android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Valsad : પલસાણામાં અબોલ પશુઓ પર નરાધમોનો એસિડ એટેક, પીઠ-પેટની ચામડી ઉખડી જતાં પશુઓ લોહીલુહાણ
calendar_today June 6, 2026

Valsad : પલસાણામાં અબોલ પશુઓ પર નરાધમોનો એસિડ એટેક, પીઠ-પેટની ચામડી ઉખડી જતાં પશુઓ લોહીલુહાણ

દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાંથી એક અત્યંત હૃદયદ્રાવક, ક્રૂર અને માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે. પારડી તાલુકાના પલસાણા ગામે અજાણ્યા અસામાજિક તત્વો દ્વારા નિર્દોષ અને અબોલ પશુઓ પર એસિડ એટેક કરવામાં આવ્યો છે. રખડતા મૂંગા જીવો પર આ પ્રકારની અમાનવીય અને રાક્ષસી ક્રૂરતા આચરવામાં આવતા સમગ્ર પંથકના પશુ પ્રેમીઓ અને ગ્રામજનોમાં ભારે રોષ અને ચકચાર મચી ગઈ છે.પશુઓ પર નરાધમોએ દાહક અને જલદ એસિડ ફેંક્યો મળતી વિગતો મુજબ, પલસાણા ગામે રસ્તા પર ફરતા અને લટાર મારતા 4 થી 5 જેટલા ગાય-આખલા જેવા અબોલ પશુઓ પર કોઈ અજાણ્યા નરાધમોએ દાહક અને જલદ એસિડ ફેંક્યો હતો. આ એસિડ હુમલો એટલો ભયાનક હતો કે એસિડ પડવાને કારણે તમામ પશુઓની પીઠ અને પેટના ભાગેથી ચામડી આખેઆખી ઉખડી ગઈ છે. પશુઓને અસહ્ય પીડા  ચામડી બળી જવાને કારણે પશુઓ અસહ્ય પીડાથી કણસી રહ્યા છે અને તેમના શરીરમાંથી લોહીની સેર ફૂટી નીકળતા તેઓ લોહીલુહાણ હાલતમાં જોવા મળ્યા હતા. પ્રાથમિક સારવાર શરૂ કરવામાં આવી આ કરુણ દ્રશ્યો સોશિયલ મીડિયા પર અને સ્થાનિક સ્તરે વાયરલ થતાં જ પશુ કલ્યાણ સંસ્થાઓ અને જીવદયા પ્રેમીઓ તાત્કાલિક પલસાણા ગામે દોડી ગયા હતા. સ્થાનિક લોકોની મદદથી પીડાતા પશુઓની સારવાર માટે વેટરનરી ડોક્ટરોની ટીમ બોલાવી મલમ-પટ્ટી અને પ્રાથમિક સારવાર શરૂ કરવામાં આવી છે. મૂંગા પશુઓ કોઈનું કંઈ બગાડતા ન હોવા છતાં તેમની પર આવો ઘાતકી હુમલો કરનારા વિકૃત માનસિકતા ધરાવતા લોકો સામે સ્થાનિકોમાં ઉગ્ર આક્રોશ છે. કડક કાર્યવાહી કરવાની માગ  ગ્રામજનો અને પશુ પ્રેમીઓએ વહીવટી તંત્ર અને પોલીસ સમક્ષ માંગ કરી છે કે વીડિયો ફૂટેજ ચકાસીને આ ઘોર પાપ કરનારા નરાધમોની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે અને તેમની સામે પશુ ક્રૂરતા અધિનિયમ હેઠળ કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. આ પણ વાંચો----     Gujarat Latest News live : ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં 1.76 કરોડની ઉચાપતનો ખુલાસો

Read Full Story arrow_forward
જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં મનમોહક વાતાવરણ
calendar_today June 6, 2026

જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં મનમોહક વાતાવરણ

પ્રસિદ્ધ ડાલ લેક પર પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી રહી છે.

Read Full Story arrow_forward
Uttarakhand : 'આ બાળક ને ટોપ મેજિશિયન્સમાં હોવું જોઈએ...' નૈનીતાલના નન્હે જાદૂગરના ફેન બન્યા આનંદ મહિન્દ્રા
calendar_today June 6, 2026

Uttarakhand : 'આ બાળક ને ટોપ મેજિશિયન્સમાં હોવું જોઈએ...' નૈનીતાલના નન્હે જાદૂગરના ફેન બન્યા આનંદ મહિન્દ્રા

નૈનીતાલમાં તળાવના કિનારે, ઠંડી હવા અને પ્રવાસીઓની ભીડ વચ્ચે એક નાનું બાળક પોતાના હાથથી એવો જાદુ બતાવી રહ્યું છે કે જોનારા દંગ રહી જાય. ઉંમર નાની છે, પરંતુ હુનર એટલો મોટો છે કે દરેક ટ્રીક સાથે તાળીઓ આપોઆપ વાગવા લાગે છે. આ માસૂમ બાળકનો હુનર હવે આખા દેશના દિલ જીતી રહ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોએ માત્ર ઇન્ટરનેટ યુઝર્સને જ ભાવુક નથી કર્યા, પરંતુ દેશના જાણીતા ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા પણ આ નાનકડા જાદુગરના ટેલેન્ટના મુરીદ થઈ ગયા છે. આનંદ મહિન્દ્રાએ મદદ કરવાની ઈચ્છા વ્યક્ત કરી મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ બાળકનો વીડિયો પોતાના એક્સ (X) એકાઉન્ટ પર શેર કરીને તેની મદદ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. આશરે 1 મિનિટ 39 સેકન્ડના આ વીડિયોમાં બાળક ખૂબ જ આત્મવિશ્વાસ અને માસૂમ અંદાજમાં જાદુ બતાવતું જોવા મળી રહ્યું છે. બાળકની કળા, તેની પ્રસ્તુતિ અને ચહેરાના હાવભાવે દરેક વ્યક્તિને પ્રભાવિત કર્યા. સોશિયલ મીડિયા યુઝર્સને અપીલ વીડિયો શેર કરતાં આનંદ મહિન્દ્રાએ લખ્યું, આ બાળક ખૂબ જ ટેલેન્ટેડ છે. શું તે અવારનવાર નૈનીતાલના રસ્તાઓ પર પ્રદર્શન કરે છે? હું માત્ર તેના ભણતરમાં મદદ કરવા નથી માગતો, પરંતુ જાદુ પ્રત્યેની તેની રુચિને પણ આગળ વધારવા માગુ છું. કેમ ન તે દુનિયાના શ્રેષ્ઠ જાદુગરોમાંથી એક બને? આનંદ મહિન્દ્રાએ સોશિયલ મીડિયા યુઝર્સને અપીલ કરતા કહ્યું કે જો કોઈની પાસે બાળક અથવા તેના પરિવારની માહિતી હોય, તો તેમનો સંપર્ક કરાવવામાં મદદ કરે.આનંદ મહિન્દ્રાની પહેલના વખાણ આનંદ મહિન્દ્રાની આ સંવેદનશીલ પહેલના સોશિયલ મીડિયા પર જોરદાર વખાણ થઈ રહ્યા છે. અત્યાર સુધીમાં હજારો લોકો આ વીડિયોને લાઈક કરી ચૂક્યા છે, જ્યારે મોટી સંખ્યામાં યુઝર્સે કોમેન્ટ અને શેર કરીને બાળકના ઉજ્જવળ ભવિષ્યની કામના કરી છે. હુનરને મળી નવી ઓળખ નૈનીતાલના રસ્તાઓ પર પોતાના નાના-નાના હાથોથી જાદુ બતાવનારું આ બાળક આજે આશા, પ્રતિભા અને સપનાઓનું નવું ઉદાહરણ બની ગયું છે. કદાચ આ જ સોશિયલ મીડિયાની સુંદરતા છે, જ્યાં કોઈ ગુમનામ હુનરને ઓળખ મળે છે અને કોઈનું ભવિષ્ય બદલવા માટે મદદના હાથ આગળ વધે છે. આ પણ વાંચો-અમિતાભ બચ્ચન પાસે છે આટલા કરોડોની જમીન! અયોધ્યાથી અલીબાગ અને ગુજરાત સુધી ફેલાયેલી છે પ્રોપર્ટી!

Read Full Story arrow_forward