android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
શિવરાજ્યાભિષેક દિને ઐતિહાસિક જાહેરાત, ઇઝરાયેલમાં સ્થાપાશે છત્રપતિ શિવાજી મહારાજનું સ્ટેચ્યુ
calendar_today June 6, 2026

શિવરાજ્યાભિષેક દિને ઐતિહાસિક જાહેરાત, ઇઝરાયેલમાં સ્થાપાશે છત્રપતિ શિવાજી મહારાજનું સ્ટેચ્યુ

છત્રપતિ શિવાજી મહારાજના શિવરાજ્યાભિષેક દિનના પાવન અવસરે વૈશ્વિક સ્તરે એક અત્યંત ગર્વ લેવા જેવા અને ઐતિહાસિક સમાચાર સામે આવ્યા છે. મુંબઈમાં સ્થિત ઇઝરાયેલના કોન્સ્યુલ જનરલ યાનિવ રેવાચે જાહેરાત કરી છે કે, તેઓ ભારતના મહાન શાસક છત્રપતિ શિવાજી મહારાજની એક ભવ્ય પ્રતિમા બનાવીને તેને ઇઝરાયેલના એક મોટા શહેરમાં સ્થાપિત કરવા જઈ રહ્યા છે. આ પ્રસ્તાવ માટે તેમણે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે મુલાકાત કરી મંજૂરી માંગી હતી, જેને સીએમ દ્વારા તુરંત સ્વીકારી લેવામાં આવી છે.ભારત અને ઇઝરાયેલના ઇતિહાસ વચ્ચે અદ્ભુત સમાનતાયાનિવ રેવાચે જણાવ્યું કે, થોડા મહિનાઓ પહેલા જ્યારે તેઓ ભારત આવ્યા ત્યારે તેમણે ભારત અને ઇઝરાયેલના ઇતિહાસ વચ્ચેની સમાનતાઓ વિશે જાણ્યું હતું. તેમણે કહ્યું, બંને દેશો અને પ્રજાએ પોતાની માતૃભૂમિ માટે દાયકાઓ સુધી સંઘર્ષ કરવો પડ્યો છે અને લડવું પડ્યું છે. અમે બરાબર સમજીએ છીએ કે, ભારતના ઇતિહાસમાં છત્રપતિ શિવાજી મહારાજનો પ્રભાવ અને તેમનું સ્થાન કેટલું મહત્વપૂર્ણ છે.PM મોદીની જેરૂસલેમ મુલાકાત બાદ સંબંધો વધુ મજબૂત બન્યાઇઝરાયેલના કોન્સ્યુલ જનરલે વધુમાં ઉમેર્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જેરૂસલેમની મુલાકાત બાદ ભારત અને ઇઝરાયેલ વચ્ચેના સંબંધોને વિવિધ ક્ષેત્રોમાં વધુ ઊંડા બનાવવાનો નિર્ણય લેવાયો હતો. આ અંતર્ગત બંને દેશોના ઈતિહાસ અને સંસ્કૃતિને જોડવા માટે અમે આ સદ્ભાવના પ્રોજેક્ટ તરીકે છત્રપતિ શિવાજી મહારાજની પસંદગી કરી છે. આ અંતર્ગત ભારતમાં એક મોટું સ્ટેચ્યુ તૈયાર કરી ઇઝરાયેલ મોકલવામાં આવશે, જે લાંબા ગાળા સુધી બંને દેશોના નાગરિકોને ભાવનાત્મક રીતે જોડી રાખશે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આપ્યા આશીર્વાદ અને પૂર્ણ સહયોગઆ પ્રોજેક્ટ અંગે ચર્ચા કરવા માટે યાનિવ રેવાચ મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસની ઓફિસે પહોંચ્યા હતા. સીએમ ફડણવીસે આ પ્રસ્તાવને તત્કાલ મંજૂરી આપીને પોતાના આશીર્વાદ આપ્યા હતા અને મહારાષ્ટ્ર સરકાર તરફથી જરૂરી તમામ સહયોગ આપવાની ખાતરી આપી હતી. આ અંગે દેવેન્દ્ર ફડણવીસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને લખ્યું, આ ખૂબ જ મોટા સમાચાર છે! શિવરાજ્યાભિષેક દિનના પાવન અવસરે, ઇઝરાયેલના સીજી યાનિવ રેવાચનો ઇઝરાયેલમાં છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમા સ્થાપિત કરવાની આ ઐતિહાસિક જાહેરાત માટે હૃદયપૂર્વક આભાર. મહારાષ્ટ્ર સરકાર આ ઐતિહાસિક પહેલને પૂર્ણ સહયોગ આપશે. જય ભવાની, જય શિવાજી!આ પણ વાંચો - Iran War: વેનેઝુએલા અને ઈરાન વિવાદ વચ્ચે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કર્યો મોટો દાવો

Read Full Story arrow_forward
Gujarat Latest News live: હરિદ્વાર-દેહરાદૂન નેશનલ હાઈવે પર દોડતી બસમાં અચાનક લાગી ભીષણ આગ
calendar_today June 6, 2026

Gujarat Latest News live: હરિદ્વાર-દેહરાદૂન નેશનલ હાઈવે પર દોડતી બસમાં અચાનક લાગી ભીષણ આગ

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 06JUNE ના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Rajkot News: હોસ્પિટલ ચોક બ્રિજ પર ટ્રાફિક નિયમોના ધજાગરા, બાઈક સવારનો ખતરનાક સ્ટંટ કેમેરામાં કેદ
calendar_today June 6, 2026

Rajkot News: હોસ્પિટલ ચોક બ્રિજ પર ટ્રાફિક નિયમોના ધજાગરા, બાઈક સવારનો ખતરનાક સ્ટંટ કેમેરામાં કેદ

રાજકોટ શહેરમાં સ્ટંટબાજોને પોલીસનો કોઈ ડર ન હોય તેમ ટ્રાફિક નિયમોના સરેઆમ ધજાગરા ઉડાડતી વધુ એક ઘટના સામે આવી છે. શહેરના વ્યસ્ત ગણાતા હોસ્પિટલ ચોક બ્રિજ પર એક યુવક દ્વારા કરવામાં આવેલો અત્યંત જોખમી અને ખતરનાક બાઈક સ્ટંટ કેમેરામાં કેદ થયો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ શહેરની ટ્રાફિક વ્યવસ્થા અને લોકોની સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા થયા છે.હોસ્પિટલ ચોક બ્રિજ બન્યો સ્ટંટબાજોનો અડ્ડો સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, હોસ્પિટલ ચોક પાસે આવેલો ઓવરબ્રિજ હવે આવા નબીરાઓ અને સ્ટંટબાજો માટે જોખમી ખેલ કરવાનું મનપસંદ સ્થળ બની ગયો છે. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે ચાલુ ટ્રાફિક વચ્ચે એક યુવક પોતાના જીવના જોખમે અને અન્ય વાહનચાલકોની સુરક્ષાને નેવે મૂકીને બાઈક પર જોખમી કરતબો કરી રહ્યો છે. આ પહેલા પણ આ જ બ્રિજ પરથી અનેક વખત આવા બાઈક સવારોના સ્ટંટના દ્રશ્યો સામે આવી ચૂક્યા છે. પોલીસની ઢીલી કામગીરી સામે સ્થાનિકોમાં રોષ આવી ઘટનાઓને કારણે બ્રિજ પરથી પસાર થતા અન્ય નિર્દોષ વાહનચાલકો અકસ્માતનો ભોગ બને તેવી પૂરેપૂરી શક્યતા રહેલી છે. સ્થાનિક રહીશો અને વાહનચાલકોમાં આ બાબતે ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોની માગ છે કે ટ્રાફિક પોલીસ અને સ્થાનિક પ્રશાસન દ્વારા આવા બ્રિજ પર પેટ્રોલિંગ વધારવામાં આવે અને સીસીટીવી ફૂટેજના આધારે આવા જોખમી સ્ટંટ કરનારા લુખ્ખા તત્વો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરી જેલભેગા કરવામાં આવે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward