android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
પક્ષીતીર્થ વઢવાણા તળાવની પાળ પરના આઠ વૃક્ષો કાપી નખાતાં હડકંપ
calendar_today June 6, 2026

પક્ષીતીર્થ વઢવાણા તળાવની પાળ પરના આઠ વૃક્ષો કાપી નખાતાં હડકંપ

ડભોઇ તાલુકાના વઢવાણા તળાવમાં 8 વૃક્ષ કાપી નાખતા ગામજનોમાં આક્રોશ જોવા મળ્યો હતો. પર્યાવરણ પ્રેમી ઈશ્વરભાઈ મણિલાલ વસાવા જણાવ્યું હતું કે, 8 ઝાડ પક્ષીઓ માટે આશીર્વાદ રૂપ હતા. દેશવિદેશના પક્ષીઓ તેના પર બેસતા હતા. લાકડા ચોરોને પકડવા માટે ગ્રામજનોની માંગ ઉઠવા પામી છે.વઢવાણા તળાવમાં પક્ષીઓના આશરા સમાન 8 મોટા વૃક્ષોનો સોથ વળી ગયો હતો. વિશ્વભરમાં 5મી જૂનને વિશ્વ પર્યાવરણ દિન તરીકે ઉજવાય છે. જ્યાં કરોડો રૂપિયાના ખર્ચે વૃક્ષારોપણના કાર્યક્રમો થાય છે. પરંતુ ડભોઈ તાલુકામાં આવેલી પ્રખ્યાત રામસર સાઇટ વઢવાણા તળાવ ખાતે આ જ દિવસે પર્યાવરણના લીરેલીરા ઉડયા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. કેટલાક અસામાજિક તત્વો અથવા લાકડા ચોરો દ્વારા તળાવની મધ્યમાં આવેલા પક્ષીઓના આશ્રાયસ્થાન સમાન 8 જેટલા મોટા અને જૂના વૃક્ષો કાપી નાખવામાં આવ્યા છે. પક્ષીઓનો હક છીનવાયો છે. ?વઢવાણા તળાવ એ માત્ર જળાશય નથી. પરંતુ દેશ-વિદેશથી આવતા હજારો યાયાવર (પ્રવાસી) પક્ષીઓ માટેનું એક સુરક્ષિત ઘર છે. ?જ્યારે તળાવ પાણીથી ભરાયેલું હોય છે. ત્યારે આ વૃક્ષો પક્ષીઓ માટે બેસવા, આરામ કરવા અને માળો બાંધવા માટેનો મુખ્ય સહારો બને છે. હવે આ વૃક્ષો કપાઈ જતાં, આગામી ચોમાસા અને શિયાળાની ઋતુમાં આવનારા પક્ષીઓ માટે બેસવાની મોટી કટોકટી સર્જાશે. તળાવની સુરક્ષા અને દેખરેખ માટે વનવિભાગ અને સ્થાનિક તંત્ર તૈનાત હોવા છતાં, તળાવની વચ્ચોવચ આટલા મોટા વૃક્ષો કપાઈ ગયા અને કોઈને ખબર પણ ન પડી આ સુરક્ષા વ્યવસ્થા સામે મોટા સવાલો ઊભા કરે છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
પૂર્વ વિસ્તારમાંથી પાણીના ભૂતિયા 48 જોડાણ મળ્યાં, 12 મોટર જપ્ત
calendar_today June 6, 2026

પૂર્વ વિસ્તારમાંથી પાણીના ભૂતિયા 48 જોડાણ મળ્યાં, 12 મોટર જપ્ત

શહેરમાં ઓછા પ્રેશરથી પાણી આવતુ હોવાની બૂમો ઉઠતા કોર્પોરેશને ઠેરઠેર ચેકિંગ હાથ ધર્યુ હતુ. જેમાં પાણીના ગેરકાયદે 71 જોડાણો મળી આવ્યા હતા.જેથી તે કનેક્શનો કાપવામાં આવ્યા હતાં. જ્યારે પાણીની લાઈ પર લગાવેલી ઈલેક્ટ્રીક 71 મોટરો પકડાઈ હતી.મોગલવાડા બકરીપોળમાંથી પાણીના ગેરકાયદે 11 જોડાણો મળી આવ્યા હતાં. જ્યારે ભાથુજીનગરમાંથી 10, કિશનવાડી ઝંડા ચોક ખાતે 6, મોટી વ્હોરવાડમાંથી 2 ગેરકાયદે જોડાણ તેમજ પૂનમ કોમ્પલેક્ષ, સરસ્વતિ કોમ્પલેક્ષ વિગેરે જગ્યાએથી મળીને પૂર્વ વિસ્તારમાં કુલ 48 ગેરકાયદે જોડાણો મળી આવ્યા હતા. જેને કોર્પોરેશનના તંત્રએ કાપી નાખ્યા હતાં. તેમજ ઉકાજીનુ વાડીયુ, આજવા રોડ અંબિકા દર્શન, ગાયત્રી પાર્ક અને શ્રી હરી ટાઉનશીપમાંથી 12 પાણીની ઈલેક્ટ્રીક મોટરો લગાવેલી પકડાઈ હતી. જેને કોર્પોરેશને જમા લીધી હતી. જ્યારે ઉત્તર ઝોન વિસ્તારમાં ફતેગંજ જનતા શેરીમાંથી 2, સદર બજારમાંથી 1, કમાટીપુરામાંથી 1 અને નવાપુરા ગોદડીયાવાસમાંથી 2 મળીને કુલ 6 મોટર જમા લેવાઈ હતી. તેમજ કારેલીબાગ દીપીકા સોસાયટીમાંથી 2 અને મચ્છીપીઠ નવાબના વાડામાંથી 1 મળીને 3 ગેરકાયદે જોડાણો મળી આવતા તેને કાપી નાખ્યા હતાં. ગોદડીયાવાસમાં કોર્પોરેશનની ટીમે મોટરો જમા લેવા ગઈ હતી ત્યારે લોકોએ આક્રોશ ઠાલવ્યો કે, તમે પાણી ઓછુ આપો છો એટલે અમારે પાણી મેળવવા માટે નાછૂટકે મોટરો લાગવી પડે છે તેવા આક્રોશ ઠાલવ્યો હતો અને કોર્પોરેશનના સ્ટાફ સાથે શાબ્દીક ટપાટપી સર્જાઈ હતી. આવી જ રીતે, દક્ષિણ ઝોનમાં આવતા એરફોર્સ પાછળ રોયલ ગાર્ડન સોસાયટીમાંથી 13 અને અલવાનાકા મનહર નગર-1માંથી 7 મળીને પાણીના 20 ગેરકાયદે જોડાણો મળી આવ્યા હતાં. તેમજ ઘાઘરેટીયાના કૃષ્ણ નગરમાંથી 2, માંજલપુર શિવમ સોસાયટી, સાંઈધામ સોસાયટી અને મકરપુરા બાદશાહ નગરમાંથી 1-1 મળીને 3 એમ કુલ પાંચ મોટરો જમા લીધી હતી. તેમજ પશ્ચિમ વિસ્તારમાં ગોત્રી ગોકુલનગરમાંથી 3 અને ગોરવા આર્શિવાદ સોસાયટીમાંથી 3 મોટર જમા લીધી હતી. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
બોડેલી અર્બન કો-ઓપની 69મી વાર્ષિક સાધારણ સભા યોજાઇ
calendar_today June 6, 2026

બોડેલી અર્બન કો-ઓપની 69મી વાર્ષિક સાધારણ સભા યોજાઇ

બોડેલી નગર સહિત વિસ્તારના નાના-મોટા વેપારીઓને મદદરૂપ થવાના આશય સાથે તા. 8-8-1957ના રોજ સ્થપાયેલ ધી બોડેલી અર્બન કોપરેટીવ બેંક લિમિટેડની આજે 69મી સાધારણ સભા બેંકના મેનેજિંગ ડિરેક્ટર રજનીકાંત રસિકલાલ ગાંધીના અધ્યક્ષ સ્થાને મળી હતી. ત્યારે બેંકના ચેરમેન કાર્તિકુમાર દિલીપ શાહ, ડિરેક્ટરો આકાશ વિજય ઠક્કર, ડૉ. કિશોરકાંત રસિકલાલ ગાંધી ગીરીશ રસિકલાલ શાહ દિનેશચંદ્ર જીવનલાલ શાહ જીગ્નેશ મહેશચંદ્ર અગ્રવાલ નીતિનકુમાર શાંતિલાલ ચોકસી, પ્રો. ડિરેક્ટર ઉદય સતીશચંદ્ર શાહની ઉપસ્થિતિમાં બોડેલી વૈષ્ણવવાડી ખાતે યોજાઇ હતી.5668 સભાસદો ધરાવતી બોડેલી અર્બન કો-ઓપરેટીવ બેંકની બોડેલી વૈષ્ણવવાડી ખાતે મળેલી 69મી સાધારણ સભામાં ઉપસ્થિત સભાસદો સમક્ષ બેંકનો ચિતાર રજૂ કરતા બેંકના સીઈઓ શૈલેષકુમાર તલાટીએ ગત વર્ષ દરમિયાન બેંકે રૂા.50,75,606નો ચોખ્ખો નફે કર્યો છે. બેંકની ડિપોઝિટ 27.65 કરોડ અને 31-3- 26 સુધીનું બેંકનું ધિરાણ 15.83 કરોડ જેટલું હોવાનું કહી નિયમ મુજબ બેંકના મહિલા કોપ્ટ ડિરેક્ટર છાયાબેન વિઠ્ઠલભાઈ રાઠવા તેમજ વીણાબેન રાકેશકુમાર ગાંધી અને બેંકના પ્રોફેશનલ ડિરેક્ટર સીએ ઉદય સતીશકુમાર શાહ તેમજ મૈત્રીબેન જૈમીન કુમાર શાહ નિવૃત્ત થતા હોય આગામી 26-27ના વર્ષ માટે નવી નિમણૂક કરવાની સત્તા બોર્ડ ઓફ્ ડિરેક્ટરને આપે છે તેમ જણાવ્યું હતું. 5668 સભાસદો ધરાવતી બોડેલી અર્બન કો-ઓપરેટીવ એટલું જ નહીં બેકનો સીડી રેશિયો 57.24 ટકા છે. બેંકનું સીઆરએઆર 9 ટકા હોવું જોઈએ તેની જગ્યાએ બેંકનું સીઆરએઆર 38.02 ટકા છે તેમ જણાવી બેંકનો સંપૂર્ણ ચિતાર રજૂ કર્યો હતો. ગત સાધારણ સભાની કાર્યવાહીને વાંચી બહાલી અપાઇ હતી. તા.31-3-26ના રોજ પૂરા થતા વર્ષનો બોર્ડ ઓફ્ ડિરેક્ટરનો રિપોર્ટ સરવૈયું મંજૂર કરાયું હતું, ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward