૂળતા ખાતર અધિકારીઓને પોતાના મૂળ પદની સાથે પડોશી તાલુકા કે જિલ્લાનો વધારાનો કાર્યભાર (એડિશનલ ચાર્જ) પણ સુપરત કરવામાં આવ્યો છે. લાંબા સમયથી એક જ જગ્યાએ ચીલાચાલુ ઢબે કામ કરતા અને વિવાદોમાં ઘેરાયેલા અધિકારીઓની જગ્યાઓ બદલીને સક્ષમ અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. આ ફેરબદલથી જમીન માપણી, નવી શરત-જૂની શરતના કેસો અને હક્ક પત્રકની નોંધણી જેવી પ્રક્રિયાઓમાં ઝડપ આવશે.પ્રજાલક્ષી વહીવટ પર સરકારનો ભારરાજ્ય સરકારના આ આદેશ બાદ તમામ બદલી પામેલા અધિકારીઓને તાત્કાલિક અસરથી પોતાની નવી નિયુક્તિના સ્થળે હાજર થઈને રિપોર્ટ કરવા જણાવવામાં આવ્યું છે. તાલુકા સ્તરે સત્તાઓનું વિકેન્દ્રીકરણ થવાથી હવે જમીન દફતર નિરીક્ષકો સીધા સ્થાનિક મામલતદાર અને પ્રાંત અધિકારીના સંકલનમાં રહીને કામ કરશે. સરકારના આ કડક વલણ અને બદલીના દોરના કારણે મહેસૂલ વિભાગના કર્મચારી આલમમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે, જ્યારે બીજી તરફ જમીન મિલકતના વિવાદોથી પીડાતા સામાન્ય રજૂઆતકર્તાઓ માટે આ નિર્ણય ફાયદાકારક સાબિત થશે તેમ માનવામાં આવી રહ્યું છે.આ પણ વાંચો: Tapi: ઉકાઈ નજીક વહેલી સવારે અનુભવાયો ભૂકંપનો આંચકો, 2.7 ની તીવ્રતાના ઝટકાથી લોકોમાં ફફડાટ

Read Full Story arrow_forward
Gujarat Latest News Updated: આજથી ગેસ સિલિન્ડર મોંઘો થયો, અગાઉના રૂ. 913 સામે હવે ચૂકવવા પડશે રૂ. 942
calendar_today June 7, 2026

Gujarat Latest News Updated: આજથી ગેસ સિલિન્ડર મોંઘો થયો, અગાઉના રૂ. 913 સામે હવે ચૂકવવા પડશે રૂ. 942

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 07JUNE ના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward