android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Rajkot News: ‘કોકરોચ પાર્ટી’ અને ‘દોસ્તી જેહાદ’ પર બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીનું મોટું નિવેદન
calendar_today June 6, 2026

Rajkot News: ‘કોકરોચ પાર્ટી’ અને ‘દોસ્તી જેહાદ’ પર બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીનું મોટું નિવેદન

પોતાના નીડર અંદાજ અને નિવેદનો માટે જાણીતા બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી (બાબા બાગેશ્વર) હાલ ગુજરાતના પ્રવાસે છે. રાજકોટ ખાતે આયોજિત એક કાર્યક્રમ દરમિયાન તેમણે પત્રકાર પરિષદને સંબોધિત કરી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં તેમણે વર્તમાન રાજનીતિ, દેશની શાંતિ અને દેશમાં વધી રહેલા કથિત જેહાદી નેટવર્કને લઈને અત્યંત આકરા અને ચોંકાવનારા નિવેદનો આપ્યા છે.વર્તમાન રાજનીતિ અને ‘કોકરોચ પાર્ટી’ પર પ્રહારપ્રેસ કોન્ફરન્સ દરમિયાન વર્તમાન રાજકીય પરિસ્થિતિ અને પક્ષો અંગે વાત કરતા તેમણે ‘કોકરોચ પાર્ટી’ શબ્દનો પ્રયોગ કરીને નિશાન સાધ્યું હતું. તેમણે જણાવ્યું કે, દેશમાં કોઈપણ સંજોગોમાં અશાંતિ ન ફેલાવવી જોઈએ. જૂની હોય કે નવી, તમામ રાજકીય પાર્ટીઓએ દેશને એક રાખવા માટે અને દેશહિતમાં કામ કરવું જોઈએ. આ સાથે જ તેમણે ઉમેર્યું કે, હવે દેશમાં અશાંતિ ફેલાવનારા તત્વોને ઓળખી લેવાની જરૂરિયાત ઉભી થઈ છે.લવ જેહાદ, થૂંક જેહાદ બાદ હવે ‘દોસ્તી જેહાદ’બાબા બાગેશ્વરે દેશમાં વધી રહેલી ગુનાહિત પ્રવૃત્તિઓ તરફ ઈશારો કરતા કહ્યું કે, દેશમાં અત્યાર સુધી અનેક પ્રકારના જેહાદ ચાલી રહ્યા છે, જેમાં લેન્ડ જેહાદ, લવ જેહાદ અને થૂંક જેહાદ સામેલ છે. પરંતુ હવે આ યાદીમાં એક નવો ‘દોસ્તી જેહાદ’ શરૂ થયો છે. આ અંગે ઉદાહરણ આપતા તેમણે કહ્યું કે, ઉત્તર પ્રદેશના સૂર્ય નામના એક યુવક સાથે આ પ્રકારનું દોસ્તી જેહાદ થયું અને ત્યારબાદ તેની ક્રૂરતાપૂર્વક હત્યા કરી દેવામાં આવી.દક્ષિણ ગુજરાતમાં જાગૃત્તિની જરૂર, સનાતનીઓને આપી ઓફરધીરેન્દ્ર શાસ્ત્રીએ હિન્દુ સમાજની એકતા પર ભાર મૂકતા સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, દેશમાં હિન્દુઓમાં કોઈપણ પ્રકારના ભાગલા ન પડવા જોઈએ. તેમણે ઓપન ઓફર આપતા જણાવ્યું કે, જે પણ વ્યક્તિ સનાતની છે અને તેને જો કોઈ પણ પ્રકારની સમસ્યા કે તકલીફ હોય, તો તે સંકોચ વગર સીધા મારી પાસે આવી શકે છે. આ ઉપરાંત તેમણે દક્ષિણ ગુજરાતનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ત્યાં પણ હાલના સમયમાં ધાર્મિક અને સામાજિક સમસ્યાઓ જોવા મળી રહી છે, જેથી ત્યાં પણ સમયસર જાગૃત્તિ લાવવી અનિવાર્ય છે.આ પણ વાંચો - Rajkot News: બસ પોર્ટના પ્લેટફોર્મ પર ગંભીર અકસ્માત, ST બસે બે લોકોને કચડ્યા

Read Full Story arrow_forward
Kanpur: ચાલુ ગાડીમાં રીલ બનાવવાના ચક્કરમાં સર્જાયો ભયાનક અકસ્માત, 1 યુવકનું મોત
calendar_today June 6, 2026

Kanpur: ચાલુ ગાડીમાં રીલ બનાવવાના ચક્કરમાં સર્જાયો ભયાનક અકસ્માત, 1 યુવકનું મોત

ઉત્તર પ્રદેશના કાનપુરમાં સોશિયલ મીડિયા માટે વીડિયો બનાવતા સમયે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો છે. ફૂલ સ્પીડે જઈ રહેલી કારમાં પાંચ યુવકો રીલ રેકોર્ડ કરી રહ્યા હતા, ત્યારે અચાનક વળાંક પર કારનું સંતુલન બગડી ગયું અને તે રસ્તા કિનારે આવેલા ઊંડા ખાડામાં પલટી ગઈ.સૌરભ કારની સનરૂફમાંથી બહાર બેસીને વીડિયો બનાવી રહ્યો હતો આ દુર્ઘટનામાં 18 વર્ષીય સૌરભનું મોત થયું છે, જ્યારે તેના ચાર મિત્રો ગંભીર રીતે ઘાયલ થયા છે. મળતી માહિતી મુજબ સૌરભ કારની સનરૂફમાંથી બહાર બેસીને વીડિયો બનાવી રહ્યો હતો, ત્યારે કાર પલટી જતા તે નીચે પટકાયો અને વાહનની ચપેટમાં આવી ગયો. દુર્ઘટના બાદ આસપાસના લોકો તરત જ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને રાહત કામગીરી શરૂ કરી હતી. ભારે મહેનત બાદ કારમાં ફસાયેલા યુવકોને બહાર કાઢવામાં આવ્યા. ત્યારબાદ પોલીસ પણ સ્થળ પર પહોંચી અને તમામ ઘાયલોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, જ્યાં ડોક્ટરોએ સૌરભને મૃત જાહેર કર્યો. મિત્રો જન્મદિવસની ઉજવણી માટે બહાર ગયા હતા આ અકસ્માત શુક્રવાર રાત્રે સચેન્ડી વિસ્તારના બછાઉપુર મોર પાસે થયો હતો. સૌરભ ઝખરા સંભરપુર ગામનો રહેવાસી હતો અને તાજેતરમાં જ નૌસેના ભરતી પરીક્ષા આપીને ઘરે પરત આવ્યો હતો. પરિવારજનો મુજબ તે આગળ અભ્યાસ કરીને પોતાનું ભવિષ્ય બનાવવા પ્રયત્નશીલ હતો. પરંતુ રાત્રે તેના મિત્રો તેને જન્મદિવસની ઉજવણી માટે બહાર લઈ ગયા હતા, જ્યાં રીલ બનાવતી વખતે આ દુર્ઘટના બની. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ યુવકો સ્ટંટ કરતા અને ઝડપી ગતિમાં વીડિયો રેકોર્ડ કરી રહ્યા હતા, જેના કારણે કાર અનિયંત્રિત થઈ ગઈ. પોલીસે ઘટનાસ્થળનું નિરીક્ષણ કરીને તપાસ શરૂ કરી છે. અકસ્માત સમયે કારની ઝડપ અને વીડિયો રેકોર્ડિંગ સંબંધિત તમામ બાબતોની તપાસ કરવામાં આવી રહી છે. હાલ સમગ્ર મામલાની તપાસ ચાલુ છે અને પરિવારજનોમાં શોકનું વાતાવરણ છે. આ પણ વાંચો : Punjab : વૈષ્ણોદેવી સ્પેશિયલ ટ્રેન અચાનક જ ધડાકાભેર અવાજ સાથે બે ભાગમાં વહેંચાઈ ગઈ, 1200 મુસાફર ટ્રેનમાં હતા સવાર

Read Full Story arrow_forward
Mamata Banerjee બહેરામપુરથી લડશે ચૂંટણી! યુસુફ પઠાણે રાજીનામું આપી દેવું જોઈએ... સૌરવ ગાંગુલીએ આપ્યો જવાબ
calendar_today June 6, 2026

Mamata Banerjee બહેરામપુરથી લડશે ચૂંટણી! યુસુફ પઠાણે રાજીનામું આપી દેવું જોઈએ... સૌરવ ગાંગુલીએ આપ્યો જવાબ

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટ કેપ્ટન સૌરવ ગાંગુલીએ યુસુફ પઠાણના રાજીનામા અંગેના અહેવાલોને સ્પષ્ટતા આપતા એક નિવેદન બહાર પાડ્યું. તેમને મીડિયા અહેવાલોને નકારી કાઢ્યા જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે સૌરવ ગાંગુલીએ મમતા બેનર્જી તરફથી યુસુફ પઠાણને સંદેશ મોકલ્યો હતો, જેમાં તેમને બહેરામપુર મતવિસ્તારમાંથી રાજીનામું આપવાનું કહ્યું હતું. સૌરવ ગાંગુલીએ કરી વિનંતી ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટ કેપ્ટને કહ્યું કે "મારા પર આરોપ મૂકવામાં આવ્યો હતો કે તેમને પશ્ચિમ બંગાળના ભૂતપૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જી તરફથી યુસુફ પઠાણનો સંપર્ક કર્યો હતો અને તેમને તે મતવિસ્તારના ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકેના બંધારણીય પદ પરથી રાજીનામું આપવા અથવા રાજીનામું આપવાનો સંદેશ આપ્યો હતો જેથી મમતા બેનર્જી પેટાચૂંટણી લડી શકે. આ આરોપો ખોટા છે. હું મીડિયાને વિનંતી કરીશ કે અફવાઓ અને અટકળો પર ધ્યાન ન આપે." ટીએમસી મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહી છે પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં હાર બાદ, તૃણમૂલ કોંગ્રેસ મુશ્કેલ સમયનો સામનો કરી રહી છે. એવી અફવાઓ ફેલાઈ રહી છે કે મમતા બેનર્જીએ બહેરામપુર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે. આ હાંસલ કરવા માટે તેમને ભૂતપૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણને રાજીનામું આપીને બેઠક ખાલી કરવા કહ્યું છે. મીડિયા અહેવાલોમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે યુસુફ પઠાણે આમ કરવાની ના પાડી છે. ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટ કેપ્ટન સૌરવ ગાંગુલીએ હવે આ દાવાને નકારી કાઢ્યો છે. ગાંગુલીએ જણાવ્યું હતું કે તેમને કોઈની સાથે યુસુફ પઠાણને રાજીનામું આપવા અંગે ચર્ચા કરી નથી. આ સંપૂર્ણપણે ખોટું છે. તમને જણાવી દઈએ કે ભવાનીપુરથી હાર્યા બાદ મમતા બેનર્જી હવે કોઈ બંધારણીય પદ ધરાવતા નથી. ટીએમસીના ટ્રમ્પ કાર્ડ 2024માં બન્યા હતા ગુજરાતના વડોદરાના રહેવાસી યુસુફ પઠાણ 2024ની લોકસભા ચૂંટણીમાં ટીએમસી માટે ટ્રમ્પ કાર્ડ તરીકે ઉભરી આવ્યા હતા. તેમને બહેરામપુર બેઠક પર કોંગ્રેસના દિગ્ગજ નેતા અધીર રંજન ચૌધરીને 85,000 થી વધુ મતોથી હરાવ્યા હતા. બંગાળમાં સત્તા ગુમાવ્યા બાદ મમતા બેનર્જી ધારાસભ્યોના બળવા સામે ઝઝૂમી રહ્યા છે. આ વચ્ચે એવો દાવો કરવામાં આવ્યો હતો કે બેનર્જી લોકસભામાં તેમના સાંસદોને એક રાખવા માટે આવું કરવા માગતા હતા. કેટલાક અહેવાલો સૂચવે છે કે આ સંદેશ સૌરવ ગાંગુલી દ્વારા યુસુફ પઠાણને પહોંચાડવામાં આવ્યો હતો, જે દાવાને સૌરવ ગાંગુલીએ નકારી કાઢ્યો છે. ટીએમસીએ નવા પ્રવક્તાઓની નિમણૂક કરી 15 વર્ષ સુધી સત્તાથી દૂર રહ્યા પછી તૃણમૂલ કોંગ્રેસે વિવિધ મુદ્દાઓ પર પાર્ટીનું વલણ રજૂ કરવા માટે કલ્યાણ બેનર્જી અને ડેરેક ઓ'બ્રાયનને રાષ્ટ્રીય પ્રવક્તા તરીકે નિયુક્ત કર્યા છે. રાજ્ય સ્તરે કુણાલ ઘોષ રાજ્ય એકમના સત્તાવાર પ્રવક્તા તરીકે ચાલુ રહેશે. બેલેઘાટાથી વિધાનસભા ચૂંટણી જીત્યા બાદ કુણાલ ઘોષ પ્રવક્તા બન્યા. યુસુફ પઠાણ પશ્ચિમ બંગાળના બહેરામપુરથી લોકસભા સભ્ય હોવા છતાં તેમના માતાપિતા હજુ પણ ગુજરાતના વડોદરામાં રહે છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાન કરવા માટે યુસુફ પઠાણે ગુજરાતની મુલાકાત પણ લીધી હતી. આ પણ વાંચો: Madhya Pradesh : જબલપુરમાં નશીલા ઈન્જેક્શનના રેકેટનો પર્દાફાશ, 2 MR સહિત 6 લોકોની કરાઈ ધરપકડ

Read Full Story arrow_forward