android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Anand: સારોલમાં વીજ સ્ટેશનનું ભૂમિપૂજન
calendar_today June 7, 2026

Anand: સારોલમાં વીજ સ્ટેશનનું ભૂમિપૂજન

બોરસદ : આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના સારોલ ગામે રૂ.17.75 કરોડના ખર્ચે નિર્માણ થનારા નવા વીજ સબ-સ્ટેશનનું ભૂમિપૂજન કરવામાં આવ્યું. અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી રમણભાઈ સોલંકીના હસ્તે આ કાર્યક્રમ યોજાયો હતો. આ સબ-સ્ટેશન ગ્રામ્ય વિસ્તારોમાં વીજ પુરવઠાને વધુ સુદ્રઢ અને કાર્યક્ષમ બનાવશે. રાજ્ય સરકાર દ્વારા છેવાડાના ગામો સુધી ગુણવત્તાસભર અને પૂરતો વીજ પુરવઠો પહોંચાડવાના હેતુથી વિવિધ વિસ્તારોમાં નવા સબ-સ્ટેશનોનું નિર્માણ થઈ રહ્યું છે. આ આયોજનના ભાગરૂપે સારોલ ગામ ખાતે આ નવું વીજ સબ-સ્ટેશન સ્થાપિત કરવામાં આવી રહ્યું છે, જે સ્થાનિક વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. ભૂમિપૂજન પ્રસંગે મંત્રી રમણભાઈ સોલંકીએ જણાવ્યું કે આ સબ-સ્ટેશન સારોલ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારો માટે મહત્વપૂર્ણ છે. તેમણે ઉમેર્યું કે નવા સબ-સ્ટેશનના નિર્માણથી વીજળી સંબંધિત સમસ્યાઓનું કાયમી નિવારણ થશે અને વિસ્તારના સર્વાંગી વિકાસને વેગ મળશે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
વિશ્વ પર્યાવરણ દિવસે જંબુસરમાં વૃક્ષારોપણ કરાયું
calendar_today June 6, 2026

વિશ્વ પર્યાવરણ દિવસે જંબુસરમાં વૃક્ષારોપણ કરાયું

જંબુસર : વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે જંબુસર સ્થિત શ્રી કાલિકા માતાજી મંદિર પરિસરમાં એક પેડ મા કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ધારાસભ્ય ડી.કે. સ્વામી, જીલ્લા ભાજપ ઉપપ્રમુખ કૃપાબેન દોશી, જિલ્લા તથા સંગઠનના હોદ્દેદારો, પાલિકાના પદાધિકારીઓ, ચીફ્ ઓફ્સિર, પાલિકા કર્મચારીઓ તેમજ ભાજપ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન વિવિધ પ્રકારના વૃક્ષોની રોપણી કરાઈ હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
ભરૂચ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો.ઓ. બૅંકની સાધારણ સભા યોજાઇ
calendar_today June 6, 2026

ભરૂચ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો.ઓ. બૅંકની સાધારણ સભા યોજાઇ

ભરૂચ : ભરૂચ જિલ્લાના સહકારી ક્ષેત્રની અગ્રણી સંસ્થા ભરૂચ ડિસ્ટ્રીક્ટ સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેંક લિમીટેડની 119મી વાર્ષિક સાધારણ સભા ગુરુવારે યોજાઈ હતી. જેમાં વાગરા વિધાનસભાના ધારાસભ્ય અરૂણસિંહ રણા, ઉપપ્રમુખ કરશન પટેલ સહિત બેંકના હોદ્દેદારો, ડિરેક્ટરો તેમજ સભાસદો મોટી સંખ્યામાં સભાસદો ઉપસ્થિત રહ્યાં હતાં. બેંકના ગત વર્ષના વહિવટી અહેવાલ, વાર્ષિક હિસાબો અને અન્ય એજન્ડાને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી. સભાને સંબોધતા અરૂણસિંહ રણાએ જણાવ્યુ હતું કે, આગામી સમયમાં ગ્રાહકોને વધુ સુવિધાજનક અને આધુનિક બેકિંગ સેવાઓ મળી રહે તે માટે ડિઝીટલ બેંકિંગ, નવી ટેક્નોલોજી અને ઓનલાઈન સેવાઓના વિસ્તરણ પર વિશેષ ભાર મુકવામાં આવશે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward