android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Himatnagar: વડાલી ખાતે કોંગ્રેસ દ્વારા જન આક્રોશ રેલી યોજાઇ
calendar_today June 7, 2026

Himatnagar: વડાલી ખાતે કોંગ્રેસ દ્વારા જન આક્રોશ રેલી યોજાઇ

વડાલી : વડાલી ખાતે કોંગ્રેસ પ્રેરિત જન આક્રોશ અને વિરોધ પ્રદર્શન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. નીટ પેપર લીક, મોંઘવારી, બેરોજગારી અને ભ્રષ્ટાચાર જેવા મુદ્દાઓ સામે ભાજપ સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શિત કરવા કોંગ્રેસ દ્વારા ગતરોજ વડાલી નગરના જુના પોલીસ સ્ટેશન સામે આવેલ વિવેકાનંદ ચોકથી બળદ ગાડામાં સવાર થઈ જન આક્રોશ રેલીનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. આ રેલી હાઈવે રોડ, ધરોઈ ત્રણ રસ્તા સુધી હાથમાં پ્લે કાર્ડ, ગેસનો બાટલો, તેલનો ડબ્બો ઊંચો કરી મોંઘવારીનું વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રામભાઈ સોલંકી સહિત વડાલી નગરપાલિકાના કોર્પોરેટરો તેમજ કાર્યકરો જોડાયા હતા. વડાલી નગરપાલિકામાં સમિતીઓની રચના બાબતે થયેલ અસંતોષ આ રેલીમાં જોવા મળ્યો હતો. કોંગ્રેસના પૂર્વ પાલિકા પ્રમુખ તેમજ ચાલુ કોર્પોરેટર અજીતસિંહ રાઠોડ સહિત તેમના ટેકેદારો આ રેલીમાં જોડાયા ન હોતા.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Patan: ચાણસ્મામાં પ્લાસ્ટિકની બેગો વાપરતાં વેપારીઓ સામે સતત ત્રીજા દિવસે કાર્યવાહી
calendar_today June 7, 2026

Patan: ચાણસ્મામાં પ્લાસ્ટિકની બેગો વાપરતાં વેપારીઓ સામે સતત ત્રીજા દિવસે કાર્યવાહી

ચાણસ્મા : ચાણસ્મા ખાતે નગરપાલિકા તંત્ર દ્વારા સતત ત્રણ દિવસથી પ્લાસ્ટિકની બેગોનો ઉપયોગ કરતાં લારી ધારકો અને દુકાનોમાં તપાસ કરીને દંડ કરવામાં આવી રહ્યો છે. ત્યારે પ્રથમ દિવસે 15 હજારનો દંડ કરાયા બાદ છેલ્લા બે દિવસ દરમિયાન સતત પ્લાસ્ટિક મુક્તની ઝુંબેશ ચાલુ રાખીને ફરીથી રૂ. 3 હજારનો દંડ કરવામાં આવતાં પ્લાસ્ટિકનો ઉપયોગ કરતાં લોકોમાં ફ્ફ્ડાટ ફેલાયો છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Patan: પાટણમાં પાર્લર અને મકાનમાં ચોરી કરનાર 3 તસ્કરો ઝડપાયાં
calendar_today June 7, 2026

Patan: પાટણમાં પાર્લર અને મકાનમાં ચોરી કરનાર 3 તસ્કરો ઝડપાયાં

પાટણ શહેરમાં પાર્લર અને બંધ મકાનમાં ચોરીને અંજામ આપનાર એક ચાણસ્મા અને બે પાટણના એમ કુલ 3 ની અટકાયત કરી રૂ. 45 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પાટણ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના માણસો પેટ્રોલિંગમાં હતાં તે દરમિયાન બાતમી મળી હતી કે એક બાઈક પર ત્રણ શખ્સો ચોરીનો મુદ્દામાલ વેંચવા ફરી રહ્યા છે. જેના આધારે બીડી હાઈસ્કૂલના પાછળના ભાગે વોચ ગોઠવી બાઈક સવાર મુકેશજી ગોવાજી ઠાકોર (ચાણસ્મા) તથા દિનેશજી સોમાજી ઠાકોર અને મનોજભાઈ પ્રહલાદભાઈ નાયી બંને રહે પાટણને ઝડપી પુછપરછ કરતાં તેમણે પાટણમાં થોડા દિવસ પુર્વે ઘીવટાના નાકે ભોગીલાલ પાન પાર્લર અને બીજા મકાન તોડવાની કોશિશ તથા અન્ય એક પાનનો ગલ્લો તોડવાની કબુલાત કરતાં પોલીસે 7900 રોકડ રકમ સહિત 3050 નો પાર્લરનો સામાન અને 35 હજારની કિંમતનું બાઈક કબજે કર્યું હતું. પોલીસના જણાવ્યા મુજબ ઝડપાયેલ મુકેશજી ઠાકોર વિરુદ્ધ ચાણસ્મામાં ચાર અને પાટણમાં બે ગુના નોંધાયેલા છે. જ્યારે દિનેશજી ઠાકોર વિરુદ્ધ ચાર ગુના પાટણમાં અને મનોજ નાયી વિરુદ્ધ પાટણમાં એક ગુનો નોંધાયેલો હોવાનું જણાવ્યું હતું.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward