android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Latest News Updated: હરિદ્વાર-દેહરાદૂન નેશનલ હાઈવે પર દોડતી બસમાં અચાનક લાગી ભીષણ આગ
calendar_today June 6, 2026

Gujarat Latest News Updated: હરિદ્વાર-દેહરાદૂન નેશનલ હાઈવે પર દોડતી બસમાં અચાનક લાગી ભીષણ આગ

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 06JUNE ના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Veraval News: હિરણ ડેમના કાંઠેથી 11 વર્ષના નિર્દોષ બાળકને મગર ઉઠાવી ગયો, ભારે શોધખોળ શરૂ
calendar_today June 6, 2026

Veraval News: હિરણ ડેમના કાંઠેથી 11 વર્ષના નિર્દોષ બાળકને મગર ઉઠાવી ગયો, ભારે શોધખોળ શરૂ

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના ઉમરેઠી ગામેથી એક કંપારી છૂટી જાય તેવી ભયાનક ઘટના સામે આવી છે. અહીં આવેલા હિરણ ડેમના કિનારે એક પરપ્રાંતીય શ્રમિક (મજૂર) પરિવાર હાજર હતો, ત્યારે પાણીમાંથી અચાનક એક વિશાળકાય મગર ધસી આવ્યો હતો. મગરે કિનારે ઉભેલા પરિવારના 11 વર્ષના માસૂમ બાળક પર હિંસક તરાપ મારી હતી અને તેને જડબામાં દબોચી ઊંડા પાણીમાં ખેંચી ગયો હતો.તંત્ર અને ફાયર બ્રિગેડ દોડ્યા આ કાળજું કંપાવતી દુર્ઘટના નજરે જોતાં જ પરિવારજનોએ ભારે ચીસાચીસ કરી મૂકી હતી, જેના કારણે આસપાસના સ્થાનિક લોકો પણ દોડી આવ્યા હતા. ઘટના અંગે તાત્કાલિક વહીવટી તંત્રને જાણ કરવામાં આવતાં વેરાવળના મામલતદાર સહિતના ઉચ્ચ અધિકારીઓ અને ફાયર બ્રિગેડનો મોટો કાફલો તાબડતોબ ઉમરેઠી ગામે હિરણ ડેમ ખાતે પહોંચી ગયો હતો. પાણીના ઊંડાણમાં સઘન રેસ્ક્યુ ફાયર બ્રિગેડના જવાનો અને સ્થાનિક તરવૈયાઓ દ્વારા બોટની મદદથી હિરણ ડેમના ઊંડા પાણીમાં મગરનો ભોગ બનેલા બાળકની સઘન શોધખોળ હાથ ધરવામાં આવી છે. જોકે, ડેમમાં પાણીનો ભરાવો અને મગરોની મોટી સંખ્યાના કારણે રેસ્ક્યુ ઓપરેશનમાં ભારે મુશ્કેલી પડી રહી છે. વહાલસોયા પુત્રની આંખ સામે જ વિદાય થતાં શ્રમિક પરિવારમાં ભારે આક્રંદ છવાઈ ગયું છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Morbi News: હળવદમાં સંદેશ ન્યૂઝના અહેવાલની વ્યાપક અસર, કલેક્ટરની ફટકાર બાદ પાલિકા તંત્ર દોડતું થયું
calendar_today June 6, 2026

Morbi News: હળવદમાં સંદેશ ન્યૂઝના અહેવાલની વ્યાપક અસર, કલેક્ટરની ફટકાર બાદ પાલિકા તંત્ર દોડતું થયું

મોરબી જિલ્લાના હળવદ પંથકમાં જનહિતના મુદ્દાને વાચા આપતા ‘સંદેશ ન્યૂઝ’ના અહેવાલની ખૂબ જ વ્યાપક અને ધારદાર અસર જોવા મળી છે. હળવદમાંથી પસાર થતી ધાંગધ્રા બ્રાન્ચ કેનાલમાં ગટરનું દૂષિત પાણી છોડવામાં આવતું હોવાનો અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ વહીવટી તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ હતી. આ મામલે જિલ્લા કલેક્ટરે કડક વલણ અપનાવતા આખરે સ્થાનિક નગરપાલિકા તંત્ર એક્શન મોડમાં આવ્યું છે, અને કેનાલની સફાઈ કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે.લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાનો અહેવાલ પ્રસિદ્ધ થયો હતો ઘટનાની મળતી વિગતો અનુસાર, ધાંગધ્રા બ્રાન્ચ કેનાલનું પાણી હળવદના 40 ગામો ઉપરાંત જામનગર અને દેવભૂમિ દ્વારકા સહિતના અન્ય જિલ્લાઓમાં પીવા માટે સપ્લાય કરવામાં આવે છે. આટલી મહત્વની કેનાલમાં ગટરનું ગંદુ અને દૂષિત પાણી છોડવામાં આવતું હોવાથી લાખો લોકોના સ્વાસ્થ્ય સામે મોટું જોખમ ઊભું થયું હતું. આ ગંભીર બેદરકારી અંગે સંદેશ ન્યૂઝ દ્વારા વિસ્તૃત અહેવાલ પ્રસારિત કરીને તંત્રની ઊંઘ ઉડાડી દેવામાં આવી હતી. કલેક્ટર સ્વપ્નિલ ખરેએ સ્થળ ચકાસણી કરી પાલિકાને ફટકાર લગાવી અહેવાલ પ્રસારિત થતાં જ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ ઘટનાની ગંભીરતા સમજીને પોતે જ જાતે સ્થળ ચકાસણી કરી હતી. કલેક્ટરે સ્થળ પરની ભયાનક સ્થિતિ જોઈને હળવદ નગરપાલિકાના અધિકારીઓની આકરી ઝાટકણી કાઢી હતી અને તાત્કાલિક અસરથી ગટરનું પાણી બંધ કરવા તેમજ કેનાલ સાફ કરવાનો આદેશ આપ્યો હતો. કલેક્ટરે પાલિકા તંત્ર પાસે સફાઈ કામગીરીના ફોટા અને પુરાવા સાથેનો રિપોર્ટ પણ માંગ્યો છે. સંદેશ ન્યૂઝના અહેવાલની અસર કલેક્ટરની આકરી ફટકાર અને કડક સૂચના બાદ હળવદ પાલિકાની ટીમો તાબડતોબ કેનાલ પર પહોંચી હતી અને સફાઈ અભિયાન શરૂ કરી દીધું છે. સંદેશ ન્યૂઝના અહેવાલના કારણે લાખો લોકોને શુદ્ધ પીવાનું પાણી પાછું મળશે, જેથી સ્થાનિક લોકોએ ચેનલનો આભાર વ્યક્ત કર્યો છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward