android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Banaskantha: વડગામના મુક્તેશ્વર ડેમમાં નાહવા પડેલા 2 યુવકોના ડૂબી જવાથી કરુણ મોત
calendar_today June 6, 2026

Banaskantha: વડગામના મુક્તેશ્વર ડેમમાં નાહવા પડેલા 2 યુવકોના ડૂબી જવાથી કરુણ મોત

બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકામાંથી એક અત્યંત આઘાતજનક અને કાળજું કંપાવી મૂકે તેવી ઘટના સામે આવી છે. અહીંના પ્રખ્યાત મુક્તેશ્વર ડેમમાં નાહવા પડેલા બે આશાસ્પદ યુવકોના પાણીમાં ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યા છે. ઉનાળાની ગરમી વચ્ચે ડેમના પાછળના ભાગે એકઠા થયેલા પાણીમાં આ યુવકો નાહવા માટે ઉતર્યા હતા, જ્યાં ઊંડા પાણીમાં ગરકાવ થઈ જવાથી બંનેના શ્વાસ રૂંધાઈ ગયા હતા. આ કરુણ ઘટનાને પગલે સમગ્ર વડગામ પંથકમાં અને ડેમ વિસ્તારમાં ભારે ચિંતા અને અરેરાટી વ્યાપી ગઈ છે.બંને મિત્રો મુક્તેશ્વર ડેમ પર ફરવા ગયા મળતી વિગતો મુજબ, મૃતક યુવકોની ઓળખ વડગામના રહેવાસી કાળુભાઈ મદારી અને કરનાળા ગામના શ્રવણનાથ મદારી તરીકે થઈ છે. બંને મિત્રો મુક્તેશ્વર ડેમ પર ફરવા ગયા હતા અને ડેમના પાછળના ભાગે નાહવા પડ્યા હતા. જો કે, પાણીના ઊંડાણનો અંદાજ ન આવતા બંને ડૂબવા લાગ્યા હતા. યુવકોના મૃતદેહોને પાણીની બહાર કાઢ્યા ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો અને તરવૈયાઓની ટીમ તાત્કાલિક મદદે દોડી આવી હતી. ભારે જહેમત બાદ તરવૈયાઓએ બંને યુવકોના મૃતદેહોને પાણીની બહાર કાઢ્યા હતા. આ દરમિયાન ડેમના કાંઠે પડેલા યુવકોના કપડાં અને મોબાઈલ ફોન પર સતત રીંગ વાગતી હોવાથી, સ્થાનિકોએ ફોન ઉપાડીને તપાસ કરતાં આ બંને યુવકોની સાચી ઓળખ થઈ શકી હતી. પરિવાર પર આભ ફાટ્યું જ્યારે આ કાળમુખા સમાચાર મૃતક યુવકોના પરિવારજનોને આપવામાં આવ્યા ત્યારે તેમના પર જાણે આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. સ્વજનોના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, મુક્તેશ્વર ડેમમાં અકસ્માતોનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. માત્ર બે દિવસ અગાઉ પણ એક અજાણ્યો યુવક અહીં નાહવા પડતા ડૂબી ગયો હતો અને તેનું પણ મોત નીપજ્યું હતું. આમ, એક જ સપ્તાહની અંદર મુક્તેશ્વર ડેમમાં ત્રણ-ત્રણ યુવકોના ડૂબી જવાથી મોત થતાં સ્થાનિક તંત્રની સુરક્ષા વ્યવસ્થા સામે પણ સવાલો ઉઠી રહ્યા છે અને લોકોમાં ભારે ભયનો માહોલ છે.  આ પણ વાંચો----      Gujarat Latest News live : અમદાવાદના મોટેરાના ગામતળની જમીનનું ડિમોલિશન, ડિમોલિશન પહેલા સ્થાનિકોનો વિરોધ

Read Full Story arrow_forward
Amreli : પ્રેગ્નન્ટ સિંહણના મોતમાં મોટી કાર્યવાહી, 2 દિવસ સુધી સિંહણ તરફડતી રહી ને વન વિભાગ ઊંઘતું રહ્યું, બેદરકાર ફોરેસ્ટરની બદલી
calendar_today June 6, 2026

Amreli : પ્રેગ્નન્ટ સિંહણના મોતમાં મોટી કાર્યવાહી, 2 દિવસ સુધી સિંહણ તરફડતી રહી ને વન વિભાગ ઊંઘતું રહ્યું, બેદરકાર ફોરેસ્ટરની બદલી

ગીર પૂર્વના ધારી વન વિભાગ હેઠળ આવતી સરસિયા રેન્જમાં એક સગર્ભા સિંહણના મોતને લઈને વન વિભાગની ઘોર બેદરકારી અને આડોડાઈ સામે આવી છે. લાઠી વિસ્તારની લુવારિયા વીડીમાં તરસ અને બીમારીથી પીડાતી ગર્ભવતી સિંહણ બે દિવસ સુધી જિંદગી અને મોત વચ્ચે જંગ લડતી રહી, પરંતુ સ્થાનિક સ્ટાફને તેની ગંધ સુધ્ધાં આવી નહોતી. આખરે સિંહણના કરુણ મોત બાદ જાગેલા વન વિભાગના ઉચ્ચ અધિકારીઓએ પ્રાથમિક તપાસના આધારે મોટી કાર્યવાહી કરી છે. ફરજમાં ઘોર બેદરકારી દાખવવા બદલ સ્થાનિક ફોરેસ્ટર ચેતન ઘેવરીયાની તાત્કાલિક અસરથી પાલીતાણા રેપિડ ફોર્સ ખાતે બદલી કરી દેવામાં આવતા વનકર્મીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.ફોરેસ્ટર ધારી હેડક્વાર્ટર પર રહેવાને બદલે અપડાઉન કરતા આ સમગ્ર મામલે જૂનાગઢના સી.એફ.રામ રતન નાલાએ સિંહણના મોતના કારણો અને સ્ટાફની નિષ્ક્રિયતા બાબતે સ્થાનિક એ.સી.એફ.ને કડક તપાસના આદેશ આપ્યા છે. પ્રાથમિક તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે જવાબદાર ફોરેસ્ટર ધારી હેડક્વાર્ટર પર રહેવાને બદલે બહારથી અપડાઉન કરતા હતા, જેને કારણે વન વિસ્તારમાં પેટ્રોલિંગનો તદ્દન અભાવ જોવા મળ્યો હતો. બિમાર સિંહણ અંગે જાણકારી પણ હતી સિંહણ બે દિવસથી બીમાર હાલતમાં એક જ જગ્યાએ પડી રહી હતી અને તેના મોતની જાણ પણ વન વિભાગને બદલે સ્થાનિક ગામલોકોએ કરવી પડી હતી, જે વન તંત્રના દાવાઓની પોલ ખોલે છે.સિંહણ પીડાતી રહી તો સ્ટાફ શું કરતો હતો? અત્રે ઉલ્લેખનીય છે કે, લુવારિયા વીડીમાં વન વિભાગની બેદરકારીનો આ કોઈ પ્રથમ કિસ્સો નથી. અગાઉ પણ આ જ રાઉન્ડમાં યોગ્ય સારવારના અભાવે વન્યજીવોના મોત થઈ ચૂક્યા છે. એટલું જ નહીં, એક વર્ષ પહેલાં આ જ વીડીમાં એક માનવ મૃત્યુ થયું હોવા છતાં વન વિભાગે કોઈ નક્કર પગલાં લીધા નહોતા. હાલમાં બે દિવસ સુધી સિંહણ પીડાતી રહી તો સ્ટાફ શું કરતો હતો? અને આ ગર્ભસ્થ સિંહણના મોત પાછળ અસલી જવાબદાર કોણ? જેવા ગંભીર પ્રશ્નો સાથે ઉચ્ચસ્તરીય તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે.  આ પણ વાંચો----     Gujarat Latest News live : અમદાવાદના મોટેરાના ગામતળની જમીનનું ડિમોલિશન, ડિમોલિશન પહેલા સ્થાનિકોનો વિરોધ

Read Full Story arrow_forward
Ahmedabad: મચ્છરજન્ય રોગચાળો અટકાવવા તંત્રની લાલ આંખ, 9 તાલુકાના 828 વેપારીઓને ફટકારી નોટિસ
calendar_today June 6, 2026

Ahmedabad: મચ્છરજન્ય રોગચાળો અટકાવવા તંત્રની લાલ આંખ, 9 તાલુકાના 828 વેપારીઓને ફટકારી નોટિસ

ચોમાસાની ઋતુની શરૂઆત થાય તે પહેલાં જ મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો માથું ન ઉચકે તે માટે અમદાવાદ જિલ્લા પંચાયતનું આરોગ્ય વિભાગ એક્શન મોડમાં આવ્યું છે. તંત્ર દ્વારા પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે મચ્છરોની ઉત્પત્તિ અટકાવવા માટે જિલ્લાભરમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. આ અંતર્ગત બેદરકારી દાખવતા લોકો અને નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે તંત્રે લાલ આંખ કરી છે અને જિલ્લાના તમામ ૯ તાલુકાઓમાં મોટા પાયે નોટિસો ફટકારવાની કામગીરી શરૂ કરી દીધી છે.મચ્છરજન્ય રોગચાળો અટકાવવા તંત્રની લાલ આંખમળતી માહિતી મુજબ, આરોગ્ય વિભાગની વિવિધ ટીમો દ્વારા છેલ્લા ૩ મહિના દરમિયાન જિલ્લાના અલગ-અલગ વિસ્તારોમાં વ્યાપક સર્વે અને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ તપાસ દરમિયાન અનેક વ્યાપારીક એકમો, ગેરેજ અને દુકાનોમાં ખુલ્લામાં ભરેલા પાણી, ટાયરોમાં ભરાઈ રહેલું વરસાદી કે સાદું પાણી તેમજ મચ્છરોના જીવતા પોરા (લારવા) મળી આવ્યા હતા. મચ્છરોને પ્રજનન માટે સાનુકૂળ વાતાવરણ પૂરું પાડી રોગચાળાને આમંત્રણ આપતા આવા 828 જેટલા વેપારીઓને વહીવટી તંત્ર દ્વારા આકરા પગલાં સ્વરૂપે નોટિસો ફટકારવામાં આવી છે.દસક્રોઈમાં સૌથી વધુ 214 નોટિસ ફટકારાઈજિલ્લા પંચાયતના સત્તાવાર આંકડાઓ મુજબ, આ સમગ્ર નોટિસની પ્રક્રિયામાં સૌથી વધુ બેદરકારી દસક્રોઈ તાલુકામાં જોવા મળી છે. દસક્રોઈ તાલુકામાં સિંગલ હાઈએસ્ટ ૨૧૪ વેપારીઓને નોટિસ આપવામાં આવી છે. આરોગ્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ઝુંબેશ આગામી દિવસોમાં પણ સતત ચાલુ રહેશે. જો વેપારીઓ કે સ્થાનિક લોકો નોટિસ મળ્યા બાદ પણ પોતાના પરિસરમાં પાણીનો ભરાવો દૂર નહીં કરે કે મચ્છરોની ઉત્પત્તિ અટકાવવા યોગ્ય પગલાં નહીં ભરે, તો તેમની સામે દંડનીય અને કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે. તંત્રની આ આકરી કાર્યવાહીથી કચરો અને ભંગાર એકઠો કરતા તેમજ ખુલ્લામાં પાણી રાખતા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.આ પણ વાંચો: Surat: ગોડાદરામાં લૂંટ કેસમાં આરોપીઓ ઝડપાયા, રામદેવ ટ્રેડર્સના કર્મચારીને માર મારી 8 લાખ લઈને ફરાર થયા હતા

Read Full Story arrow_forward