android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Cylinder Price Hike: સામાન્ય જનતા પર વધુ એક મોંઘવારીનો માર! ઘરેલું ગેસના ભાવમાં 29 રૂપિયાનો વધારો
calendar_today June 7, 2026

Cylinder Price Hike: સામાન્ય જનતા પર વધુ એક મોંઘવારીનો માર! ઘરેલું ગેસના ભાવમાં 29 રૂપિયાનો વધારો

સામાન્ય જનતા માટે મોંઘવારીનો માર યથાવત છે. મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ભૌગોલિક-રાજકીય તણાવ અને તેની સીધી અસર આંતરરાષ્ટ્રીય ઉર્જા બજારો પર પડતા, દેશની તેલ વિતરણ કંપનીઓએ ઘરેલુ રસોઈ ગેસ (LPG) ના ભાવમાં ફરી એકવાર વધારો ઝીંક્યો છે. આ નિર્ણયની સીધી અસર રસોડાના બજેટ પર પડશે. નવા દરો અમલમાં તેલ કંપનીઓ દ્વારા જાહેર કરવામાં આવેલી સૂચના મુજબ, 14.2 કિલોગ્રામના ઘરેલુ સિલિન્ડરના ભાવમાં ₹29નો વધારો કરવામાં આવ્યો છે. આ નવા દર આજથી જ અમલમાં આવી ગયા છે. આ અગાઉ 7 માર્ચ, 2026ના રોજ પણ સિલિન્ડરના ભાવમાં ₹60નો વધારો થયો હતો, જે બાદ ફરી એકવાર વધારો થતા ગ્રાહકોમાં રોષ જોવા મળી રહ્યો છે. વિવિધ શહેરોમાં નવી કિંમતો (પ્રતિ 14.2 કિલો સિલિન્ડર): દિલ્હી: ₹913 થી વધીને હવે ₹942 થયો. કોલકાતા: ₹939 થી વધીને હવે ₹968 થયો. મુંબઈ: ₹912.50 થી વધીને હવે ₹941.50 થયો. ચેન્નાઈ: ₹928.50 થી વધીને હવે ₹957.50 થયો. ભાવ વધારા પાછળનું કારણ તેલ કંપનીઓના જણાવ્યા અનુસાર, સબસિડીવાળા ઘરેલુ સિલિન્ડરના વેચાણમાં કંપનીઓને સતત મોટું નાણાકીય નુકસાન સહન કરવું પડી રહ્યું છે. મળતી માહિતી મુજબ, કંપનીઓને પ્રતિ સિલિન્ડર અંદાજે ₹703નું નુકસાન થઈ રહ્યું હતું. આ ખોટને ભરપાઈ કરવા માટે ભાવ વધારો કરવો અનિવાર્ય બન્યો છે. આ ઉપરાંત, ઘરેલુ ગેસનો પુરવઠો જળવાઈ રહે તે માટે વાણિજ્યિક ગેસના વપરાશ પર નિયંત્રણ લાવવાના હેતુથી તેના દરોમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. વાણિજ્યિક સિલિન્ડર પણ મોંઘા માત્ર ઘરેલુ જ નહીં, પરંતુ વાણિજ્યિક (Commercial) સિલિન્ડરના ભાવમાં પણ ધરખમ વધારો થયો છે. 1 જૂનથી 19 કિલોના વાણિજ્યિક સિલિન્ડર દિલ્હીમાં ₹42 મોંઘા થઈને ₹3113.50, જ્યારે કોલકાતામાં ₹53.50 વધીને ₹3255.50 થયા છે. આ ઉપરાંત, નાના વેપારીઓ દ્વારા વપરાતા 5 કિલોના FTL સિલિન્ડરના ભાવમાં પણ ₹11નો વધારો કરવામાં આવ્યો છે, જે હવે દિલ્હીમાં ₹821.50 માં મળશે. આ પણ વાંચોઃ CJP Protest : કોકરોચ જનતા પાર્ટીની શું છે મુખ્ય 5 માગણી? શું ઈચ્છી રહ્યા છે યુવાનો?

Read Full Story arrow_forward
Weather Update: UP-બિહાર સહિત 18 રાજ્યમાં વરસાદ ધમરોળશે, જાણીલો હવામાન વિભાગની આગાહી
calendar_today June 7, 2026

Weather Update: UP-બિહાર સહિત 18 રાજ્યમાં વરસાદ ધમરોળશે, જાણીલો હવામાન વિભાગની આગાહી

IMD એ આજે દિલ્હીમાં વરસાદની શક્યતા નથી જણાવી. હવામાન વિભાગ મુજબ દિલ્હીમાં હવે 11 અને 12 જૂને વરસાદની શક્યતા છે. આજે આકાશમાં આંશિક વાદળછાયું રહેશે અને ગાજવીજ સાથે વીજળી કડકવાની શક્યતા છે, જ્યારે હવામાન શુષ્ક રહેશે. બીજી તરફ ઉત્તર પ્રદેશના ઘણા જિલ્લાઓમાં વરસાદ માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દેશભરમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું ઝડપથી આગળ વધી રહ્યું છે આજે દિલ્હીનું મહત્તમ તાપમાન 39 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ 27 ડિગ્રી સેલ્સિયસ રહેવાનો અંદાજ છે. દેશભરમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું ઝડપથી આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગનું કહેવું છે કે આગામી બે થી ત્રણ દિવસમાં ચોમાસું મહારાષ્ટ્ર, તેલંગાણા, આંધ્ર પ્રદેશ, ઓડિશા, છત્તીસગઢ અને પૂર્વોત્તરના અન્ય ભાગોમાં આગળ વધવાની શક્યતા છે. ઉત્તરાખંડ અને હિમાચલનો હાલ શું છે? ઉત્તરાખંડ અને હિમાચલના ઘણા જિલ્લાઓમાં આજે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. IMD એ ઉત્તરાખંડમાં 11 અને 12 જૂને આંધીઓ, વીજળી પડવાની અને તેજ પવનની ચેતવણી આપી છે. આ દરમિયાન ઘણા જિલ્લાઓમાં વરસાદની પણ શક્યતા છે. 13 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ હવામાન વિભાગે 7 થી 12 જૂન વચ્ચે દેશના ઘણા રાજ્યોમાં ભારે થી અતિ ભારે વરસાદની ચેતવણી આપી છે. કેરળ, કર્ણાટક, તમિલનાડુ, આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, બિહાર, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, ઓડિશા અને કોંકણ-ગોવા માં ભારે વરસાદની શક્યતા છે. અરુણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલયમાં અનેક જગ્યાએ અતિ ભારે વરસાદ પડી શકે છે. નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં પણ સતત વરસાદનો અંદાજ છે.

Read Full Story arrow_forward
Surat: ગુજરાતમાં આજે GPSC પ્રિલિમનરી પરીક્ષા, કડક સુરક્ષા વચ્ચે ઉમેદવારો આપશે કસોટી
calendar_today June 7, 2026

Surat: ગુજરાતમાં આજે GPSC પ્રિલિમનરી પરીક્ષા, કડક સુરક્ષા વચ્ચે ઉમેદવારો આપશે કસોટી

ગુજરાતના લાખો યુવાનો જે પરીક્ષાની આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે, તે GPSC પ્રિલિમનરી પરીક્ષાનું આજે રાજ્યભરમાં સવારથી આયોજન કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારના મહત્વના વહીવટી પદો પર ભરતી માટે લેવાતી આ પરીક્ષા સુરત શહેરમાં પણ વ્યાપક સ્તરે યોજાઈ રહી છે. સુરત જિલ્લા કલેક્ટર અને શિક્ષણ વિભાગના સંકલન હેઠળ પરીક્ષા પ્રક્રિયાને અત્યંત ગંભીરતાથી હેન્ડલ કરવામાં આવી રહી છે, જેથી કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના કે પેપર લીકેજ જેવી અફવાઓને સ્થાન ન રહે.ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા અને ફ્લાઇંગ સ્ક્વોડ એક્શનમાંસુરત શહેરમાં નોંધાયેલા 7,103 ઉમેદવારો કોઈપણ અડચણ વિના પરીક્ષા આપી શકે તે માટે શહેરની 30 અગ્રણી શાળાઓની કેન્દ્ર તરીકે પસંદગી કરવામાં આવી છે. આ શાળાઓના ૨૯૬ બ્લોકમાં ખાસ બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પરીક્ષા કેન્દ્રોમાં સ્માર્ટવોચ, મોબાઈલ કે અન્ય ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ લઈ જવા પર સખત પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. આ ઉપરાંત, પરીક્ષા દરમિયાન કોઈપણ બ્લોકમાં કોપી કેસ અથવા ગેરરીતિ ન થાય તે માટે ખાસ નિરીક્ષકોની ટીમ તૈનાત કરાઈ છે. તેમજ સંવેદનશીલ કેન્દ્રો પર સરપ્રાઈઝ ચેકિંગ માટે એએમસી (AMC) અને શિક્ષણ વિભાગની સંયુક્ત ‘ફ્લાઇંગ સ્ક્વોડ’ (ઉડતી ટુકડી) ને પણ સતત પેટ્રોલિંગમાં રાખવામાં આવી છે.પારદર્શકતા માટે ખાસ તકેદારીગુજરાત જાહેર સેવા આયોગના કડક નિયમો અનુસાર, તમામ પરીક્ષા કેન્દ્રો પર સીસીટીવી કેમેરા દ્વારા લાઈવ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. પરીક્ષા શરૂ થવાના નિયત સમય પહેલાં જ ઉમેદવારોનું કડક ચેકિંગ કરીને જ વર્ગખંડમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. સુરત પોલીસ દ્વારા તમામ ૩૦ કેન્દ્રોની બહાર પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દેવાયો છે અને આસપાસના ઝેરોક્ષ સેન્ટરો ચોક્કસ સમય માટે બંધ રાખવાના આદેશ અપાયા છે. તંત્ર દ્વારા લેવાયેલા આ કડક પગલાંને કારણે સાચા અને મહેનતુ ઉમેદવારોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે, અને તેઓ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી રહ્યા છે.આ પણ વાંચો: Ahmedabad News: આશ્રમ રોડ પર દેવનંદન મેગા મોલની હોટલમાં આગ લાગી

Read Full Story arrow_forward