ગોધરામાં સદભાવના સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નગરસેવક સન્માન સમારોહ યોજાયો
ગોધરા : ગોધરા શહેરમાં સામાજિક ઉત્થાન અને લોકસેવાના કાર્યોમાં અગ્રેસર રહેલી સદભાવના સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શુક્રવારના રોજ બહારપુરા સ્થિત પૂજ્ય ઝુલેલાલ મંદિર ધર્મશાળામાં ભવ્ય સ્નેહ મિલન અને નગરસેવક સન્માન સમારોહ યોજાયો હતો.કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. હરીશભાઈ દુધાત, નાયબ પોલીસ અધિક્ષક બ્રિંદા જાડેજા તેમજ ગોધરા એ.પી.એમ.સી.ના ચેરમેન માલવદીપસિંહ રાઉલજી ઉપસ્થિત રહ્યા હતા. ટ્રસ્ટના પદાધિકારીઓ દ્વારા તમામ મહેમાનોનું પુષ્પગુચ્છ અને સ્મૃતિચિહન અર્પણ કરીને સન્માન કરયું હતું. માલવદીપસિંહ રાઉલજીએ ટ્રસ્ટની સેવાકીય પ્રવૃત્તિઓની પ્રશંસા કરી શુભેચ્છા પાઠવી હતી. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત નગરસેવકો અને સામાજિકઅગ્રણીઓએ સમાજના વિકાસ અને જનકલ્યાણ માટે સંસ્થાને સક્રિય સહયોગ આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. ટ્રસ્ટના પ્રમુખ ઘનશ્યામ કામનાની અને સંયોજક હિતેશભાઈ ભટ્ટે તમામ મહાનુભાવો, નગરસેવકો અને નગરજનોનો આભાર વ્યક્ત કર્યો હતો.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward