android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Rajkot: મેયર નેહલ શુક્લે સેક્રેટરી ધવલ જેસડિયાને પદ પરથી હટાવ્યા, હરેશ રૂપારેલિયાની ફરી તાજપોશી
calendar_today June 6, 2026

Rajkot: મેયર નેહલ શુક્લે સેક્રેટરી ધવલ જેસડિયાને પદ પરથી હટાવ્યા, હરેશ રૂપારેલિયાની ફરી તાજપોશી

રાજકોટ મહાનગરપાલિકા (મનપા) માં સત્તાના સૂત્રો બદલાતાની સાથે જ વહીવટી પાંખમાં મોટો ભૂકંપ આવ્યો છે. મનપાના સેક્રેટરી પદ પરથી ધવલ જેસડિયાને તાત્કાલિક અસરથી હટાવી દેવામાં આવ્યા છે અને તેમના સ્થાને પૂર્વ સેક્રેટરી હરેશ રૂપારેલિયાની ફરીથી નિમણૂક કરવામાં આવી છે. મનપાના વર્તમાન મેયર નેહલ શુક્લ દ્વારા આ આકરા પગલાં લેવામાં આવ્યા છે, જેને લઈને સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ચર્ચા છે કે મેયર નેહલ શુક્લે પદ સંભાળતાની સાથે જ વહીવટી અધિકારીઓ સામે પોતાનો દાવ લેવાનું શરૂ કરી દીધું છે.રાજકોટ મનપામાં વહીવટી પાંખમાં મોટો ભૂકંપઆ સમગ્ર વિવાદ અને ફેરફાર પાછળ એક મોટી રાજકીય અદાવત હોવાનું સામે આવ્યું છે. વર્ષ ૨૦૨૬માં જ્યારે ધવલ જેસડિયા સેક્રેટરી પદ પર કાર્યરત હતા, ત્યારે તેમણે ત્રણ જનરલ બોર્ડમાં સતત ગેરહાજર રહેવા બદલ તત્કાલીન કોર્પોરેટર અને વર્તમાન મેયર નેહલ શુક્લને સભ્યપદેથી બરતરફ કરવા અંગેની આકરી નોટિસ પાઠવી હતી. એ સમયે આ નોટિસ ભારે ચર્ચાનો વિષય બની હતી. જોકે, હવે સમય બદલાયો છે અને નેહલ શુક્લ રાજકોટના મેયર બન્યા છે, જેથી સત્તા હાથમાં આવતા જ તેમણે જૂનો હિસાબ ચુકતે કરવાનું શરૂ કર્યું હોય તેમ જેસડિયાની સત્તા છીનવી લીધી છે.સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયોઉલ્લેખનીય છે કે, પૂર્વ પદાધિકારીઓના શાસનકાળ દરમિયાન મનપાના કાયમી સેક્રેટરી એવા હરેશ રૂપારેલિયાને પદ પરથી હટાવી દેવાયા હતા અને તેમના સ્થાને ધવલ જેસડિયાને આ મહત્વની જવાબદારી સોંપવામાં આવી હતી. પરંતુ મહાનગરપાલિકામાં શાસકો અને પદાધિકારીઓ બદલાતા જ આ વહીવટી નિર્ણય પણ ૧૮૦ ડિગ્રી બદલાઈ ગયો છે. હરેશ રૂપારેલિયાને ફરીથી સેક્રેટરીનું પદ સોંપી દેવામાં આવ્યું છે. આ ઘટનાથી સ્પષ્ટ થાય છે કે રાજકોટ મનપામાં વહીવટી નિર્ણયો પર રાજકીય પ્રભાવ કેટલો મજબૂત છે. આગામી દિવસોમાં આ ગજગ્રાહ હજુ વધુ ઉગ્ર બને તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.આ પણ વાંચો: Ahmedabad: મચ્છરજન્ય રોગચાળો અટકાવવા તંત્રની લાલ આંખ, 9 તાલુકાના 828 વેપારીઓને ફટકારી નોટિસ

Read Full Story arrow_forward
Narmada : ભાજપના જ સાંસદ મનસુખ વસાવાએ ખોલી પોલ, કહ્યું- 'કેમિકલવાળો દારૂ પીવા કરતાં ઘરે મહુડાનો બનાવીને પીવો!'
calendar_today June 6, 2026

Narmada : ભાજપના જ સાંસદ મનસુખ વસાવાએ ખોલી પોલ, કહ્યું- 'કેમિકલવાળો દારૂ પીવા કરતાં ઘરે મહુડાનો બનાવીને પીવો!'

ગુજરાતમાં સત્તાવાર રીતે દારૂબંધીનો કાયદો અમલમાં હોવા છતાં, અવારનવાર દારૂને લઈને રાજકારણ ગરમાતું હોય છે. પરંતુ આ વખતે ખુદ શાસક પક્ષ ભાજપના સિનિયર અને કદાવર સાંસદ મનસુખ વસાવાએ જ રાજ્યમાં ચાલતી દારૂબંધીના લીરેલીરા ઉડાડતા હોય તેવું અત્યંત વિવાદાસ્પદ અને ચોંકાવનારૂં નિવેદન આપ્યું છે.કેમિકલયુક્ત ઝેરી દારૂ વેચાય છે પોતાના બેબાક અંદાજ માટે જાણીતા સાંસદ મનસુખ વસાવાએ સરાજાહેર સ્વીકાર્યું છે કે રાજ્યમાં પોલીસની રહેમનજર હેઠળ કેમિકલયુક્ત ઝેરી દારૂ વેચાઈ રહ્યો છે, જે લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં કરી રહ્યો છે. ઘરે જાતે પરંપરાગત મહુડાનો શુદ્ધ દારૂ બનાવીને પીવે નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ઢોલાર ગામે આદર્શ ગ્રામ વિકાસ સમિતિની પ્રથમ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સ્ટેજ પરથી સંબોધન કરતી વખતે સાંસદે દારૂ વેચતા બુટલેગરો અને સ્થાનિક વહીવટી તંત્ર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે આદિવાસી સમાજ અને સ્થાનિકોને સંબોધતા કહ્યું કે, "બુટલેગરો જે કેમિકલયુક્ત ઝેરી દારૂ પીવડાવે છે અને લોકોની જિંદગી બગાડે છે, એના કરતાં તો આદિવાસીઓ ઘરે જાતે પરંપરાગત મહુડાનો શુદ્ધ દારૂ બનાવીને પીવે તે વધારે સારો છે."  રાજકારણનો 'ર' પણ ખબર નથી ભાજપ સરકારના જ રાજમાં સાંસદ દ્વારા દારૂ પીવાની આવી ખુલ્લી સલાહ અપાતા રાજકીય આલમમાં મોટો ભૂકંપ આવી ગયો છે. પોતાના નિવેદનથી ચર્ચામાં આવેલા મનસુખ વસાવાએ સોશિયલ મીડિયા પર ભાજપ સરકાર અને તેમની કામગીરી સામે સવાલો ઉઠાવનારાઓ પર પણ આકરા પ્રહારો કર્યા હતા. તેમણે વિરોધીઓ પર નિશાન સાધતા કડક શબ્દોમાં કહ્યું કે, "જેમને રાજકારણનો 'ર' પણ ખબર નથી, તેવા લોકો આજે સોશિયલ મીડિયામાં બેઠા-બેઠા બીજેપીની કામગીરી અને વિકાસ પર સવાલો ઉઠાવી રહ્યા છે."  સોશિયલ મીડિયામાં ભારે વાયરલ જો કે, તેમની આ રાજકીય ટિપ્પણી કરતાં 'મહુડાના દારૂ' વાળું નિવેદન અત્યારે સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ રહ્યું છે અને ભાજપ સરકારમાં ચાલતા ભ્રષ્ટાચાર સામે તેમણે જ અરીસો દેખાડ્યો હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે.    આ  પણ વાંચો----    Gujarat Latest News live : અમદાવાદના મોટેરાના ગામતળની જમીનનું ડિમોલિશન, ડિમોલિશન પહેલા સ્થાનિકોનો વિરોધ

Read Full Story arrow_forward
Cockroach Janta Party Protest : પુસ્તક અને તિરંગો લાવવાનું ભૂલશો નહીં :  અભિજીત દિપકે
calendar_today June 6, 2026

Cockroach Janta Party Protest : પુસ્તક અને તિરંગો લાવવાનું ભૂલશો નહીં : અભિજીત દિપકે

દિપકે આજે જંતર-મંતર ખાતે યોજાનારા વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવા માટે રાજધાની પહોંચ્યા છે. દિલ્હીના IGI એરપોર્ટ પર ઉતર્યા બાદ તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને લખ્યું, "હું દિલ્હી પહોંચી ગયો છું. જંતર-મંતર પર આપ સૌને મળવાની આતુરતાથી રાહ જોઈ રહ્યો છું. પુસ્તક અને આપણો તિરંગો લાવવાનું ભૂલશો નહીં! સહાનુભૂતિ અને કૃતજ્ઞતાના પ્રતીકરૂપે પોલીસકર્મીઓને ફૂલ ભેટ આપો. આપણે આ આંદોલનને પ્રેમ અને શાંતિથી આગળ વધારવું છે."દિલ્હીના જંતર-મંતર ખાતે વિરોધ પ્રદર્શન કરશે 'કોકરોચ જનતા પાર્ટી' NEET પેપર લીક મુદ્દે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે આજે દિલ્હીના જંતર-મંતર ખાતે વિરોધ પ્રદર્શન શરૂ કરી રહી છે. આ અઠવાડિયાની શરૂઆતમાં અભિજીત દિપકેએ જાહેરાત કરી હતી કે તેઓ 6 જૂને બોસ્ટનથી ભારત પરત ફર્યા અને NEET પેપર લીક મામલે ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે શાંતિપૂર્ણ આંદોલન શરૂ કરશે. શિક્ષણ સુધારક અને જળવાયુ કાર્યકર સોનમ વાંગચૂકે પણ કહ્યું હતું કે જો 5 જૂન સુધી ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું નહીં આપે તો તેઓ પણ આ વિરોધ પ્રદર્શનમાં જોડાશે.દિલ્હી પોલીસે આ વિરોધ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને વ્યાપક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી  દિલ્હી પોલીસે આ વિરોધ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને વ્યાપક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. પોલીસના જણાવ્યા અનુસાર 'કોકરોચ જનતા પાર્ટી' તરફથી જંતર-મંતર ખાતે પ્રસ્તાવિત પ્રદર્શન માટે હજુ સુધી કોઈ સત્તાવાર મંજૂરી અરજી મળી નથી. તેમ છતાં, પ્રદર્શનની શક્યતાને ધ્યાનમાં રાખીને નવી દિલ્હી વિસ્તારમાં 1,000થી વધુ પોલીસકર્મીઓની તૈનાતી કરવામાં આવી છે. દિલ્હી પોલીસે પોતાના જવાનોને પ્રદર્શનકારીઓ સાથે કોઈ ટકરાવ ટાળવા અને વાતચીત દ્વારા પરિસ્થિતિને શાંત રાખવાના નિર્દેશ આપ્યા છે.પોલીસે સેન્ટ્રલ દિલ્હીને 12 ઝોનમાં વહેંચી દીધી પોલીસે સેન્ટ્રલ દિલ્હીને 12 ઝોનમાં વહેંચી દીધી છે અને દરેક ઝોનની જવાબદારી DCP કક્ષાના અધિકારીને સોંપવામાં આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન સહિત અનેક મંત્રીઓના નિવાસસ્થાનોની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ દિલ્હી પોલીસે તમામ જિલ્લા અને યુનિટ DCPને સતર્ક રહેવા માટે સૂચના આપી છે. વિરોધ પ્રદર્શનને કારણે ટ્રાફિક વ્યવસ્થા પ્રભાવિત થવાની તેમજ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને પડકારો ઊભા થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

Read Full Story arrow_forward