android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat: પાંડેસરા પોલીસ સ્ટેશન બન્યું પિયર, લાવારીસ નવજાત બાળકીની છઠ્ઠીનો ઉત્સવ હર્ષોલ્લાસ સાથે ઉજવાયો
calendar_today June 7, 2026

Surat: પાંડેસરા પોલીસ સ્ટેશન બન્યું પિયર, લાવારીસ નવજાત બાળકીની છઠ્ઠીનો ઉત્સવ હર્ષોલ્લાસ સાથે ઉજવાયો

કહેવાય છે કે 'જેનું કોઈ નથી તેનો ભગવાન હોય છે', આ ઉક્તિ સુરતના પાંડેસરામાં અક્ષરશઃ સાચી સાબિત થઈ છે. કોઈ અજ્ઞાત નિર્દયી માતા-પિતા દ્વારા પાંડેસરા વિસ્તારમાં એક નવજાત બાળકીને રસ્તા પર લાવારીસ હાલતમાં છોડી દેવામાં આવી હતી. આ બાળકી જ્યારે પાંડેસરા પોલીસને મળી ત્યારે કદાચ કોઈએ વિચાર્યું નહીં હોય કે આ માસૂમનું નસીબ આટલું બલંદ હશે. પાંડેસરા પોલીસે માનવતાની તમામ સીમાઓ વટાવીને આ બાળકીને કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરી દત્તક લેવાનો ઐતિહાસિક નિર્ણય કર્યો છે.પોલીસ મથકમાં યોજાયો છઠ્ઠીનો મંગળ પ્રસંગસામાન્ય રીતે જ્યાં ગુનેગારો અને ફરિયાદીઓની અવરજવર હોય છે તેવા પોલીસ સ્ટેશનનું વાતાવરણ ગત રોજ ઉત્સવમાં ફેરવાઈ ગયું હતું. પાંડેસરા પોલીસ પરિવારના તમામ અધિકારીઓ અને મહિલા કર્મચારીઓએ ભેગા મળીને આ નવજાત દીકરીના જન્મના છઠ્ઠા દિવસે પરંપરાગત રીતે 'છઠ્ઠી પૂજન'નો ભવ્ય કાર્યક્રમ રાખ્યો હતો. પોલીસ સ્ટેશનને ફૂલોથી શણગારવામાં આવ્યું હતું અને મીઠાઈઓ વહેંચાઈ હતી. સમગ્ર સ્ટાફે આ દીકરીને પોતાની ગણીને તેનું નામ ખૂબ જ પ્રેમપૂર્વક 'કશિશ' રાખ્યું છે. બાળકી કશિશને જે પ્રકારે ખાખી વર્દીનો આશરો અને પ્રેમ મળ્યો છે તે જોઈને ત્યાં હાજર તમામ લોકોની આંખો ભીની થઈ ગઈ હતી.સુરક્ષા સાથે સંવેદનાની નવી મિસાલસુરત પોલીસની આ અદભુત કામગીરીએ સોશિયલ મીડિયા અને લોકમુખે ભારે વાહવાહી મેળવી છે. ઘણીવાર પોલીસની કડક છબી જ લોકો સામે આવતી હોય છે, પરંતુ આ ઘટનાએ પુરવાર કર્યું છે કે ખાખી વર્દીની પાછળ પણ એક સંવેદનશીલ હૃદય ધબકે છે. જરૂર પડ્યે પોલીસ ગુનેગારો સામે સિંઘમ બને છે, તો અનાથ બાળકો માટે માતૃત્વ અને પિતૃત્વની ભૂમિકા પણ સુખદ રીતે નિભાવે છે. પાંડેસરા પોલીસના આ ભગીરથ કાર્યને કારણે આજે નાની કશિશ સુરક્ષિત હાથોમાં પોતાનું બાળપણ વિતાવી શકશે.આ પણ વાંચો: Surat: ગુજરાતમાં આજે GPSC પ્રિલિમનરી પરીક્ષા, કડક સુરક્ષા વચ્ચે ઉમેદવારો આપશે કસોટી

Read Full Story arrow_forward
Gujarat Latest News Updated: દક્ષિણ ગુજરાતની ધરતી ધ્રુજી, ઉકાઈ નજીક વહેલી સવારે 2.7 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો
calendar_today June 7, 2026

Gujarat Latest News Updated: દક્ષિણ ગુજરાતની ધરતી ધ્રુજી, ઉકાઈ નજીક વહેલી સવારે 2.7 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 07JUNE ના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Surendranagar: દસાડા ગ્રામ્યની સગીરા સાથે દુષ્કર્મના કેસમાં આરોપીને 20 વર્ષની સજા
calendar_today June 7, 2026

Surendranagar: દસાડા ગ્રામ્યની સગીરા સાથે દુષ્કર્મના કેસમાં આરોપીને 20 વર્ષની સજા

દસાડા તાલુકાના એક ગામમાં રહેતા પરિવારની 15 વર્ષ અને 25 દિવસની સગીરાને ગામનો યુવાન વિજય પ્રતાપભાઈ ઠાકોર લલચાવી, ફોસલાવી ભગાડી ગયો હતો. અને સગીરા સાથે કુકર્મ આચર્યુ હતુ. આ અંગે તા. 5-2-24ના રોજ બજાણા પોલીસ મથકે વિજય ઠાકોર અને મદદગારી કરનાર અન્ય ર આરોપીઓ સહિત કુલ 3 સામે ફરિયાદ નોંધાઈ હતી. આ અંગેનો કેસ તા. 6 જુનના રોજ ધ્રાંગધ્રા એડીશનલ સેશન્સ કોર્ટમાં ચાલી ગયો હતો. જેમાં સરકારી વકીલ વી.એચ.ભટ્ટની દલીલો, લેખીત અને મૌખીક પુરાવાને ધ્યાને લઈ જજ એમ.પી.ચૌધરીએ મુખ્ય આરોપી વિજય પ્રતાપભાઈ ઠાકોરને પોકસોની કલમ અંતર્ગત 20 વર્ષની સજા અને રૂપીયા 10 હજારનો દંડ ફટકારી ન્યાય કર્યો છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward