તલવારબાજી અને સ્વરક્ષણ તાલીમ વર્ગનો સમાપન સમારોહ યોજાયો
કાલોલના બોરૂ ટર્નિંગ પાસે આવેલા કોમ્યુનિટી હોલ ખાતે ક્ષત્રિય કરણી સેના અને મા ભવાની ગૃપના સંયુક્ત ઉપક્રમે આયોજિત જય ભવાની તલવારબાજી અને સ્વરક્ષણ ક્લાસીસનો સર્ટિફ્કિેટ વિતરણ સહિતનો સમાપન સમારોહ શક્તિ, શૌર્ય અને સંસ્કૃતિના માહોલ વચ્ચે ભવ્ય રીતે યોજાયો હતો.પ્રાપ્ત વિગતો અનુસાર સમસ્ત હિન્દુ સમાજની ભાવિ પેઢીમાં સ્વરક્ષણ અને પરંપરાગત શસ્ત્ર્રકળા પ્રત્યે જાગૃતિ લાવવાના હેતુથી પાછલા દોઢેક મહિનાથી આયોજિત તાલીમ વર્ગમાં સ્થાનિક મોટી સંખ્યામાં યુવક યુવતીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. તાલીમ વર્ગના ટ્રેનર તરીકે નિકિતાબા ગોહિલે દરેક યુવક, યુવતીઓ અને બાલિકાઓએ તલવારબાજી સહિત વિવિધ શસ્ત્રકળા અંગેના કરતબો શીખવ્યા હતા. જે તાલીમના સમાપન સાથે શુક્રવારે સમારોહના મુખ્ય આકર્ષણ તરીકે તાલીમાર્થીઓ દ્વારા રજૂ કરાયેલ તલવારબાજી અને સ્વરક્ષણના કરતબો બતાવીને પ્રશિક્ષણની નિપુણતા રજૂ કરી હતી. ખાસ કરીને કિશોર વયના બાળકોએ પોતાના આત્મવિશ્વાસપૂર્વક વિવિધ દાવપેચ અને શસ્ત્રકળાનું પ્રદર્શન કરીને ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ક્ષત્રિય કરણી સેનાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ મનીષસિંહ પરમાર તથા ગુજરાત ક્ષત્રિય કરણી સેનાના pradesh પ્રવક્તા સંજયસિંહ રાજ સહિત અગ્રણી ક્ષત્રિય સમાજના આગેવાનોએ ઉપસ્થિત રહીને તાલીમાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward