પાદરાના ડબગર સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન
પાદરા : પાદરા ડબગર જ્ઞાતિપંચ અને પાદરા ડબગર જ્ઞાતિ કેળવણી મંડળના સંયુક્ત ઉપક્રમે સમાજના તેજસ્વી અને ઉચ્ચ ગુણાંક સાથે સફ્ળતા મેળવનાર વિદ્યાર્થીઓના સન્માન માટે 23મો ઇનામ વિતરણ સમારોહ પાદરા સ્થિત બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના પટાંગણમાં યોજાયો હતો. જેમાં જુનિયર કે.જી.થી લઈને કોલેજ કક્ષાના તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે મેડલ, મફ્ત ચોપડા, પેન, પેન્સિલ તેમજ અભ્યાસને ઉપયોગી વિવિધ શૈક્ષણિક સામગ્રીનું વિતરણ કરાયું હતું. સાથે જ શૈક્ષણિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને વિશેષ સન્માનિત કરાયા હતા. જે પ્રસંગે પાદરા નગરપાલિકાના ઉપપ્રમુખ ઇલાબેન જોશી, દંડક નરેશ અગ્રવાલ, સમાજ સેવક કિશન મહારાજ, સહિત સમાજના આગેવાનો અને જ્ઞાતિપંચના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward