android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Vadodaraનું ઐતિહાસિક સુરસાગર તળાવ બન્યું 'ડેથ ટ્રેપ', અસંખ્ય માછલીઓના મોતથી ખળભળાટ
calendar_today September 10, 2026

Vadodaraનું ઐતિહાસિક સુરસાગર તળાવ બન્યું 'ડેથ ટ્રેપ', અસંખ્ય માછલીઓના મોતથી ખળભળાટ

વડોદરા શહેરની મધ્યમાં આવેલું ઐતિહાસિક સુરસાગર તળાવ હાલ જળચર જીવો માટે અત્યંત જોખમી બની ગયું છે. છેલ્લા ઘણા સમયથી આ તળાવમાં મોટી સંખ્યામાં માછલીઓ મરી રહી હોવાના બનાવો સામે આવી રહ્યા છે. આ ગંભીર બાબતને ધ્યાનમાં રાખીને સ્થાનિક નગરસેવક તીર્થ બ્રહ્મભટ્ટે વડોદરા મહાનગરપાલિકા (VMC) ને પત્ર લખીને માછલીઓના મોતના કારણોની તાત્કાલિક અને તટસ્થ તપાસ કરવાની માંગ કરી છે.કરોડોના ખર્ચ છતાં તળાવની દુર્દશા, કૃત્રિમતાનો આક્ષેપનોંધનીય છે કે આશરે 9 વર્ષ અગાઉ રૂ. 38 કરોડના ભારેખમ ખર્ચે સુરસાગર તળાવનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત, તળાવમાં ઓક્સિજનનું પ્રમાણ જળવાઈ રહે તે માટે માત્ર 1 વર્ષ અગાઉ જ રૂ. 1૦ લાખના ખર્ચે એર સર્ક્યુલેશન મશીન પણ નાખવામાં આવ્યું હતું. આમ છતાં, માછલીઓના મોત અટકવાનું નામ નથી લઈ રહ્યા. સ્થાનિકો અને પ્રતિનિધિઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે કુદરતી તળાવને કૃત્રિમ બનાવી દેવાના કારણે જળચર જીવો માટે આ વિકટ પરિસ્થિતિ સર્જાઈ છે.ઉકેલ નહીં આવે તો CM ને કરાશે રજૂઆતતળાવના પર્યાવરણ અને જળચર જીવોના રક્ષણ માટે જો પાલિકા તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે યોગ્ય અને કડક કાર્યવાહી કરવામાં નહીં આવે તો આ મુદ્દે સીધા મુખ્યમંત્રી (CM) ને રજૂઆત કરવાની ચીમકી નગરસેવક તીર્થ બ્રહ્મભટ્ટે આપી છે. સુરસાગરની ઐતિહાસિકતા અને તેના જળચર જીવોને બચાવવા માટે હવે યોગ્ય પાયાની કામગીરી થાય તે અત્યંત જરૂરી બન્યું છે.આ પણ વાંચો : Ahmedabadની SRK JEWELS સાથે 1.56 કરોડની ઠગાઈ, ચેન્નાઈના 4 વેપારીઓ સામે નોંધાઈ ફરિયાદ

Read Full Story arrow_forward
ખડે હનુમાન હલ્યા નહીંના દાવા, દેશભરમાં ફરી ચોમાસું સક્રિય થયું સહિતના મોટા સમાચાર
calendar_today September 10, 2026

ખડે હનુમાન હલ્યા નહીંના દાવા, દેશભરમાં ફરી ચોમાસું સક્રિય થયું સહિતના મોટા સમાચાર

સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર1. Abu Salem: અબૂ સાલેમ હજૂ પણ રહેશે જેલના સળિયા પાછળ, સુપ્રીમ કોર્ટે ફગાવી અરજી2. 7 વર્ષ બાદ ભારતીય ધરતી પર મળશે મોદી અને જિનપિંગ, BRICS પહેલા થશે દ્વિપક્ષીય બેઠક3. Gold Silver Price Today: 10 સપ્ટેમ્બરે 10 ગ્રામ સોનાનો શું છે ભાવ? સસ્તુ થયુ કે નહી? ચેક કરો લેટેસ્ટ રેટ4. Gandhinagar News: બિલ્ડરનો કોઈ વાંક નથી પણ વ્યવસ્થાની ખામીને કારણે દુર્ઘટના સર્જાઈ: મંત્રી કાંતિ અમૃતિયા5. Donald Trump ચૂંટણી જીતવાથી લઇને 2027 સુધીમાં બનશે આ ભયાનક ઘટનાઓ, ચીનના નાસ્ત્રેદમસની ભવિષ્ય વાણી!6. Weather Update: દેશભરમાં ફરી ચોમાસું સક્રિય, ભારેથી અતિભારે વરસાદની આગાહી; હવામાન વિભાગે આપ્યું એલર્ટ7. Ahmedabad News: શહેરમાં ચાર સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, બાળકોને રજા આપી દેવાઈ, પોલીસે ચેકિંગ શરૂ કર્યું8. UP Assembly Elections: આકાશ આનંદની BSPમાંથી ફરી હકાલપટ્ટી, UPમાં ચૂંટણી પહેલા માયાવતીના આકરા તેવર9. Women's Asia Cup 2026 : ભારત-બાંગ્લાદેશ સેમિફાઇનલમાં કોનું પલડું ભારે? જાણો પીચ રિપોર્ટ અને હેડ-ટુ-હેડ રેકોર્ડ10. SDM Statement : ખડે હનુમાન હલ્યા નહીંના દાવા વચ્ચે SDMનું મોટું નિવેદન, કહ્યું- અમે પ્રયાસ જ કર્યો નહોતો

Read Full Story arrow_forward
UP Assembly Elections: આકાશ આનંદની BSPમાંથી ફરી હકાલપટ્ટી, UPમાં ચૂંટણી પહેલા માયાવતીના આકરા તેવર
calendar_today September 10, 2026

UP Assembly Elections: આકાશ આનંદની BSPમાંથી ફરી હકાલપટ્ટી, UPમાં ચૂંટણી પહેલા માયાવતીના આકરા તેવર

બહુજન સમાજ પાર્ટી (BSP)ના રાષ્ટ્રીય અધ્યક્ષ માયાવતીએ તેમના ભત્રીજા આકાશ આનંદને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા છે. આ પહેલાં તેમણે 3 સપ્ટેમ્બર, 2026ના રોજ તેમને રાષ્ટ્રીય સંયોજક (નેશનલ કોઓર્ડિનેટર)ના પદ પરથી હટાવ્યા હતા. હવે તેમણે તેમને પ્રાથમિક સભ્યપદ અને BSP સાથેના તમામ સંબંધોમાંથી સંપૂર્ણપણે મુક્ત કરી દીધા છે.અશોક સિદ્ધાર્થે રાજકારણમાંથી લીધો સન્યાસઉલ્લેખનીય છે કે આકાશ આનંદના સસરા અને રાજ્યસભાના ભૂતપૂર્વ સાંસદ અશોક સિદ્ધાર્થે રાજકારણમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. આ અંગે ટિપ્પણી કરતા માયાવતીએ કહ્યું કે જો તેમણે સમયસર આ નિર્ણય લીધો હોત, તો આકાશે આવી પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો ન હોત.માયાવતીએ જણાવ્યું હતું કે અશોક સિદ્ધાર્થે યોગ્ય સમયે રાજકારણ છોડવાનો નિર્ણય લીધો ન હતો. જો તેમણે આ પગલું વહેલું લીધું હોત, તો BSP, બહુજન આંદોલન અને ખુદ આકાશ આનંદને સતત મુશ્કેલીઓ અને પ્રતિકૂળ સંજોગોનો સામનો કરવો પડ્યો ન હોત.'જે વ્યક્તિ double mind સાથે કામ કરે છે...'માયાવતીએ આકાશ આનંદના વલણ અંગે નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે ધ્યાન દોર્યું હતું કે જ્યારે આકાશ નિયમિતપણે તેમના 'X' (અગાઉનું ટ્વિટર) પોસ્ટ્સને રીપોસ્ટ કરતા હતા, ત્યારે અશોક સિદ્ધાર્થ અંગેની તેમની પોસ્ટને રીપોસ્ટ કરવામાં તેઓ નિષ્ફળ રહ્યા હતા. માયાવતીના મતે, આ સ્પષ્ટપણે સૂચવે છે કે આકાશ આનંદ પાર્ટી કરતાં પારિવારિક સંબંધોને પ્રાધાન્ય આપી રહ્યા છે. તેમણે સવાલ ઉઠાવ્યો કે જે વ્યક્તિ 'દ્વિધાભર્યા મન' સાથે કામ કરે છે તે BSPને કેવી રીતે લાભ પહોંચાડી શકે. પોતાની પોસ્ટમાં માયાવતીએ આકાશ આનંદના સસરા અશોક સિદ્ધાર્થના ઈરાદાઓ પર પણ સવાલો ઉઠાવ્યા હતા. તેમણે ટિપ્પણી કરી હતી કે જો સિદ્ધાર્થને ખરેખર આકાશ આનંદના ભવિષ્ય અને બહુજન આંદોલનની ચિંતા હોત, તો તેઓ ઘણું વહેલું રાજકારણમાંથી દૂર થઈ ગયા હોત. જોકે, તેમના ઈરાદાઓ અને વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓ અંગે શંકાઓ યથાવત છે.2027માં સંપૂર્ણ બહુમતી સાથે સરકાર રચવાનું આહ્વાનસંગઠનાત્મક ફેરફાર બાદ માયાવતીએ પાર્ટી કાર્યકરોને નવું લક્ષ્ય સોંપ્યું. તેમણે BSP કાર્યકરોને વિરોધીઓ દ્વારા અપનાવવામાં આવતી તમામ રાજકીય ચાલનો મક્કમતાથી સામનો કરવા હાકલ કરી. તેમણે 'સર્વજન હિતાય, સર્વજન સુખાય' (સૌનું કલ્યાણ અને સુખ)ના સિદ્ધાંતને અનુસરીને 2027ની ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે પૂરી તાકાત લગાવી દેવાની અને સંપૂર્ણ બહુમતી સાથે સરકાર રચવાની વાત કરી.Shani Margi 2026: 2027 સુધીમાં આ રાશિ કમાશે અઢળક પૈસો, શનિદેવ વરસાવશે કૃપા

Read Full Story arrow_forward